Sadguru Akhandanand Varni – (સદ્ગુરૂ અખંડાનંદ વર્ણી)
ગુજરાતી
અખંડા નંદવર્ણી મુળ લીમડી તાલુકાના‘‘શિયાણી’’ ગામના શિવરામ ભટ્ટ હતા. તેમના પિતાનું નામ ‘‘રત્નશર્મા’’ હતું. રત્નશર્મા વેદ અને શાસ્ત્રોના પારંગત વિદ્વાન હતા. શિવરામ ભટ્ટે પોતાના પિતા પાસે રહીને જવેદ અને શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું.
તેઓ લીમડી રાજ્યમાં રાજકુલના પુરોહિત હતા રાજ્ય તરફથી સારુ એવું વર્ષા સન મળતું હતું. તેઓશ્રી શ્રીમદ્ભાગવત પુરાણની કથા પારાયણ પણ કરતા હતા.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ફેલાયો ત્યારે એમના ભક્તો એમને પરબ્રહ્મ કહેતા. જ્યારે દ્વેષીઓ જંતર મંતર કેમેલી વિદ્યાવાળા તથા પાખંડી પણ કહેતા.પણ શિવરામ ભટ્ટને સંતોનો જોગ થવાથી સત્સંગનો ગુણ આવ્યો. આઅરસામાં લીમડીના રાજા હરિસિંહજીએ પણ ભગવાન શ્રી સ્વામિનારાયણની અલૌકિક પ્રતાપની એશ્વર્ય પૂર્ણ વાતો સાંભળી. કેટલાક દ્વેષીઓએ તેમને ઊલટી વાતો કહી આથી રાજાએ શિવરામભટ્ટને આવાતની ખાત્રી કરવા ગઢપુર શ્રીજી મહારાજ પાસે મોકલ્યા.
એમણે શ્રીજી મહારાજને તેમના નાત,જાત,જન્મથી માંડીને ઉપાસના અને આધ્યાત્મિક મુક્તિ સુધીના મુખ્ય અઢાર (૧૮)પ્રશ્નો પુછ્યા. શ્રીજી મહારાજે તેમના પ્રશ્નના સંતોષ કારક જવાબો આપ્યા અને સમાધી કરાવી પોતાનો અક્ષરાધિપતિ પરબ્રહ્મ પરમાત્માપણાનો નિશ્ચય કરાવ્યો. તેમણે હરિસિંહ રાજાને પણ શ્રીજીમહારાજનો મહિમા કહી શ્રીજીમહારાજના આશ્રિત કર્યા.
શિવરામ ભટ્ટ હરિસિંહ રાજાના રાજપુરોહિત હતા માટે તેમની પાસે પાઠ, પુજા, પારાયણ કરાવતા. શિવરામ ભટ્ટ શ્રીજી મહારાજના આશ્રિત થયા પછી રાજાના આગ્રહથી રાજદરબારમાં ભાગવત પારાયણ કરવા ગયાં. પુસ્તક પૂજા અને વ્યાસ પૂજા કરવા માટે રાજા અને રાણી બન્ને ત્યાં આવ્યાં. એટલે ભટ્ટજીએ નમ્રતાપુર્વક કહ્યું કે રાજાસાહેબ આપ એકલા પુસ્તકનું પૂજન કરો. પરસ્ત્રીનો સ્પર્શનજ થાય. સ્વામિનારાયણના આશ્રિત થયા પછી મારો નિયમ છે. જ્યારે રાજાએ સજોડે જ પૂજા કરવાનો આગ્રહ રાખ્યો ત્યારે ભટ્ટજીએ મક્કમતાપૂર્વક ના પાડી અને જણાવ્યું કે સજોડે પૂજા કરવી હોય તો બીજા બ્રાહ્મણ પાસે પૂજા કરાવો.
આમ કહી વ્યાસપીઠ પરથી ઉતરી શિવરામ ભટ્ટ ચાલી નીકળ્યા. આવી તેમની શ્રીજીમહારાજ પ્રત્યેની ઉપાસના અને ધર્મનિષ્ઠા દ્રઢ હતી.તેઓ સંસારમાં હોવા છતાં તેમને સંસારમાં ચિત્ત ચોટ્યું નહિ. સમજી વિચારીને સંસાર છોડી દીધો અને શ્રીહરિના ચરણે સેવામાં રહ્યા. તેથી જ શ્રીહરિના સહસ્ત્રનામસ્તોત્ર સર્વમંગલમાં ચરણ સેવકનું સ્થાન પામ્યા. શમયજતાં શ્રીહરિને હાથે ભાગતી દીક્ષા લઈને વર્ણી બન્યા. અખંડાનંદ વર્ણી નામ ધારીને ભગવત્સ્વરૂપના રસાસ્વાદને માણતા અખંડ આનંદ પરિપૂર્ણ થયા.
અખંડાનંદ વર્ણી વિદ્વાન હોવાથી તેમણે સંપ્રદાયની સાહિત્ય ક્ષેત્રે ઘણી સેવાઓ કરી. શ્રીજી મહારાજના લીલાચરિત્રોથી ભરપૂર અનેક ગ્રંથો તથા સ્તોત્રો રચ્યાં અને મહાપૂજા વિધિ તે પણ અખંડાનંદ વર્ણી વિરચિત “શ્રીહરિચરિત્ર” ગ્રંથમાંથી લેવાયેલી સંપ્રદાયમાં નવી પ્રણાલિકા પ્રમાણેની પૂજા વિધિ છે. આ મહાપૂજા અખંડાનંદ બ્રહ્મચારી અને યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીએ વડતાલમાં જ શરૂઆત કરાવી ત્યાર બાદ જેતપુરમાં અને જુનાગઢમાં પણ ચાલુ કરાવી.
