Shree Bhaktidevi – (શ્રી ભક્તિદેવી)
ગુજરાતી
જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે ત્યાં સુધી ગ્રન્થકારો, વક્તાઓ, સંતજનો માતા ભક્તિદેવીના ગુણગાન કરશે. કારણકે તેમણે સર્વાવતારી શ્રીહરિની ‘‘માતા’’ બનવાનું ગૌરવ પ્રાપ્ત કરેલું. માતા ભક્તિદેવીનો જન્મછપૈયા ગામમાં, કૃષ્ણશર્માના આંગણે માઁ ભવાનીની કૂખે સંવત્ ૧૭૯૮ ના કારતક સુદ પૂનમના દિવસે થયેલો. તેમનું બાળપણનું નામ મૂર્તિદેવી હતું. વિચાર, વાણીઅને વર્તનથી મૂર્તિદેવી સામાન્ય બાળકીઓથી જુદા જ તરી આવતા. છપૈયાની ગલીઓમાં રમવા કરતાં મંદિરોમાં જઈને બેસવામાં અને હરિકથામાં વધારે રૂચિ હતી. તેમનું રમણ સ્થાન એજ છપૈયાની ભૂમિ બનેલું જે છપૈયામાં સ્વયં શ્રીહરિ પધારવાના છે.
આ દૈવી ગુણોથી યુક્ત દીકરીને યોગ્ય ઘર મળશે કે કેમ? માત-પિતાની આ મૂંઝવણનો અંત દેવ ઈચ્છાએ આવ્યો; તે પણ ધાર્યા કરતા વધુ સુખદ. મૂર્તિદેવીના વિવાહ ઈટારના બાલશર્માના સુપુત્ર શ્રીદેવશર્મા (ધર્મદેવ) જેવા વિચક્ષણ પ્રતિભા સંપન્ન વિદ્વાન યુવક સાથે લેવાયા. વિવાહ સંસ્કાર સંપન્ન થયા પછી મૂર્તિદેવીનાં માતા પિતાના અનુરોધથી ધર્મદેવ ઘર જમાઈ રહ્યાં.
છપૈયાની ગલીઓમાં ધર્મદેવની દેવતાઈ ક્રાંતિ વ્યાપવા લાગી. પતિ-પત્ની શાંતિપૂર્વક શાસ્ત્ર મર્યાદાનુસાર જીવન વ્યતીત કરતાં કરતાં ઈશ્વર ભજન કરતા. સમય જતાં માતા ભક્તિની કૂખે સંકષર્ણના અવતાર એવા રામપ્રતાપજીનો જન્મ થયો. ધર્મદેવની કીર્તિ અને ક્રાંતિથી કંટાળી ગયેલા કુબુદ્ધિ કૂડિયા લોકોના કૂડકપટ ધર્મદેવના પરિવારને ત્રસ્ત કરવા લાગ્યા. શીલ અને આચારથી પવિત્ર પરિવારને આંગણે આવી અવળચંડા લોકો ભિક્ષાની યાચના કરતા. ત્યારે ભક્તિદેવીનું હૈયું ભરાઈ આવતું. પતિધર્મદેવની આગળ પોતાની કરૂણતા કહેતાં કહેતાં આ દેવી રડી પડતાં.. પણ તેને ક્યાં ખબર હતી કે કુદરત કંચનને તાવી રહ્યો છે..
એક દિવસ માતાભક્તિના જીવનમાં વિધાતા બ્રહ્માને આશ્ચર્ય થાય એવો સુખનો સૂર્યોદય થયો. વૈશાખ શુક્લ એકાદશીની રાત્રીએ જાગરણ કરતા આ દંપતિ અને ઋષિઓને શ્રીકૃષ્ણચંદ્રે બાળ સ્વરૂપે પ્રગટ થવાનું વચન આપ્યું. અશ્વત્થામા જેવા દુરાત્માએ આપેલા શાપને મિથ્યા કરતા ચૈત્ર શુક્લ નવમીની રાત્રે દેવહુતિ જેવી કાંતિમતિ માતા ભક્તિદેવીએ બીજાપુત્રને જન્મ આપ્યો.ભક્તિદેવીના દ્વિતીય પુત્ર એ જ આપણા ઈષ્ટદેવ બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજ. સબ દુઃખ દર્દની દવા મળી ગઈ.
