Sadguru Shree Bhagavdanand Swami – (સદ્ગુરુ શ્રી ભગવદાનંદ સ્વામી)
ગુજરાતી
વચનામૃતના પાને સ્વયં શ્રીજી મહારાજને મુખે નાના સંતોમાંથી મોટા સંતોની પંક્તિમાં સ્થાન મેળવનાર સદ્ગુરૂશ્રી ભગવદાનંદ સ્વામી, મહાવિદ્યાધર છતાં શ્રીહરિની સર્વોપરિપણાની ઉપાસનાની દ્રઢ નિષ્ઠાવાળા પંડિતાગ્રગણ્ય સદ્ગુરૂશ્રી નિત્યાનંદ સ્વામીના અગ્રગણ્ય શિષ્ય હતા. તેમની સાધુતા અને સદ્ગુણોનો શણગાર જોઈને સ્વયં શ્રીહરિની આંખો ઠરતી. તેમનું નામ સાંભળતાં જ પ્રતિવાદિ પંડિતો અવાક્ રહી જતા, છતાં સત્સંગમાં તેઓ સદાય દાસભાવે વર્તતા એટલે જ ગઢડા પ્રથમના ૭૮માં વચનામૃતના પાને તેમણે સ્થાન મેળવ્યું છે. છતાં તેમના જીવન-કવનની “ઈદમિત્ત્થમ્” કહી શકાય તેવી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી પણ તેમના વૈદુષ્યના દસ્તાવેજ જેવો એક પ્રસંગ ઇતિહાસના પાનાઓમાં લખાયેલો છે.
વિ.સં. ૧૯૦૫ માં અમદાવાદમાં જીજ્ઞાસા કે તર્કથી નહિ પણ દ્વેષથી પીડાતા પંડિતોની મંડળી ભેળી મળીને આવી. જો સ્વામિનારાયણ સંપ્રદાય અવૈદિક ઠરાવીએ તો જ આપણે સાચા પંડિતો. મંદિરમાં આવીને શાસ્ત્રાર્થ માટે પડકાર કર્યો. પ્રસંગોપાત પંડિતોના કમનસીબે તે સમયે ત્યાં વિદ્વદ્વરેણ્ય નિત્યાનંદ સ્વામી મંડળ સહિત હાજર હતા. એટલે સંતોને સૌને હૈયે સંતોષ હતો પણ નિત્યાનંદ મુનિના શિષ્ય ભગવદાનંદ સ્વામી ખરા અર્થમાં ગુરૂ કરતા સવાયા હતા.
તેમણે પોતાના વૈદુષ્ય અને શાસ્ત્રાનુગત તર્ક પરંપરાથી પંડિતોના મોઢા સીવી લીધા. સ્વામિનારાયણ સંપ્રદાય અવૈદિક છે તેવી પંડિતોની પોકળ દલીલોને ભગવદાનંદ સ્વામીએ આંકડાંના તૂૂરની જેમ હવામાં ઉડાડી દીધી અને સામી છાતીએ સ્વામીએ પ્રશ્નોની ઝડી વરસાવી ત્યારે પંડિતો સ્તબ્ધ થઈ ગયા અને કાન પકડીને જતા રહ્યા. એામ સ્વામીએ ગુરૂદેવ સુધી પહોંચાડ્યા વિના જ સંપ્રદાયની વૈદિકતાનો ધ્વજ લહેરાવ્યો હતો.
આ ઉપરાંત તેમના વૈદુષ્યનો એક બીજો પ્રસંગ પણ નોંધાયો છે. નાવલીના લાલ દાસને શ્રી હરિએ વનવિચરણ દરમ્યાન વરદાન આપેલું છે કે, તમારે ત્યાં એક મહાન ભક્ત જન્મ લેશે.” શમય જતા તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો અને તેનું નામ “કાશીદાસ” રાખ્યું. નાવલીમાં આર્ય સમાજના પ્રભુત્વમાં કાશીદાસ અંજાય ગયા અને નિરાકાર વાદિ થઈ ગયેલા પણ જ્યારે તેને ભગવદાનંદ સ્વામીનો ભેટો થયો. સ્વામીએ મૂર્તિ પૂજા વિરોધી તમામ પ્રશ્નોનો શાસ્ત્રીય ઉત્તર આપીને સમજાવીને કાશીદાસને શ્રીહરિના આશ્રિત કરેલા. સમય જતા આ કાશી દાસે તેમણે સંતો-ભક્તો સાથે આચાર્ય શ્રીરઘુવીરજી મહારાજને નાવલીમાં પધરાવીને નોંધપાત્ર સેવા કરેલી.
આમ પોતાના વૈદુષ્યને સત્સંગના દિગ્વિજ્ય માટે વાપરનાર, વચનામૃતના પાને સ્વયં શ્રીજીના મુખે પ્રશંસા પામનાર સંતશ્રી ભગવદાનંદ સ્વામીના ચરણે કોટિ કોટિ વંદન..
English
Sadguru Shree Bhagwadanand Swami, who attained the status of the big saints from the small saints on the face of Lord Swaminarayan himself, was the leading disciple of Sadguru Nityanand Swami, a devoted and devoted scholar of devotion to Lord Harivar. Seeing the beauty of their sadness and the beauty of their eyes, Sriharri eyes have been fixed. Despite hearing his name, the pundits remained unacceptable, yet they always took the place of Vachanamrut in the 78th of Gadhada First, due to their conduct in satsang. Although no specific information could be found to be called "Eidmiththam" of his life, but an occasion like his documentary document is written in the pages of history.
VS.N. In 1905, a group of Pandits came together in Ahmedabad, not with curiosity or logic but with hate. If only Swaminarayan Sampradaya is considered non-indigenous then we should be true pundits. Come to the temple and challenge for the scriptures. Unfortunately, there were occasional pundits present at that time with Vidyavavaranya Nityanand Swami Mandal. So the saints were satisfied with all, but Nityanand Munis disciple Bhagwadanand Swami was able to become a guru in the true sense.
He took the pundits mouth cavity from his scientific and scientific reasoning tradition. Bhagwadanand Swami, like Swaminarayan Sampradaya, is a non-indigenous person, he has blown up the horror of the sky like a turtle of the earth, and when Swamy started flaming the questions, the pundits got aghast and kept going with their ear. The Om Swami used to flag the Vedic script of the sect without reaching Gurudev.
Apart from this, there has been another occasion for their sadism. Navari Lal Das has given a blessing during the devise of Shri Hari, that a great devotee will be born there. "On his return, son Ratna was born and named him Kashidas. In Navali, under the influence of the Arya Samaj, Kashidas went to Anjaay and became innocent, but when he got the gift of Bhagwadanand Swami. The Swami asked the Kashidas as a Shree Lahiri based on the classical answer to all the questions related to idol worship. In time, this Kashi Das performed a considerable amount of service to the Acharya Shri Raghuvveerji Maharaj in Navali with the devotees.
Thus, the person who uses his sages for the satsang, is worshiped on the feet of Sankranti Bhagwadanand Swamya, who is praised on the face of Lord Vishnamand Swami.