Bhaktraj Shree Dadakhachar – (ભક્તરાજ શ્રી દાદાખાચર)
ગુજરાતી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં તન-મન-ધન સમર્પિત કરીને સાંપ્રદાયિક વિકાસના આધાર સ્તંભ રૂપ બનેલા અનન્ય નિષ્ઠાવાન ગૃહસ્થ ભક્તોમાં સૌથી આદર્શ અને અદ્વિતીય વ્યક્તિત્ત્વ પ્રતિભા સમ્પન્ન ભક્તરાજ એટલે શ્રી દાદાખાચર.
શ્રી દાદાખાચર ગઢપુરના દરબાર શ્રી એભલ બાપુના એકમાત્ર કુળદીપક પુત્ર હતા. તેમની કર્મભૂમિ ગઢપુર હતી. વિ.સં. ૧૮પ૭ પોષ વદ છઠના દિવસે માતા સોમ પ્રભાની પવિત્ર કૂખે તેમણે ગઢપુરની ધરાને કર્મ ભૂમિ તરીકે સ્વીકારી. તેમનું નામ ‘‘ઉત્તમ’’ હતું છતાં વ્હાલમાં તેમને સૌ ‘‘દાદાખાચર’’ કહેતા.
વિ.સં.૧૮૬૧ માં કારિયાણીમાં વસંતોત્સવ કરીને ભગવાનશ્રી સ્વામિનારાયણ ગઢડા પધાર્યા. એભલ બાપુના પરિવારે તેમનું ભવ્ય સ્વાગત કર્યુ એટલું જ નહિ ઘરબાર સમર્પિત કર્યા અને દાસત્વ સ્વીકાર્યુ.શ્રી હરિએ પણ આ ગઢડાને પોતાના નિવાસ સ્થાન તરીકે સ્વીકાર્યું.
શ્રી હરિની સામે જ દાદાખાચરનો બાલ્યકાળ વ્યતીત થતો હયો. શ્રીહરિ ગઢપુર આવ્યા ત્યારે તેમની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી પણ ભક્તિ પ્રહલાદ કરતા ચડિયાતી, તેથી શ્રીહરિના અનન્ય ભક્તોમાં જ નહીં અંગ્રેજ ગવર્નર સુધી તેઓ કચેરીઓમાં પણ તેમનું નામ શ્રી હરિના ભક્ત તરીકે ગુંજતું થયેલું. દાદાખાચર એવા ભક્ત છે જેમના શિક્ષણ, વ્યવહાર કે અધ્યાત્મમાં સ્વયં શ્રીજી મહારાજ વડીલની ભૂમિકા અદા કરતા અને માર્ગદર્શન આપતા.
દાદાખાચર એક કરતા વધારે અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થઈ પક્વ થયેલા દૃઢ નિષ્ઠાવાન અને વિશ્વાસુ ભક્ત હતા. શ્રી હરિ કહેતો માટલામાં કોળુ નાંખવા બેસી જતાં અને બૂમ પાડેતો અડધી હજામતે હાજર થઈ જતા.
તેમના પ્રથમ પત્ની કુમુદબાઈ હતા. દાદાને કોઈ સંતાન ન થતા સ્વયં શ્રીજી મહારાજે આગ્રહ કરીને ભટવદર નાગપાલ વરૂની કન્યા ‘‘જસુબા’’ સાથે બીજા લગ્ન કરાવ્યા. સાંપ્રદાયિક ઈતિહાસમાં એ પ્રસંગ એક અને અદ્વિતીય જ રહ્યો.જે સ્વયં શ્રીહરિ દાદા ખાચરની જાનમાં તેમના રથના સારથિ બન્યા અને સ્ત્રી ધનના ત્યાગીઓ પણ જાનૈયા બન્યા. શ્રીહરિનો આ પ્રસંગ દાદાખાચરની નિષ્ઠાનો દસ્તાવેજ નહિતો શું કહેવાય!
દાદાખાચર જેટલા ભક્ત હતા એટલા જ વ્યવહારદક્ષ પણ હતા. હિસ્ટ્રી ઓફ ગુજરાતના ઉલ્લેખ પ્રમાણે ભાવનગર સામે બહારવટે ચડેલા જોગીદાસ ખુમાણ અને મહારાજાશ્રી વજે સિંહ સાથે વિષ્ઠિ ગોઠવવા મધ્યસ્થી બનેલા. પોતાના ર૮ વર્ષની ઉંમરે દાદાખાચરે હિસ્ટ્રી હોફ કાઠિયાવાડમાં એક શાંતિયુગની શરૂઆત કરી. રાજપરિવારનો જુનો કલહ કૂનેહપૂર્વક ઉકેલી આપ્યો અને મુંબઈ સરકારે પણ તે કબૂલ કર્યો. ટૂંકમાં એક આદર્શ રાજવી હોવા છતાં દાસના દાસ થઈને જીવન જીવનાર દાદાખાચાર શ્રીહરિના એક લાડીલા ભક્ત હતા. તેમના પુનઃલગ્નબાદ બે સંતાન થયેલા. બાવા ખાચર અને અમરા ખાચર.
