Sadguru Shree Anandanand Varni – (સદ્ગુરૂ શ્રી આનંદાનંદ વર્ણી)
ગુજરાતી
ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં જીવનપર્યંત રહી કેવળ નિઃસ્વાર્થ ભાવથી અનેક કષ્ટો સહન કરીને મનુષ્યોના આત્યંતિક મોક્ષ માટે જ્ઞાનગંગાનો પ્રવાહ વહાવનાર સદ્ગુરૂ આનંદાનંદ બ્રહ્મચારીનો જન્મ સંવત્ ૧૮પ૪ના મહા સુદ પાંચમના દિવસે “મેઉ” ગામમાં થયો હતો. રામાનંદ સ્વામીની કરૂણાની વાદળી બેચરભાઈ પર વરસી અને તેમને પ્રસન્ન થઈ વરદાન દીધું હતું કે ‘‘તમારા આંગણે સનંદન નામના સનકાદિક અવતાર લેશે’’
તે આજે આર્ષવાણી સાચી પડીને દલસુખ રામનો પ્રાદુર્ભાવ થયો. બેચરભાઈએ પુત્ર રત્નના જાતકર્મ સંસ્કાર કર્યાને બ્રાહ્મણોને અન્ન વસ્ત્રાદિક ધનનાં દાન દીધાં. બેચર પંચોળીએ આઠ વર્ષની ઉંમરે ઉપવીત સંસ્કાર આપ્યાને પોતેજ તેમને વિદ્યાભ્યાસ કરાવ્યો. પૂર્વના બલિષ્ઠ સંસ્કારને લીધે ભગવાનમાં પ્રીતિ સહજ હતી અને સંસારથી નિઃસ્પૃહ હતા.
દલસુખ રામના મામા જગન્નાથ જેઓને રામાનંદ સ્વામીએ દીક્ષા આપીને મુકુન્દાનંદ વર્ણી નામ ધરાવ્યું હતું. આ પ્રસંગ પછી ભાણેજ દલસુખરામને શ્રીજી મહારાજનું સ્મરણ અખંડ થવા લાગ્યું.
એકવાર દલસુખ મામાનું ગામ મછિયાવના પાદરમાં વડ નીચે રમતા હતા. ત્યારે મહારાજ મછિયાવ ગામનાં પાદરમાં થઈને સંચર્યા. મહારાજે દલસુખને બોલાવી કહ્યુંકે અજાને ભૂખ લાગી તેથી રંગાફૂઈને કહો કંઈક જમવાનું લાવે.
દસ વરસના દલસુખ ઘેરજઈને ભોજન તૈયાર કરાવ્યું અને શ્રીજી મહારાજ તથા અન્ય સખાને સાચા હૃદયથી જમાડીને મહારાજની મૂર્તિને અંતરના ઓરડે સંઘરી. દલસુખ મહારાજને કહેઃ પ્રભુ! હવે મારો હાથ ઝાલી લ્યો હું આપના શરણે છું. મહારાજ કહે માતા-પિતાની રજા લઈ આવો, ત્યારે દલસુખ મેઉ ગામમાં જઈ માતાપિતાની રજા લઈને તેમણે સંવત્ ૧૮૬૪માં ગૃહત્યાગ કર્યો અને ગઢડે ગયા. મહારાજે દલસુખ રામને ત્યાગીની દીક્ષા પ્રદાન કરી “આનંદાનંદ વર્ણી” નામ રાખ્યું. દીક્ષા પછી આનંદાનંદ વર્ણી શ્રીજી મહારાજની સેવામાં મામા મૂળજી બ્રહ્મચારી સાથે જોડાઈ ગયા.
આનંદાનંદ વર્ણી નિષ્કામ વર્તમાનમાં અજોડ હોવાથી મહારાજે લોયા પંચાળાની સભામાં ઉભા કરી તેમની પ્રસંશા કરી છાતીમાં ચરણાર્વિંદ આપ્યા હતા. અને આનંદા નંદ બ્રહ્મચારી, સદ્ગુરૂ વાસુદેવા નંદ બ્રહ્મચારી, વૈકુંઠાનંદ બ્રહ્મચારી તથા સદગુરૂ ગોવિંદાનંદ બ્રહ્મચારી આ ચારે સનકાદિકની જોડ છે એમ કહી મહારાજે તેમની આરતી ઉતારી હતી.
