Shree Dharamdev – (શ્રી ધર્મદેવ)
ગુજરાતી
આ ઉદ્ધવ સંપ્રદાયના અનુયાયીઓના પ્રાણ પ્યારા ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણના પિતાશ્રી ધર્મદેવ હતા. તેમનું મૂળનામ દેવશર્મા પાંડે હતું.તેમણે વિક્રમ સંવત્ ૧૭૯૬ કારતક સુદ ૧૧ ના દિવસે ઉત્તર હિન્દુસ્તાનમાં ઈટાર નામના ગામમાં સામવેદી બ્રાહ્મણ બાલશર્માના આંગણે માતા ભાગ્યવતીની કૂખે જન્મ ધારણ કર્યો હતો.
પિતાશ્રીએ લાડકોડની સાથે પોતાના બાળકમાં સનાતન વૈદિક સંસ્કૃતિના બીજ રોપ્યા હતા. તેમણે હિન્દુ સંસ્કૃતિના તમામ ધર્મગ્રંન્થોનો અર્ક હરિપ્રસાદને પાયો હતો પરિણામે આબાળકનું જીવન ધર્મમય બની ગયેલું તેથી જ લોકો તેમને ધર્મદેવ કહેવાનું વધારે પસંદ કરતા. તેમણે જ્ઞાનને પોતાની મિલ્કતની જેમ ગાંઠે બાંધી નહોતું રાખ્યું એટલે તેમની ચારેકોર કીર્તિ વ્યાપેલી. પરિણામે કૃષ્ણશર્મા ત્રવાડી પવિત્ર બ્રાહ્મણે પોતાની કન્યા બાળા ભક્તિદેવીનો હાથ ધર્મદેવને સોંપ્યો.
છપૈયા કન્યાદાન લેવા ગયેલા બાળશર્મા કૃષ્ણશર્માના આગ્રહથી પુત્ર હરિપ્રસાદને ત્યાં જ મૂકીને ઘેર ગયા. ધર્મભક્તિના પવિત્ર સંસારે દેવતાઓને પૃથ્વી પર જન્મ લેવા તલપાપડ કર્યા. સૌ પ્રથમ સંકર્ષણે પુત્રરૂપે પ્રગટ થઈને ધર્મદેવના આંગણાને ભર્યું ભર્યું કરી દીધું. આ જોઈને પૂર્વભવના વેરીઓના પેટમાં તેલરેડાયું. દારૂણ દુઃખ દર્દથી છુટવાના પ્રયાસ રૂપે ધર્મદેવે છપૈયાનો ત્યાગ કરીને અયોધ્યાને વતન તરીકે સ્વીકાર્યું, પણ અસુરોએ તે પ્રયત્નને નિષ્ફળ કર્યો. ત્યારે પિતાનું વચન યાદ આવ્યું “દુઃખ પડે તો કૂળદેવ હનુમાનજીની આરાધના કરજો.’’
આરાધનાનાં અંગરૂપ તમામ નિયમોનું પાલન કરતાં થકાં બે માસ નિરંતર મારૂતીની આરાધના કરી. સ્વપ્નમાં તેમણે કરેલા સંકેત પ્રમાણે વૃંદાવન જઈને દુર્વાસાના શાપથી જન્મેલા અસંખ્ય ઋષિઓની સાથે અનુષ્ઠાનોની હારમાળા સર્જી અને સાક્ષાત્ શ્રીકૃષ્ણની પાસે પુત્ર રૂપે પ્રગટ થવાનું વરદાન મેળવી છપૈયા પધાર્યા. સુખ-સમૃદ્ધિ-ઐશ્વર્ય શિષ્ય સમુદાય શ્રીહરિની સેવામાં પ્રથમથી જ હાજર થઈગયા. સમય જતાં ૧૮૩૭ ચૈત્ર શુક્લ-૯ના દિવસે રાત્રીએ ૧૦-૧૦ કલાકે સહજાનંદ સૂર્યોદય થયો. પરાત્પર પરબ્રહ્મ ભગવાન ધર્મદેવની સાધનાનાં ફળ રૂપે પુત્રરૂપે તેમના આંગણે રમવા લાગ્યા.
પુત્રરૂપે પ્રગટ થયેલા શ્રીહરિના બાલ્યોચિત લીલાચરિત્રોથી અપાર સુખ પ્રાપ્ત કરીને અંતે તેમની જ કૃપાથી તેમના સ્વરૂપનું યથાર્થ જ્ઞાનમેળવીને વિ.સં. ૧૮૪૮ જેઠ વદ ચોથ શુક્રવારના રોજ દુર્વાસાના શાપથી મુક્ત થઈને અક્ષરવાસી થયા.
English
Pran Pyaara Ishtadev was the father of God Shree Swaminarayans father Dharmadev, followers of Uddhav sect. His original name was Devsharma Pandey. He was born on the Vikram Samvat 1796 Kartak Sud 11, in the village of Itar in northern Hindustan, by the birth of mother Bhagyavati, in front of Samvadi Brahmin Balsharma.
Father had planted seeds of eternal Vedic culture in his childhood with Ladkod. He was the founder of all the religious texts of Hindu culture, the result of which, as a result, the life of the child became corrupt, so people preferred to call him Dharmadev. He did not bind the Gnan to his wealth as his property, and his four-cornered fame spread. As a result, Krishna Trwadi Holy Brahman handed his daughter Balak Dev to the Dharmadev.
On the insistence of Krishnasharma, who went to take Chapaiya Kidnand, son Hariprasad went to the house only. The holy spirit of devotion devoured the gods to be born on earth. First of all, in the first conflict, he appeared in the form of a son and filled the religious courtyard. Seeing this, oils returned to the stomach of pre-recurrence. As an attempt to relieve the suffering of pains, Dharmadev left Chhapaiya and accepted Ayodhya as a homeland, but the Asuras failed the effort. He remembered his fathers promise, "If you feel hurt, worship Hanuman."
Celebrating Maruti every two months continuously following all the rules of adoration. According to the indication he made in Vrindavan, he created a chain of devotees along with numerous rishis born of the curse of Dervasas and gave a boon to Prakrutta Shrikrishna as a son to be manifested as Chapayya. Happiness and prosperity - Aishwaryas disciple community has already been present in the service of Srihari. In time, on 1837 Chaitra Shukla 9, Sahajanand sunrise at 10-10 pm in the night. The Supreme Prabhram started playing as the son of Lord Dharmadevs sadhna.
By achieving immense bliss from Shree Lahiris son-in-law, he came in contact with Vishwakarma, who, through his loving kindness, attained the realization of his nature. 1848 Jeth Vidha Chausa becomes free from the scourge of devarasa on Friday.