Rathyatra And Nilkanthvarni – (રથયાત્રા અને નિલકંઠવર્ણી)
ગુજરાતી
સનાતન હિન્દુ વૈદિક ધર્મના ચાર ધામ અને સાત પુરી પૈકીનું એક ધામ એટલે ઓરિસ્સા રાજ્યમાં આવેલું પુરી શહેર એમ કહેવાય છે કે બદરીનાથ ધામ સત્યયુગનુ, રામેશ્વર ધામ ત્રેતાયુગનુ, દ્વારિકા ધામ દ્વાપરનુ અને પુરી ધામ કળિયુગનુ મુખ્ય ધામ છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના મનુષ્ય શરીરાવશેસ (કાસ્ટરૂપી) થી પ્રથમ મૂર્તિનું નિર્માણ કાર્ય કરવામાં આવેલ છે. અહીં વિશાળ પરિસરમાં મંદિર સંકુલનું નિર્માણ કરવામા આવેલ છે. જગન્નાથપુરી તીર્થક્ષેત્રમાં આવેલ નાના-મોટા પૌરાણિક મંદિરના વિસ્તારને પુરુષોત્તમક્ષેત્ર પણ કહેવામાં આવે છે
૧. જગન્નાથપુરી તીર્થ
આ વિશાળ મુખ્ય મંદિરના અધિષ્ઠાતા દેવ છે- ભગવાન શ્રી જગન્નાથજી (શ્રીકૃષ્ણ). મંદિરમાં મોટા ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી સહિત બિરાજમાન છે. આ મંદિરમાં હજારોની સંખ્યામાં પૂજારી અને અન્ય સેવકો ભગવાન શ્રી જગન્નાથજી ની સેવામાં દિવસ-રાત હોય છે. અહીં મુખ્ય ઉત્સવ રથયાત્રાનો છે. શ્રીજગન્નાથ મંદિરના પરિસરમાં જ વિશ્વનાથ લિંગ, અજાનનાથ ગણેશ, સત્યનારાયણ, સિધ્ધ ગણેશ, બ્રહ્માસન, લક્ષ્મી મંદિર, સૂર્યમંદિર વગેરે અનેક મંદિરો છે.શ્રી જગન્નાથજીના રાંધેલા ભાતનો મહાપ્રસાદનો મહિમા જગવિખ્યાત છે. મહાપ્રસાદમાં છૂતાછૂતનો દોષ માનવામાં આવતો નથી. સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીનો પ્રસાદ ગ્રહણ કરવાની આજ્ઞા કરેલ છે.
સ્વર્ગદ્વાર :- મંદિરની નજીક જ સમુદ્રતટ છે જેને સ્વર્ગદ્વાર કે મહોદધિ કહે છે. અહીં ચક્રતીર્થ છે. મંદિરમાં દર્શન કરવા જતા પહેલા અહીં કે મંદિરમાં જ આવેલ રોહીણીકુંડમાં સ્નાન કરવામાં આવે છે. રોહીણીકુંડમાં સુદર્શનચક્રનો પડછાયો પડે છે.
ગોંડીયા ( ગુડીચા ) મંદિર:- જનકપુરીમાં આ મંદિર આવેલ છે. અહીં કોઇ મૂર્તિ નથી ફક્ત સભાભવનમાં લક્ષ્મીજીની મૂર્તિ છે. રથયાત્રા વખતે ત્રણે રથ અહીં સાત દિવસ રાખવામાં આવે છે. પછી રથ મુખ્ય મંદિર પાછા લઇ જવામાં આવે છે. મુખ્ય મંદિરથી આ મંદિર 2 કી. મી. દુર છે.
ઇન્દ્રધુમ્ન સરોવર:- જનકપુરમાં આવેલું છે. આ પવિત્ર સરોવરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ નીલકંઠવર્ણી સ્વરૂપે પધાર્યા ત્યારે સ્નાન કરતા. ઇન્દ્રધ્રુમ્ન સરોવરના કાંઠા ઉપર ઇન્દ્રધ્રુમ્ન રાજાનું મંદિર છે તેમાં ભગવાન શ્રી નિલકંઠવર્ણી રહ્યા હતા. તેમણે દસ હજાર અસુરોનો નાશ અહીં કરેલો. ચંદન તળાવમાં પણ ભગવાન શ્રી નિલકઠવર્ણી સ્નાન કરતા. સંપ્રદાયમાં સૌ પ્રથમાર ઇન્દ્રધ્રુમ્ન સરોવરના કિનારે સુવ્રતમુનિએ રાજા પ્રતાપસિંહને સત્સંગિજીવનની કથા સંભળાવેલ છે. અને આ તીર્થના નજીકમાં જ માર્કંન્ડેય સરોવર છે.
