Prasadini Vastu – Rangotsav Samaye Paherelo Jamo
ગુજરાતી
ભગવાન સ્વામિનારાયણના ચરણકમળથી ૫૭ વખત પાવન થયેલ બોટાદ શહેર. ૧૮૭૫ની સાલમાં જ્યારે મહારાજે બોટાદમાં ભવ્ય ફુલદોલોત્સવ કર્યો ત્યારે આ અંગરખો પહેરી અને મહારાજ રંગે રમ્યાં હતાં. તે આ મહાપ્રસાદીનો અંગરખો હાલ પણ બોટાદ સભામંડપ મા દર્શન આપે છે. અને એ રંગના ડાઘ હાલ પણ આ અંગરખા પર મોજુદ છે. બોટાદના ભક્તોની પ્રાર્થનાથી મહારાજ હોળી-ધુળેટી પર બોટાદ પધાર્યાં અને હમીર ખાચરના દરબારમા મહારાજે ઉતારો કર્યો. એક સોનેરી રંગનો રેંટો મહારાજે ધાર્યો અને કીનખાબ ની ડગલી તથા સુરવાળ પહેર્યાં.
હાથમા સોનાના કડા પહેર્યાં. સફેદ કલરનો એક રુમાલ હાથમા રાખ્યો. બંન્ને હાથે બાજુબંધ પહેર્યા. અને મહારાજ રોઝા ઘોડા ઉપર અસવાર થયાં. ગુણવંતો ગરુડ જે કહેવાય તે, મહારાજે અવતાર લીધો ને ત્યારે તે ગરુડ પક્ષી, પશું રુપે થયો. મહારાજ હંસગતીએ ચાલે છે અને દેવો આકાશમા ખડા થઇને બધુ જુવે છે. ચૌટા વચ્ચે અશવારી આવી. અત્યારે કદાચ એ જગ્યા નાગલપરના દરવાજા તરીકે ઓળખાય છે.
સંતો ભક્તો ગુલાલ ઉડાડે છે એટલે ધરતી અને આકાશ લાલ રંગનું લાગે છે. ઘણા લોકો મહારાજ ના મીઠડા લે છે. લોકો પરસ્પર વાતો કરે છે કે આંખો ફાડી ફાડીને જોઇ લઇએ. આ પ્રભુ તો અક્ષરધામના વાસી છે આ દ્રશ્ય ફરી ક્યારે જોવા મળે. વલીભાઇ નામના એક મુશ્લીમ ભગતે શરણાઇ બહું જોરદાર વગાડી. અને મહારાજ ડોલવાં લાગ્યાં અને બોલ્યા કે માગો…માગો..માગો.. વલ્લીભાઇ કંઇક વરદાન માંગો. પણ આ તો મહાન હરીભગત. મહારાજ…! તમારી કૃપાથી હું ખુબ સુખી છુ. મારી કોઇ માયિક વસ્તું જોયતી નથી. બહું આગ્રહ મહારાજે કર્યો પણ કાંઇ ન માગ્યું. ત્યારે હાથમા પહેરેલો બાજુંબંધ નો મહારાજે ઘા કર્યો. અને વલ્લીભાઇને આપ્યો. મહારાજની કૃપા બાજુંબંધના આકારે બની. પછી એક વાત આગળ બહું સરસ આવે છે. “મહારાજ બધાના મનની વાતો કહેવાં લાગ્યાં.”
બહું જ મોટો ઉત્સવ આવી રીતે મહારાજે બોટાદમા કર્યો. જતાં આવતાં ઘણી વખત મહારાજ બોટાદમા પધારે છે. હે વ્હાલા ભક્તો…! એક વખત તો બોટાદની યાત્રા કરજો. બોટાદની જે ધુડ છે એ મહારાજની ચરણરજ છે. જે મહારાજનો આવો મહીમા ધારશે, બોટાદની યાત્રા કરશે, બોટાદની લીલા જે સાંભળશે, તે ક્ષણવારમા પાવન થય જાશે અને સત્સંગમા દ્રઢમતી થાશે. તેના બધા પાપ બળી જાશે. હે સાંભળનારાઓ…! વાંચનારાઓ…!
~શ્રોતા સૌ આનંદ પામી, બોલો જય જય સહજાનંદ સ્વામી…
જય હો…
English
Lord Swaminarayan has been purified 57 times from the feet of the Botad city. In 1875, when Maharaj took a gorgeous flower-duldha in Botad, wearing this garb, and playing with majesty. He is also present in the Bodad Sabhampand. And that color stain is still present on this limb. After praying to the devotees of Goddess, Maharaj took out the burden on Holi-Dhulati and Maharaj was absorbed in the Darbar of Hamir Khachar. Maharaj took a golden rant and started wearing khanqabs bungalow and sarwand.
Wearing gold bracelets in hand. A white-colored rumal hinge. Wearing both sides of the hand. And Maharaj Rosa got rid of the horse. When the Gunavant Garud, which is called, Maharaj took the Avatar, and when he became an eagle bird, it became a substitute. Maharaj is running Hansgati and the gods see everything in the sky. There was a flurry between Chaota. At present, the place is known as the gate of the naval.
Saints and devotees blossom, so the earth and the sky look red. Many people take the sweetness of Maharaj. People talk mutually and tear off their eyes. The Lord is the resident of Akshardham. This scene can be seen again. Vulibhai, a muslim fakir, played quite loudly. And Maharaj looked like a bucket and said or asked .... Mago .. Vallabhbhai wishes something like that. But this is a great contender. What I am very happy with your grace. I do not see any kind of things. Many insisted that Maharaj did but did not ask anything. Then the Maharaj was untouched by the hands of the hands. And Vallibhai gave it. Maharajs grace is in the form of turmoil. Then one thing is very nice. "Maharaj started talking about everyones mind."
Maharaj did a big festival in such a way. Many times Maharaj used to go to Botad. Hey dear devotees ...! Take a trip to Botad once. The smell of the bottle is that of the mantra of Maharaj. The maharaja who will take such a blessing, will visit Botad, who will hear the bottle of green, will be burnt in the moment and will be hardened in satsang. All his sins will be burnt. Hey listeners ...! Readers ...!
~ Jai Sahai Sahajanand Swami ...
Jai Ho...