SVG Charity : Plasma Donation Camp Organized By Laxminarayan Dev Yuvak Mandal, Surat To Help Corona Sufferers | Sep 2020
શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ-સુરત દ્વારા 06/09/2020, રવિવારના રોજ પ્લાઝમા ડોનેશન કેમ્પનું(Plasma Donation Camp) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના ને માત આપીને બહાર આવેલા ૫૦થી વધુ હરિભક્તો દ્વારા પ્લાઝમા દાન કરવા માટે સંકલ્પ કરવામાં આવ્યા હતા. વડતાલ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા પ.પૂ.૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ-સુરત દ્વારા પ્લાઝમા ડોનેશન કેમ્પનું(Plasma Donation Camp) આયોજન કરવામાં આવ્યું હતું સાથે સમાજમાં જાગૃતિ ફેલાય તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત 50થી વધુ હરિભક્તો પ્લાઝમા ડોનેશન કેમ્પમાં જોડાઈને કોરોના ને નાથવા સહભાગી બન્યા છે