શંકરાચાર્ય મઠ : જગગુરુ શંકરાચાર્યજી એ સ્થળે મુખ્ય 4 મઠ પૈકીનો એક મઠ એટલે ગોવર્ધન પીઠ.
આ ઉપરાંત દરિયા હનુમાન, લોકનાથ મંદિર, સિધ્ધબકુલ (વૃક્ષ), નજીકમાં કોણાર્કનું સૂર્ય મંદિર તથા ભૂબનેશ્વર વગેરે દર્શનીય સ્થળો છે.
૨. રથયાત્રા
પૌરાણિક કથા અનુસાર બહેન સુભદ્રા જયારે પિયર આવ્યા ત્યારે નગરચર્યા કરવાનું મન થયું અને બંને ભાઈઓ આગળ રજૂઆત કરી તો બંને ભાઈઓએ બહેન સુભદ્રાને રથમાં સાથે બેસાડી નગરપરિભ્રમણ કરાવ્યું એ પ્રસંગની યાદમાં રથયાત્રાનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે.શ્રી જગન્નાથજી મંદિરની વાર્ષિક રથયાત્રા તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ભગવાન શ્રી જગન્નાથજીની આ રથયાત્રા અષાઢ શુક્લ દ્વિતીયાથી શરૂ થાય છે.
રથયાત્રામાં મુખ્ય ત્રણ રથ હોય છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના રથને નંદીઘોષ(પીળારંગના કાપડથી મઢેલ) અને બહેન સુભદ્રા તથા બલરામભાઈના રથને અનુક્રમે પદ્માધ્વજ (કાળા રંગનો કાપડથી મઢેલ) અને તાલધ્વજ(લીલારંગના કાપડથી મઢેલ) તરીકે ઓળખવામાં આવે છે.રથયાત્રામાં સૌ પહેલા આગળ મોટાભાઈ બલરામ, વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લે શ્રી કૃષ્ણના રથની સવારી નીકળે છે.
આ યાત્રા મુખ્ય મંદિરથી શરૂ થઈ 2 કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિર ઉપર સમાપ્ત થાય છે. જ્યાં ભગવાન શ્રી જગન્નાથજી સાત દિવસ સુધી વિશ્રામ કરે છે અને અષાઢ શુક્લ દશમના દિવસે ફરી પાછી યાત્રા કરીને મુખ્ય મંદિરે પાછી પહોંચે છે. તેને બહુડા યાત્રા કહેવાય છે. શ્રી જગન્નાથજીની રથયાત્રા એક મહોત્સવ અને પર્વના રૂપે જ આખા દેશમાં મનાવવામાં આવે છે
૩. ભગવાન શ્રી સ્વામિનારાયણ જગન્નાથપુરીમાં શ્રી નીલકંઠવર્ણી સ્વરૂપે
આપણા સંપ્રદાયમાં સ.ગુ. શતાનંદ સ્વામી, સ.ગુ. આધારાનંદસ્વામી જેવા નંદ સંતોએ એ ભગવાન શ્રી હરિની જગન્નાથપુરી ને વિષે કરેલી દિવ્ય લીલાઓનો સવિસ્તાર વર્ણન સંપ્રદાયના ગ્રંથોમાં કરેલ છે અને પરંપરાગત સાંભળવા મળતી વાતો મુજબ પુરી તીર્થમાં શ્રીજી મહારાજ શ્રી નીલકંઠવર્ણી સ્વરૂપે સંવત ૧૮૫૩ માગસર વદ—૧૧ને દિવસે પધાર્યા હતા અને અહીં ઘણા સમય રોકાયા હતા.
આ સમયગાળા દરમ્યા શ્રી નીલકંઠવર્ણી એ શ્રી જગન્નાથજીના દર્શન કરવા, ચક્રતીર્થ-પ્રદ્યુમ્ન સરોવરમાં સ્નાન કરવું વગેરે નિત્યક્રમ બનાવ્યો હતો. અહીં પુરિમંદિરના મુખ્ય પૂજારી નાના એવા શ્રી નીલકંઠમા અપાર ભાવ અને શ્રદ્ધા રાખતા હતા અને રોજ એક વખત ભગવાન જગન્નાથજીના થાળનો પ્રસાદ ખુબ પ્રેમથી આપતા.જગન્નાથપુરીતીર્થમાં શ્રી નીલકંઠવર્ણીના પ્રસંગથી પાવન થયેલ પ્રાસાદિક સ્થાનો
ગરુડસ્તંભ : અહીં શ્રી વર્ણીન્દ્ર ઘણી વાર આસાન સાધીને બેસેલા છે અને આ સ્તંભને ભેટેલા છે જે હાલ મંડપની અંદરના ભાગમાં આવેલ છે
સિંહદ્વાર : મંદિરનો મુખ્ય દરવાજો એટલે સિંહદ્વાર જ્યાંથી શ્રી નીલકંઠવર્ણી નિત્ય મંદિરે દર્શન કરવા આવતા જતા
ચંદન તલાવડી, ઇંદ્રદ્યુમ્ન સરોવર, માર્કન્ડેય સરોવર, મહાસાગર વગેરે જળાશયોમાં શ્રી હરિ વર્ણી સ્વરૂપે ઘણી વાર સ્નાન કરવા જતા
પૂર્વ દિશાનો દરવાજો : અહીં મંદિરની પૂર્વ દિશાનો જે દરવાજો છે તેની પાસે ઘણો ફેલાયેલો એક મોટો વડ હતો. ત્યાં પણ જઈને શ્રીહરિ ક્યારેક બેસતા હતા.
