Sadguru Shree Adbhutanand Swami – (સદ્ગુરુ શ્રી અદ્ભૂતાનંદ સ્વામી)
ગુજરાતી
વૈરાગ્ય, ત્યાગ, સેવા અને સાધનાની પરાકાષ્ઠાએ પહોંચેલ સંતવર્ય શ્રી અદ્ભૂતાનંદ સ્વામીનું જીવન એક ઓજસ્વી સંતપુરુષને શોભે તેવું સાદુ, સરળ અને પૂર્ણ ભક્તિમય હતું. એમના જીવનની એક વિરલ ઘટના સંપ્રદાયના ઈતિહાસનાં પૃષ્ઠોમાં સુવર્ણા ક્ષરે લખાયેલી છે. અને એ ઘટનાએ છે કે વૈરાગ્યવેગની તીખી તલવારની ધારે માંડવા વચ્ચેથી એક ઝાટકે સંસારના બંધન કાપી મિંઢોળવાળા હાથમાં માળા લઈને શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયા હતા.
આવા મહાન સંતવર્યનું બાળપણનું નામ કલ્યાણદાસ હતું. પિતા સંઘા પટેલને ઘેર માતા દેવુબાઈની કૂખે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લાના લખતર પાસે આવેલ ‘‘કડુ’’ ગામમાં જન્મ ધારણ કરેલો. બાળપણથી જ સ્વામીશ્રી વિષયવિષથી દૂર રહ્યા હતા. તેમને મન સંસારના સુંદરમાં સુંદર ભોગ-પદાર્થો પણ તુચ્છ હતા. અલખની આરાધનાની પ્રબળ વાંછાથી સ્વામી સંવત્ ૧૮પર માં કારિયાણીમાં સદ્ગુરૂશ્રી રામાનંદ સ્વામીના આશ્રિત બન્યા. દિન પ્રતિદિન શુક્લ પક્ષના ચંદ્રવત્ તેમની ભક્તિની ચંદ્રાવલિ વધતી ગઈ. પ્રેમની સોડમ પથરાતી ગઈ, ભગવદિતર પદાર્થોમાંથી વૈરાગ્ય વેગે મન પાછું પડી ગયું, પણ ઉંમર થતાં માંડવે જવા તૈયાર થઈ ગયા. સપ્તપદીના સૂત્રો સાથે ફેરા ફરતા હતા ત્યાં શ્રીજી મહારાજનો કાગળ મામા અજા પટેલ પર આવ્યો.-
અજા જીવા વીરદાસ વળી, લાધા કાળા કમળશી મળી।
એહ સર્વે તજી ઘરબાર; થાજ્યો પરમહંસ નિરધાર॥
૧૮-૧૮ સત્સંગના માંધાતાઓ સંસાર સુખને ઠોકર મારીને મોહનને મળવા ચાલ્યા. ત્યારે ‘‘એહસર્વે’’ શબ્દમાં પોતે પણ આવી ગયા એમ માનીને આ કલ્યાણદાસ ફેરા ફરવા પડ્યા મૂકીને ભવના ફેરા છોડાવે એવા ભગવાન શ્રીહરિ સમક્ષ હાજર થયા. શ્રીજી મહારાજ ખૂબ ખૂબ રાજી થયા. પોતાની પાસે બોલાવીને પોતાના હાથે કલ્યાણદાસના હાથેથી મીંઢોળ છોડ્યું અને બોલ્યા કે, “તમે અદ્ભૂત કાર્ય કર્યું છે; માટે તમારુ નામ ‘‘અદ્ભૂતાનંદ સ્વામી’’ પાડીએ છીએ.”
સંત થયા પછી સ્વામી જગતથી ઉદાસી હોવા છતાં પ્રભુ પ્યાસી મુમુક્ષુઓના શ્રેય માટે સતત વિચરણ કરતા. નિષ્કુળાનંદ સ્વામીની સાથે સાથે વૈરાગ્યની વાતમાં જેમનું નામ આદર સાથે લેવાય છે એવા આ સ્વામીશ્રી ઘર-સંસારનું બંધન છોડી ખાનદેશમાં જ્યારે સત્સંગ વિચરણ કરતા ત્યારે રૂપ ગુણ-ઐશ્ચર્ય અને બ્રહ્મ વર્ચસ્વથી અંજાય ગયેલા કુંજબારી શહેરના રાજવી નારસિંહજીએ પોતાની બે કન્યાઓ અને કંઈક રાજ્ય સ્વામીને આપવાનો નિશ્ચય કરેલો. એ પ્રસંગે પણ માયાના ઘોર તમસમાં સ્વામીની વૈરાગ્ય વીજળીઓના ચમકારા જોવા મળે છે. સ્વામી રાતો રાત રાજદરબાર, રાજકન્યાઓ અને વૈભવનો ત્યાગ કરીને ત્યાંથી છુપી રીતે ભાગી ગયેલા.