શ્રીહરિએ સં.૧૮૮પના આસો સુદ-૧ર ના રોજગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી ત્યારે દાદાએ પોતાની ર૦૦ વીઘા જમીન કૃષ્ણાર્પણ કરીજ ે‘‘રાધાવાડી’’ તરીકે ઓળખાય છે. શ્રીહરિ સાથે આ ભક્તરાજે અભિન્ન સંબંધ કેળવ્યો હતો. શ્રીહરિના વિયોગમાં વ્યાકુળ થઈને તેમની ચિતામાં પડવા તૈયાર થયેલા, ગોપાળાનંદ સ્વામીએ સમજાવ્યા છતાં શાંતીન થઈ ત્યારે શ્રીહરિએ પ્રગટ થઈને ગુલાબનો હાર પહેરાવ્યો પછી એક આત્મનિવેદી ભક્તને શોભે એવી રીતે સરળ શાંતિ અને જીવન સમર્પિત કરીને સં.૧૯૦૯ માં ગઢપુરમાં જ ભૌતિક શરીરનો ત્યાગ કરીને શ્રીહરિની સમીપે સિધાવ્યા.
English
In the history of Shree Swaminarayan Sampradaya, the most ideal and unique personality talent in the form of a pillar of sectarian development, in the form of a pillar of sectarian development, Bhaktraj Maharaj, ie Dakshakti
Mr. Dakshitcher was the only clan son of Shri Abhil Bapu in the court of Gadapur. His karmachari was in Gadhpur. VS.N. On the sixth day of 1857, on the sixth day, on the sixth day of the Mother Mon-Prabha, he accepted the possession of Gadhar as Karma land. His name was "Excellent", but in the above days he called them all "grandfathers".
Swaminarayan Gadhda passed the Vasant Vaotsotsav in Varanasi in V. 1886. The family of Abal Bapu welcomed them and not only dedicated homesteads and accepted slavery. Shri Hari also accepted this Gadhda as his residence.
Dadas childhood happens in front of Mr. Hari. He was only five years old when he came to Gadhpur, but Bhakti was superior to Prahlad, so in the unique devotees of Sriharri not only did the British governor, but also in his offices, he was named as Shri Hariña Bhakta. Dada Vitthala is a devotee whose self, Shreeji Maharaj plays and mentions the role of the elder in his education, practice or spiritual practice.
The grandfather went through more than one ordeal and was a staunch sincere and faithful devotee. Shree Hari said, sitting in a pot for going to a pumpkin and roaming around half a hajamate.
His first wife was Kumudbai. Shreeji Maharaj insisted on Dada not having any offspring, he got married again with the "Jasuba" bride of Bhatvadar Nagpal. In the ecclesiastical history, the event remained one and the other. Which became the charioteer of the self in the life of Shreehari Dada Khachar and the renunciers of the family became jaaniya. What is the significance of this event of Sriharri Dada?
There was also a sophisticated person as much as the devotee of Dadas house. According to the History of Gujarat, Bhavnagar was established as an arbitrator to organize the festivities with Jogidas Khuman and Maharajashri Vaje Singh. At the age of twenty-eight, Dada Khachar started a quiet in Hoff Kathiawar in the history. The old struggle of the Rajpiriwal was well solved and the Mumbai government also conceded it. Although, in spite of being an ideal ruler, Dada was a devoted devotee of Dada Kshatriya who lived a life of slaves. Their relinquishment was followed by two children. Bava Khachar and Amara Khachar.
When Sriharri made an honor of Gopinathji Maharaj of the Asso-Sud-1 of 188, Dada said that his land will be cultivated in the 200-bigha land, which is known as Dhadwadi. This Bhaktara had an integral relationship with Shrihari. Gopalanand Swamy was disturbed by the disintegration of Shree Lahiri, but when Shantin was done, Shreehari manifested himself after wearing a rose and wearing a roses of roses, after dedicating it to a self-respecting devotee, in such a way, in the year 1909, in Gadhpur, he renounced the physical body and gave it to Sree Hariri.