શ્રીહરિએ વરતાલમાં બે આચાર્ય સ્થાપ્યા ત્યારે સદ્ગુરૂશ્રી અખંડાનંદવર્ણીને યાવત્જીવન આચાર્યશ્રી રઘુવીરજી મહારાજની સાથે રહેવુ કહ્યું હતું. શ્રીહરિચરિત્ર ગ્રંથમાં અખંડાનંદ વર્ણીની પ્રશંસાના શબ્દ સુમનો આલેખાયેલ છે.
‘‘મહાત્મા જે શ્રી અખંડાનંદ વર્ણી સદ્ગુણોની ખાણ હતા. રૂડી બુદ્ધિવાળા જ્ઞાનીપુરૂષોમાં તે સર્વોત્તમ ગણાતા તેઓ સહજ શાંત, ધીર અને કોમળ સ્વભાવના હતા. અક્ષરાધિપતિ પુરુષોત્તમની ભક્તિમાં એક નિષ્ઠા હતી. સર્વોપકારી સાધારણ જનતાને સમજણ આપવામાં ચતુર અને વૈરાગ્યને લીધે તેની ઘણી શોભા હતી. ભગવાન શ્રીહરિના ચરિત્ર સાંભળવામાં તેમને રાગ હતો. આ દુનિયામાં તેઓ સાધુતાની તો ચરમ સીમારૂપ હતા. ગુણોથી શ્રેષ્ઠ તેઓ અક્ષર પુરૂષથી પર શ્રીહરિનું યથાર્થ માહાત્મ્ય પૂર્ણ રીતે સમજતા હતા. તે સમજણ પણ શ્રીહરિની કૃપાથી તેમને પ્રાપ્ત થઈ હતી.’’
આવા સાધુતાની મૂર્તિ સમા શ્રીહરિના માળાના મણકા સમાન અખંડાનંદ વર્ણીના ચરણોમાં કોટિ કોટિ વંદન.
English
Akhanda Nandwari was Shivarram Bhatt of Sasiani village of Muladi taluka. His fathers name was Ratnasharma. Ratnasharma was a learned scholar of the Vedas and the scriptures. Shivram Bhatt had studied Javed and Shastras by staying with his father.
He was a priest of Rajkul in Limdi State, getting a good year from the state. They also tried to narrate the story of Shrimadbhagavat Puran.
When Shree Swaminarayan Sampradaya spread, his devotees called him Parabrahman. When the villagers called Jantar Mantar Cameli and Pankhi too. But Shivram Bhatt got the chance of satsang after applying the saints. In this case, King of Lymadi Harisinhji also heard the words of Aishwarya of the supernatural power of Lord Shree Swaminarayan. Some vicious conversations have been made by the villagers, so Raja sent Shivrambhat to Gandhapur to confirm that he had come to Shreeji Maharaj.
He asked Shreeji Maharaj for his eighteen (18) questions, from his birth, sex, birth to worship and spiritual liberation. Shriji Maharaj gave satisfactorily answers to his question and resolved his decision to make Parabrahman Paramatmanas determination. He also harnessed Shreeji Maharaj to give glory to Shreeji Maharaj to Harisinh Raja.
Shivram Bhatt was a Rajpura king of Harisinh, for him to have lessons, prayers, pilgrimage. Shivram Bhatt went to Shreeji Maharajs place of pilgrimage after the insistence of Raja in the court of the kingdom. Both the king and the queen came there to worship the book and worship Vyasa. That is why Bhatti said softly that Rajasaheb worshiped you alone. There is a touch of laughter. After the dependence of Swaminarayan, my rule is. When the king insisted on worshiping him, Bhattji did not accept it and said that worshiping the sangad should be worshiped with another Brahmin.
That is why, from the pulse, Shivraj Bhatt walked out. Such a worship and devotion to Shreeji Maharaj was strong. Though he was in the worldly life, he did not chit in the worldly life. He left the worldly life and kept on serving at the feet of Shri Lahiri. That is why he was replaced by Charan Kamal of Sarvanangal in the temple of Sriharri. Shreeji Maharaj came to Varanasi after taking initiation. Accepting the name of Akhandanand Varna, enjoying the enjoyment of Bhagavatswaram, the intense bliss is fulfilled.
Since Akhtarand is a learned scholar, he has done many services in the literature of the community. Shreeji Maharaj created many texts and hymns filled with greenery and Mahapooja Vidhi is also a new customary worship ceremony in the tradition taken from Akhtarand Varna, a non-fictional "Sree Charicharitra" script. The Mahapooja Akhandanand Brahmachari and Yogivivarya Gopalanand Swami started the work in Jantapur and also in Junagadh.
When Shree Hari founded two Acharya in Vartal, he told Sadguru Shree Akhandanwarwari to live with Yavat Jivan Acharyashree Raghubirji Maharaj. In the Siberian Charitra, the word Suman is praised by the word Akhandanand Vrani.
"Mahatma, who was a mine of virtues of Shri Akhandanand Varna. Those who were considered to be the best in the Rudy-intellectuals of the Gnani Purushas, they were instinctively calm, slow and lenient. There was a devotion in the worship of Aksharadhipati Purushottam. He had many talents due to Chatur and Vairagya to understand the common people. He had a rage to listen to Lord Shriharis character. In this world, they were at the peak of samadhi. The best of the virtues, they understood the true mastery of Shrihari on the character male. It was also understood by the grace of Shri Lahiri. "
Such is the goddess of such a goddess of Shririyri beads, like the beads of Akhandanand Varni on the feet of Koti Coti Vandan.