અમદાવાદ મંદિર થતા તેઓએ સાત વર્ષ સુધી નરનારાયણદેવની પૂજારી તરીકે સેવા કરીને બાર વર્ષ સુધી ગુણાતીતાનંદ સ્વામી સાથે રહ્યા. ત્યારબાદ જૂનાગઢનું પાણી માફક ન આવવાથી ત્યાર પછીનો જીવનકાળ ગઢપુરમાં રહીને વ્યતીત કર્યો. મહાપૂજામાં આનંદા નંદ વર્ણીને યજૂર્વેદ ધારણ કરનારા એમ કહીને સંબોધ્યા છે.
પોતાના નૈષ્ઠિક બ્રહ્મચર્યથી પ્રભુની પ્રસન્નતા મેળવનાર, નિર્મળ નયનોમાં અલબેલાને આવકાર આપી અંતરમાં પ્રેમનો પમરાટ ફેલાવનાર સદ્ગુરૂ આનંદાનંદ વર્ણીનાં ચરણોમાં શતશઃ પ્રણામ…
English
Sadguru Anandanand Brahmachari was born in "Mau" village on the occasion of Maha Sud 5th of Sankranta 185, for the extreme mood of mankind by enduring many miseries with selfless self-indulgence and devotion to Lord Swaminarayan. Ramanand Swami, on the blackness of Karunnas blue bishar bhai and blessed him that he would take a sankad named "Sanandan on your forehead".
It is true that todays rishty came true and Dalsukh Ram was born. Becharbhai donated sons jewelery to the Brahmins by sacrificing his sons ritual karmic ceremony. At the age of eight, Bytech Pancholi, after giving a holy ritual, gave him a scholarship. Because of the sacrificial rituals of the East, love was inherent in God and there was nirvana from worldly life.
Dasasuk Rams Mama Jagannath who was given the name of Mukundanand Varni by Ramanand Swami. After this event, the memory of Shriji Maharaj began to become intact in Bhanja Dulasukharam.
Once upon a time, Dalsukh was playing under the head of Mamas village Maawiv. Then Maharaj went through the palanquin of the village. Maharaj called Dalsukh and said that the hunger was hungry so tell Rangafu to bring a meal.
Ten years old Dalusukh made a meal and prepared Shreeji Maharaj and other devotees with a true heart and saved the statue of Lord Maharaj at a distance. Dalsukh Maharaj says: Lord! Now I take my hand and I surrender you. Maharaj said, take the parents leave, then they went to the village of Dalsukh Maau and took a leave of their parents and took them home in 1864 and went to Gadhde. Maharaj Dulukk Rama gave the initiation of Tyagi and named it "Anandanand Vrine". After the initiation, Anandanand Varna joined Mama Mulji Brahmachari in the service of Shriji Maharaj.
Anandanand Vaari Nikshana is presently unrivaled, and Maharaj loya stood in the chair of Panchal and praised him for giving chest in the chest. And Anand Nand Brahmachari, Sadguru Vasudeva Nand Brahmachari, Vaikunthanand Brahmachari and Sadguru Govindanand Brahmachari are the four pairs of Sankadik, Maharaj said that his ancestry was removed.
At the temple of Ahmedabad, he served as a priest of Naranayana Deva for seven years and stayed with Gunatitanand Swami for twelve years. After that, Junagadhs water did not come in the way, then the next life was spent in Gadhapur. In the Mahapooja, Ananda Narada Vrani has been addressed as saying that Yugurevada was assumed.
In the footsteps of Sadguru Anandanand Varni, who spread the love of love in the heart of Nirmal Nayana, who received Gods approval of his selfless brahmacharya, Prasham.