Shree Buddha Avatar – (શ્રી બુદ્ધ અવતાર)
ગુજરાતી
દૈત્યોને વ્યામોહિત કરવા દેવ-માનવોની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુએ ગયાપાસે “ક્રીકટ” ગામમાં અજિન નામના પોતાના પ્રિય ભક્તને ત્યાં અવતાર ધારણ કર્યો અને બુદ્ધ નામે પ્રસિદ્ધ થયા.
ભગવાન શ્રીકૃષ્ણના સ્વધામ ગમનબાદ હજારો વર્ષ પછી ભગવાન શ્રી બુદ્ધે અવતાર ધારણ કર્યો હતો. તેમનું મુખ્ય કાર્ય યજ્ઞ દ્વારા સામર્થ્ય મેળવી શક્તિનો દુરુપયોગ કરનારા દૈત્યોને યજ્ઞથી વિમુખ કરવાનો હતો.
ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં જોતા એમ જાણવા મળે છે કે એકવાર દૈત્યોએ મિત્રભાવે ઈન્દ્રને પૂછ્યું કે : અમારું રાજ્ય તંત્ર સુસ્થિર રહે તેનો શો ઉપાય! ત્યારે ઈન્દ્ર કહે-વૈદિક વિધિ વિધાન પ્રમાણે યજ્ઞા નુષ્ઠાન કરો. દૈત્યોએ ઈન્દ્રની સલાહને અનુભૂતિની એરણે ચડાવી. શક્તિ પ્રાપ્તિના વૈદિકા નુષ્ઠાનો કર્યા. તેમાં સફળતા મળતા વધુ ઊંડાં ઉતર્યા અને રાજ્ય સુખ-સમૃધ્ધિ અને પ્રજાની પ્રબળ વૃદ્ધિ થઈ, તેના કરણે પણ દૈત્યોનો ગર્વ વધી ગયો.
દેવોની શક્તિની ચાવી પણ હવે તો આપણી પાસે છે. હવે આપણું કોણ બગાડી શકશે. એમ મદ મસ્ત દૈત્યો શક્તિનો ઉપયોગ દૈવી શક્તિઓના નાશ માટે કરવા લાગ્યા ત્યારે દેવતાઓએ ભગવાનની આર્તસ્વરે ગદ્ ગદ્ કંઠે સ્તુતિ કરી. ભગવાને દેવતાઓને વરદાન આપ્યું અને તે વરદાનને સત્ય કરવા તેમણે બુદ્ધાવતાર ધારણ કરવો પડ્યો. બુદ્ધાવતાર ધારણ કરીને ભગવાને દૈત્યોને મોહિત કર્યા. સદ્ધર્મનો ત્યાગ કરાવ્યો. યજ્ઞાદિક વિધિ છોડતા દૈત્યોની શક્તિ પુન : ક્ષીણ થઈ ગઈ. અને પ્રજાને રંજાડતા રહ્યા. પરિણામે રાજ્યસત્તા ન બળી પડી ગઈ અને દેવોએ ચડાઈ કરીને રાજ્ય લઈ લીધું.
આમ દેવોની પ્રાર્થનાથી દૈત્યોને મોહિત કરવા ભગવાને બુદ્ધાવતાર ધારણ કર્યો હતો.
English
Lord Vishnu worshiped the devotees of Ajin in the village of "Cricut" on the Gaya by worshiping God and the people to liberate the demons and became famous in the name of Buddha.
After thousands of years after Lord Swaminarayans self-indulgence, Lord Buddha embraced the Avatar. His main task was to overcome the sacrifice of the deities who used to take power through the yagna and misuse the power.
Looking at the perspective of history, it is known that once the angels asked Indra that: Our state machinery remains stable, show remedy! Then say Indra, according to the Vedic rituals, do yoga. The angels embarked on the realization of Indras advice. The Vedika hymns of Shakti Upadhya. Success in it has deepened and the states prosperity and the growth of the people have increased, and the pride of the demons has also increased.
We now have the keys to the power of the gods. Who can spoil us now? When the devotees used to use the power to destroy the powers of the divine, the gods praised God with the help of Goddess Kanth. God gave blessings to the gods and he had to put Buddha in order to prove the blessing. God took the Buddawatara and convinced the demons. Siddharam has been abandoned. The power of the deities leaving the yagya ritual is receding. And the people continue to rage. As a result, the state government did not burn, and the gods started to invade the kingdom.
Thus Lord Brahma was assumed to worship the demons through the prayers of the gods.