Sadguru Shree Chaitanyanand Swami – (સદ્ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી)
ગુજરાતી
ભગવાન સ્વામિનારાયણ સંવત્ ૧૮પ૮ ની સાલમાં જેતપુરમાં ગાદીએ બેસી પોતાના અદ્ભુત ઐશ્વર્યના પ્રભાવથી હજારો લોકોને પોતાના આશ્રિત કર્યા તથા અનેક મુમુક્ષુ વિદ્વાનોને ભાગવતી દીક્ષા આપી સાચા બ્રહ્મવિદ્યાના ઉપાસક બનાવ્યા. તેમાના એક સદ્ગુરૂ ચૈતન્યાનંદ સ્વામી ઉત્તરપ્રદેશમાં અવધ રાજ્યના નિવાસી વિદ્વાન બ્રાહ્મણ હતા.
એકવાર તેઓ બે બ્રાહ્મણ સાથે દ્વારકાની યાત્રા કરવાના નિમિત્તે તીર્થાટન કરતા ડાકોર આવ્યા. ડાકોરમાં શ્રીહરિનો દિવ્ય પ્રતાપ સાંભળી તેઓ દ્વારકા રવાના થયા. ત્યાં ચાલતા ચાલતા સૌરાષ્ટ્રમાં ભાદર નદીને કિનારે આવ્યા. તે સમયે શ્રીહરિ જૂનાગઢથી ગઢડા તરફ જઈ રહ્યા હતા. પ્રાતઃકાળનો સમય થયો હોવાથી શ્રીહરિ તથા સંતો-પાર્ષદો ભાદર નદીમાં સ્નાન-પૂજાપાઠમાંથી નિવૃત્ત થઈને શ્રીહરિ સન્મુખ બેઠા. આદૃશ્ય જોઈને બ્રાહ્મણને થયું કે આજ સ્વામિનારાયણ ભગવાન હોવા જોઈએ.
અણધાર્યા પ્રભુના દર્શન થતાં ઘણો આનંદ પામી અત્યંત શ્રધ્ધાથી શ્રીહરિ પાસે ગયા. શ્રીહરિએ જ્ઞાનગંગાની સરવાણી વહાવી. મહારાજની વણથંભી વાણી સાંભળીને ત્રણે બ્રાહ્મણોને સમાધિ થઈ. સમાધિમાં રામચંદ્રરૂપે શ્રીહરિના દર્શન થયા. શ્રીહરિનો જ્ઞાનોપદેશ સાંભળી તથા સમાધિમાં દર્શન થવાથી શ્રીહરિને ભગવાન માની તેમની સ્તુતિ પ્રાર્થના કરી. એા ત્રણ બ્રાહ્મણોમાંથી એક મુમુક્ષુ બ્રાહ્મણ દ્વારકાની યાત્રા છોડી શ્રીહરિ સાથે રહેવાનો દૃઢ નિર્ણય કરી સંતો સાથે ગઢડા આવ્યા. ત્યાં મહારાજે તેમને સાધુ દીક્ષા આપી ‘‘ચૈતન્યાનંદ સ્વામી’’ એવું શુભ નામાભિધાન કર્યું.
ચૈતન્યાનંદ સ્વામી પ્રથમથી સંસ્કૃત ભણેલા અને શાસ્ત્ર પુરાણના ઊંડા અભ્યાસી હતા. ધર્મનિયમ પાળવા પળાવવાના આગ્રહવાળા, વ્યવહાર કુશળ અને સત્સંગ કરાવવામાં ખૂબ જ શ્રધ્ધાવાળા હતા. તેથી મહારાજે પોતાના દર્શન કરવા આવતા સત્સંગીઓને કથાવાર્તા કરવા નિમ્યા હતા.
શ્રીજી મહારાજે દંઢાવ્ય પ્રદેશનાં આદરજ ગામમાં સંવત ૧૮૭ર ની સાલમાં જ્યારે અન્નકુટનો સમૈયો કર્યો ત્યારે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી; આ ચાર સંતોને સૌ પ્રથમ સદ્ગુરૂ તરીકે નીમ્યા હતા. શ્રીહરિએ ધોલેરા મંદિરમાં સ્વામીને સેવા કરવા નિમ્યા હતા.