રથયાત્રા અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાનો અલૌલિક સંબંધ
શ્રી નીલકંઠવર્ણી સ્વરૂપે ભગવાન નગરજનોને તથા તીર્થયાત્રીઓને નિજ દર્શનનું ઔલોકિક સુખ આપી રહયા છે અને ઉનાળાની બળબળતી લૂ લઈને સમગ્ર સુષ્ટિ અકળાતી હતી ત્યારે બધાના નેણ વરસાદની અમીદ્રષ્ટિ તરફ મંડાઈને વરસાદ રાહ જોતા હતા એવે સમયે આકાશમાં ઉત્તરાદિ દિશાએથી એક કાળી વાદળી હડડ કરતી આવી અને વરસાદની હેલી મંડાણી
કોટે મોર કણુંકિયા‚ વાદળ ચમકી વીજ ;
રૂદાને નાથ સાંભર્યો‚ આવી અષાઢી બીજ.
તે સમયે સમગ્ર પૃથ્વી જાણે ચેતન બને અને આ સમયગાળામાં પ્રભુ કેમ ભુલાય, ભક્તોને ભાવના થાય કે પ્રભુ પણ આ ચેતન ધારામાં વિહાર કરવા પધારે અને એ દરમ્યાન જગન્નાથપુરી તીર્થમાં અષાઢી બીજના રથયાત્રાની જોરશોરથી તૈયારીઓ થવા લાગી. આ દરમ્યાન જગન્નાથપુરીના રાજા ગજપતિશ્રી દિવ્યદેવસિંહે કે જેવો ભગવાન શ્રી હરિની નાનીવયે અપાર જ્ઞાન, તપ, સામર્થી, એશ્વર્યા અને ધર્મનિષ્ટ આદિ ગુણોથી પ્રભાવી હતા તેમણે શ્રી નીલકંઠવર્ણી પ્રભુને પ્રાર્થના કરી કે આપ પણ આ રથયાત્રામાં ભાગ લો અને રથમાં બિરાજિત થાઓ.
રાજાને મુમુક્ષ જાણી પ્રભુએ તેની વિનંતીને ગ્રાહ્ય કરી.અને બીજા દિવસનો (સંવત ૧૮૫૪ અષાઢ સુદ બીજ, તા.૨૬/૬/૧૭૯૭ સોમવાર) અષાઢી બીજનો સુરજ આજ જાણે જગન્નાથપુરીમાં કૈક ઓર આનંદ લાવ્યો છે વહેલી પરોઢના જ પુજારીઓ પ્રભુને નગર વિહાર કરાવવા માટે વિશાળ ચોકમાં લઇ રથમાં વિરાજમાન કર્યા છે આ સમયે રાજાની વિનંતીને માન આપી શ્રી નીલકંઠવર્ણી પણ ભગવાન જગન્નાથજીના રથમાં આગળના ભાગમાં બિરાજમાન થયા છે, મંદિરના પાત્રાઓ (ઑડિયામાં પુજારીને ને પાત્રા પણ કહે છે) ડંકા ઝાલર વગેરે લઇ રથમાં ગોઠવાઈને મંગલ ધ્વનિ કરી રહ્યા છે અને ગજપતિમહારાજાએ પણ વિવિધ વાજિંત્રો થી સજ્જ સેના લાવી રથયાત્રામાં સામેલ કરી છે, ઉત્સાહી ભક્તો ભક્તિમાં તલ્લીન થઇ પ્રભુના રથને ખેંચવા લાગ્યા છે, આ રીતે રથયાત્રા મંદિરથી 2 કિમિ દૂર ભગવાનના મામાના ઘરે એટલે કે ગુંડિચા મંદિરે વિરામ થઇ.