આવી વૈરાગ્યની આગવી પ્રતિભા હોવા છતાં પાટીદારો ગામ તરીકે પ્રસિદ્ધ ‘‘વસો’’ નાંદોદ રાજ્યના ‘‘ભદામ’’, કંડારી, વેમારડી, ચોરંદા જેવા અનેક ગામોમાં સ્વામીએ સત્સંગના પાતાળ પાયા નાંખ્યા હતા. એટલું જ નહીં પણ દાયકાઓ સુધી ધોલેરા મંદિરના મહંતપદે રહીને સારી એવી સેવા કરેલી. લગભગ શ્રી હરિ સ્વધામ ગમનબાદ આસત્સંગને સૌથી મોટું છત્ર અદ્ભૂતાનંદ સ્વામીનું મળ્યું છે.
સંવત્ ૧૯ર૪ માં મુંબઈમાં આચાર્ય શ્રીભગવત્પ્રસાદજી મહારાજે પ્રતિષ્ઠા કરી ત્યારે સ્વામી સાથે હતાં એવો ઉલ્લેખ ‘‘આચાર્યોદય’’ ગ્રન્થમાં છે. એટલું જ નહીં, સં.૧૯૩પ માં આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ ગાદીએ આવ્યા. ત્યારે સ્વામીશ્રી અતિવૃદ્ધ હોવા છતાં તેમની સાથે પણ સત્સંગ વિચરણ કરતાં અને વિ.સં.૧૯૩૯ કાર્તિક સુદ-૧૪ ના દિવસે નંદસંતોમાં સૌથી લાંબુ આ સત્સંગને સુખ આપીને શ્રીજીની સામીપ્ય સેવામાં હાજર થયા.
English
It was a simple, simple and complete devotion to the life of Shri Adhyanand Swami, who came to the conclusion of Vairaji, renunciation, sce and sadhanaervi. A rare event in his life is written in Suvarna Kali in the pages of the history of the sect. And it is a matter of fact that with a tiny sword of Vairavyavag, one of the jagans of the Tigers crossed the bundle of the world and took a beggar in a handful of arms and reached Shreeji Maharaj.
Childhood name of such a great monk was Kalyandas. Father Sangha Patel was born in the village of Kadu, near the writing of Surendranagar district of Saurashtra, by mother Devubais wife. Swamishri was away from the subject matter since childhood. He was also miserable in the beautiful worldly life. From the powerful Vantha of Alikh, Lord Swaminarayan became the custodian of Sadguru Shri Ramanand Swami in Kariyan in Swami Samvat 18. Every day, the Moon of the Shukla Party increases the moonlight of their devotion. The love of love spreads away, from the bhavadaditar objects, the mind gradually fell back, but after age it became ready to go. Shreeji Maharajs paper came to Mama Aja Patel while Sara had been traveling with Saptapadi sources.
Aja jiva Veerdas too, got black black lotus.
Eh surveh abhil abhinabar; Tired of Paramhansa
18-18 Satsang mangatsa worldly life stops happiness and goes to meet Mohan. When the word "ehsarv" came in itself, it was believed that after leaving this Kalyanandas, he came to visit the Lord Shrihari, who was about to leave the world. Shreeji Maharaj was very much pleased. Calling upon himself, he left his hand with Kalyanandas hands and said, "You have done wonderful work; So your name is Adaptanand Swami.
Despite the sadness of the lord after the saint, Lord Prabhu continued to think about the merits of the seekers. Swamishri, with the help of Nishkulanand Swamiji, whose names are taken in the name of Vairagya, is left with the respect of Swamishri, the home and the world. In the Khandhans, when devoted to satsang, the devotees of Kumbhari, the ruler of Kumbhari, who came to know the attainment of Satsang and the Brahman ascendant, decided to give their two girls and some state lord. On this occasion, even in the gloom of Maya, the glory of the ascetic power of the Swamy is found. Swami spent the night leaving the Rajdarbar, Rajkanya and Vaibhav and escaped from there secretly.
In spite of being the masterpiece of such a Vairagya, Swamy has laid sidewalks of satsang in many villages like Vatsa Nandod States Bhadam, Kandari, Varmadi, Choranda, popularly known as Patidar village. Not only that, but for decades, the Mahantapada of the Dholera temple has been well served. Nearly Shri Hari Swamdham Gamanbad, the biggest umbrella of Aatsang has been found by Aashantanand Swamy.
When Acharya Shri Bhagwat Prasadji Maharaj made a dignified affair with Lord Swaminarayan in the year 1924, he had mentioned that "Acharyaaday" is in the Granth. Not only that, in the year 1913, Acharya Shri Vihari Lalji Maharaj came to the throne. Even when Swamishri was overwhelming, he started satsang with them and V.V.1939 Kartik Sud-14 on Nandasantan, the longest of these satsangs were given happiness and were present in the service of Shreeji.