જ્યાં પરબ્રહ્મનાં પગલાં થાય ત્યાં કઈ વાતની કસર હોય! લક્ષ્મી સ્વયં આ પરિવારમાં આવીને વસ્યા બાળપ્રભુની બાલ્યોચિત લીલાઓની સાથે સાથે ક્યારેક ક્યારેક દિવ્ય ચરિત્રોની દ્રષ્ટા, સાક્ષીમાતા ભક્તિ દુઃખોને ભૂલીને જીવભરીને પ્રભુ પ્યારનું સુખ લેવા લાગ્યા. ત્યાંપણ અસુરોનો ખૂબ ઉપદ્રવ થવાથી તેઓ અયોધ્યા જઈને રહ્યા, ત્યાર પછી તેમની કૂખે ત્રીજા પુત્ર શ્રી ઈચ્છારામજીનો જન્મ થયો છતાં તેમને વચેટ ઘનશ્યામમાં કંઈક અલૌકિક પ્રીતિ હતી. અનેકવિધ બાળચરિત્રોથી સુખ આપીને બાળપ્રભ ુશ્રીઘનશ્યામ મહારાજે માતા ભક્તિદેવીને બીમારીમાં હરિગીતાનો ઉપદેશ આપ્યો અને અંતે અક્ષરધામનું દિવ્ય દર્શન કરાવી સ્વસ્વરૂપનું જ્ઞાન આપ્યું. અને દુર્વાસાના શાપથી મુક્ત કરીને ધામ પણ આપ્યું.
English
As long as the sun and moon are there, the granthists, the speakers, the mother of the saint will sing the devotional devotional devotion. Because he has the pride of becoming the survivor of Sri Lahiris "mother". Mother Bhaktivedi was born on the day of Kartak Sud Poonam in the year 1798, in the village of Shepaiya, in the courtyard of Krishna, Maa Bhavani. His childhood name was idolatry. By thought, speech and behavior, idol worshipers are different from ordinary girls. In Chhapaiya streets, there was more interest in sitting in the temples and living in the halls. His place of worship is made up of the land of Chapayei, which is going to become selfless in Chhapaiyya.
Will this daughter of goddess be given a suitable home? God willing to end this confusion; Its even more pleasant than expected. Idol talent such as Shree Devsharma (Dharmadev), the son of Balsharma of the family of idol Itar It is taken with an accomplished scholar. After completing the marriage ceremony, Dharmadev became home with the request of the mother of the idol of Lord Vishnu.
In the streets of Chhapaiya, the goddess of Dharmadev began to develop revolution. The husband and wife quietly worship God rather than living life. Over time, Ram Pratapaji was born in the form of an incarnation of mother worship. Due to the glorification of Dharmadev and the revolution, Kudya Koodya began to mislead the people of Dhuddevs family. Sheikh and the conduct of the holy family, in front of such unrepentant people to beggary solicited. Then Bhakti devi was filled with gratitude. This goddess cried as she said her husband before her husband, but she knew that nature was knocking on the ground.
One day, there was a sunny day in the life of a mother who was surprised by Brahma. On the night of Vaishakh Shukla Ekadashi, the couple and the Rishis promised to manifest in the form of a child Shrikrishna Chandra. Kirtimati mother, goddess Hanuman, gave birth to a second son, on the night of Chaitra Shukla ninth on the night of Goddess Durga. The only son of Bhaktivedi is our devotional child, Shree Ghanshyam Maharaj. Sub-pain pain medication has been found.
Where is the effect of Parabrahmas action? Lakshmi himself came to this family and settled with the childhood lover of the childhood, and sometimes the devotees of Divine characters, the devotees of the devotees, started worshiping the Lord by forgetting the misery. There, too, when they went to Ayodhya after the heavy annoyance of the Asuras, their son was born as the third son, Mr. Ichcharamaji, though he had some supernatural love in Vachat Ghanshyam. After giving happiness to various childhood children, Shree Swaminarayan Maharaj gave a hymn to Mother Bhaktidi and illuminated Akshardhams divine vision and gave a sense of self-realization. He also provided free from the scourge of dishonesty.