ભગવાન શ્રી હરિએ શ્રીમદ સત્સંગીજીવન ગ્રથમાં (પ્રકરણ-4, અધ્યાય-61) માં, પ.પૂ. ધ.ધૂ. આચાર્ય મહારાજશ્રીની દ્વારા અને તેમની આજ્ઞા પ્રમાણે આપણા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં રથયાત્રાનો અનેરો ઉત્સવ ધામધૂમથી ઉજવવા આજ્ઞા કરી છે તે અનુસાર પરંપરાગત રીતે આપણા વિવિધ મંદિરોમાં રથયાત્રા ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે.
English
(Venerable King said, Now you stay here, O Hari, believe that this temple is your own, stay in the temple. When Raja of Jagannathpuri repeatedly insisted on insulting, Shrihari thought in his heart: 1. I used to travel to the four dham I have been here for six months and six days in the way you say it. Then the king said, tomorrow is the sweet and sage seeds, then here you go. If you come along in the Rath Yatra, then our festival will be very good, and there will be a lot of color in the festival.rnrn1. Jagannathpuri TirtharnThis temple is situated in the Jagannath temple in Puri city of Orissa. This temple is dedicated to Lord Jagannath (Lord Krishna). Jagannath means the lord of the world, his city is called Jagannathpuri. This temple is one of the four religious places of the Hindus. The annual Rath Yatra of Jagannath Temple is famous all over the world, Lord Jagannaths Rath Yatra begins with Ashdh Shukla Diwiya. The main temple starts from 2 kms. The Gundicha Temple, located far away, ends up. Where Lord Jagannath rests for seven days and Anshad Shukla returns again on the tenth day and returns to the main temple. It is called a spinach pilgrimage. Jagannath Rath Yatra is celebrated as a festival and festival of the whole countryrn2. Rath YatrarnThe name of Lord Jagannathjis charioteer is named Nandigogh. It is said that this chariot is given by Indra, this chariot is fully decorated with yellow color. The name Rathans name is Padmavlag, which is named after him, because the god of Tallavan has given the chariot given to Bharbad. First of all, in the Rath Yatra, the elder brother Balram, between his sister Subhadra and finally Lord Krishnas charioteer rides.rn3. Lord Shree Swaminarayan will visit Neelkanth in Jagannathpurirn(Samvat 1853 on the day of Margar-11) Shreehari came to Jagannathpuri. When you saw Jagannathji, Ghanshyam of Rangbhani was very happy. The eagle pillar is inside the inner porch of the tent. Shrihari came there and looked at the eagle pillar and brought him a lot of enthusiasm and placed him in the same seat. Shreeri Pujari of a small age settled in his heart.rnrnPujari, once given the love of Jagannathjis palanquin, very lovingly. Hari remained there for six months and gave happiness to the Nagarjans. Sriharri Nitya going to bat very enthusiastically in the ocean. The main gate of the temple (Singhdwara) is very large. Happy Srihari has been coming every day from there - going awayrnrnThe gate on the east side is also very decorated. He had a very big head. There was a time when Shrihari used to sit there. Shreehari Nitya Chandan went to the pond. Peoples eyes are fascinated by seeing their beautiful soft feet.rn4. Neelkanth and Puris King Gajapatis requestrn(At that time, the king of that city was Divya Singh Ahadeva, King of Khurdavashan, Rammukunda Dave, was enthroned by him in the year 1780. Vriniaraj ShriHari came to Jagannathpuri in 1797. Then he ruled for one year thereafter, then his son Mukundave (II) He gave up his self-sacrificing work.) Shrihari repeatedly bowed down to the idol. And he said, There is the great fortune of this land that you have come to our house.rnrnI will bring all my army together at the festival. We will bring elephants, horses, chariots and many other well-equipped ornaments to the festivities. If you are interested in it, tell me your das. I offer you all the things I have to drive. I know myself and accept it. Even if your eyesight is upon him, he will be saved.rn5. Neelkanth in the Rath Yatrarn(Samvat 1854 ADH Sudh Seed, Ta 26/6/1797, Monday) On the second day, the festival of Rath Yatra came. There were three chariots in which Shreejagannathji (Shrikrishna), Shreebalda Devi and Devi Subhadra came to three. King Dhiyasinh Dave worshiped Varni and placed him on the chariot next to which the king himself drew the chariot. Anant Bangla devotee started chasing the chariot with a zealous heartwarming mind. At that time, the Apar Vagranta was over. 40. The army came from all over the army. All the rules were taken by taking Rath to Jankpur.rn6. The place of pilgrimage of the SatsangijirnThe story of Swaminarayan Sampradaya, the story of Shrimad Satsangiji, Suvrutuni sat on the bank of the Indra Swam Lake and narrated the story to Pratap Singh Raja of the rented house.rnShree Swaminarayan Temple in Jagannathpuri