SVG Charity : Swachhta Hi Seva Mission || 1 Oct 2023
કચરા મુક્ત ભારતના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં 2જી ઓક્ટોબરે, મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે 01/10/2023 સવારે 10:00 કલાકે “એક તારીખ, એક કલાક” ના સૂત્ર સાથે ભારતમાં વિવિધ સ્થળોએ મહાશ્રમદાનના કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી તથા પ.પૂ.ધ.ધુ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના આજ્ઞા-આશીર્વાદથી તથા પ.પૂ. નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના સુયોગ્ય માર્ગદર્શન હેઠળ શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ તેમજ પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા ( બાબારાજાશ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં યુવાનો અને બહેનો આ સફાઈ અભિયાન સહભાગી થયા હતા.