શ્રીહરિ સ્વધામ ગયા પછી ચૈતન્યા નંદ સ્વામી પ્રતિદિન ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ કરવા જતા. જ્યારે ગોપાળાનંદ સ્વામી અક્ષરવાસી થયા. ત્યારે તેઓ સદ્ગુરૂ ગુણાતીતા નંદ સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ જતા અને સ્વામીનો મહિમા સારી રીતે સમજતા. સ્વામી સંસ્કૃતના સારા વિદ્વાન હતા તેથી તેમણે સદ્ગુરુ ગુણાતીતા નંદ સ્વામી અને ગોંડલના મહારાજા સંગ્રામજી બાપુનો સંવાદ લખી ‘‘જ્ઞાન વિલાસ’’ નામનો ગ્રંથ બનાવ્યો છે. ‘‘ચૈતન્યા નંદ સ્વામીએ જેમ, રચ્યો જ્ઞાન વિલાસ છે તેમ’’ જ્ઞાનવિદ્યા અને ઉપદેશથી સત્સંગને સીંચિત કરતા થકાસદાને માટે શ્રીહરિના કૃપા પાત્ર થનાર ચૈતન્યા નંદ સ્વામીના ચરણોમાં વંદન…
English
Lord Swaminarayan Samvat in 1858, in the city of Jetpur sit on the throne of his wonderful Aishwarya, he trusted thousands of people and initiated divorced many scholarly scholars and made worshipers of the true Brahmavidyas. One of them, Sadguru Chaitiananand Swami was a resident scholar of Awad state in Uttar Pradesh.
Once he came to Dakor from Tirthaton on the occasion of a pilgrimage to Dwarka with two Brahmins. When he heard the divine power of Shree Lahiri in Dakor, he left for Dwarka. There, running Saurashtra came to the banks of the river Bhadar. At that time, Shrihari was going from Junagadh to Gadhada. Because of the time of pre-Christian times, Shrihari and Santosh-Parsodha sat in front of Shreehii after retiring from bath-worship in river Bhadar. Seeing Aditya, Brahman realized that Swaminarayan should be God.
After seeing the Lord of unexpected Lord, he came to Shrihari with great faith. Sriharri boasted of Gurga Ganga. After listening to the harsh words of Maharaj, three brahmins came to Samadhi. Ramachandra has received Darshan of Srihari in Samadhi. Shri Hari had heard the Gnanapadesh and after seeing Darshan in Samadhi, Lord Hanuman prayed to him for praising God. One of the three Brahmins left the pilgrimage to Dwarka and went to Gadhada with the saints. There, Maharaj gave him a monk and gave a good name to "Chaitiananand Swami".
Chaitiananand Swami was a professor of Sanskrit Studies and a deep scholar of Shastra Purana. Inspired to practice religion, they were very much devoted to practice and to practice satsang. So Maharaj decided to do satsangi to do his darshan.
Shreeji Maharaj, in the village of Adaraj in Dandavya region, during 187 years, while making an oath of Annakut, Muktanand Swami, Nityanand Swami, Brahmanand Swami and Chaitiananand Swami; These four saints were first appointed as Sadguru. Shrihari had arranged for Swami in the Dholera temple.
After going to Shreehari Swadham, Chaitanya Nand Swami went to sap sapatin of Gopalanand Swami. When Gopalanand Swami became the founder. Then he went to Junagadh to understand Sadguru Gunati Nand Swamiji and understand the glory of Swamy. Swami was a good scholar of Sanskrit, so he wrote a treatise by "Sadguru Gunitya Nand Swami" and Maharaja Sangramji Bapu of Gondal, "Gyan Vilaas". "Chaitanya Nand Swami is like a Gyan Vilaas", "Vandan in the footsteps of Chaitanya Nand Swami, who will be pleased with Srihari, for the purpose of teaching sages with knowledge and teachings