Shree Gajanan – (શ્રી ગજાનન)
ગુજરાતી
ગણાધિપતિ ગજાનન શ્રી વિઘ્ન વિનાયક દેવ મંગલાયતન છે. હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં કોઈ એવી વિધિ નથી જેમાં સર્વ પ્રથમ ગણપતિજીનું પૂજન ન થતું હોય. કોઈપણ કાર્યના શ્રીગણેશ કરતાં પહેલા જે ગણપતિજીના દ્વાદશ નામનું સ્મરણ કરે છે, તેને કોઈ વિઘ્ન નડી શકતા નથી. પંચાયતન દેવોમાં પણ ગણપતિનું આગવું સ્થાન છે. શિક્ષાપત્રીમાં પણ ભાદરવા સુદ-૪ના દિવસે વિશેષ પૂજનની આજ્ઞા છે.
શિવ પુરાણના કુમારખંડના વૃત્તાનુસાર ગણપતિ જન્મની કથા અતિરોચક છે. એકવાર ભોળાનાથ કૈલાસની ગુફાઓમાં તપશ્ચર્યા કરતા હતા. ત્યારે સખિઓએ પાર્વતીજીને આજ્ઞાનુ ગામી ગણ માટેની પ્રાર્થના કરી. થોડા સમય પછી સ્નાન સમયે માતા પાર્વતીએ સ્વશરીર પર લગાડેલા ઉબટનમાંથી એક શિશુની મૂર્તિ બનાવીને તેમાં ચૈતન્ય મૂક્યું.અને તેનું નામ વિનાયક રાખ્યું.વિનાયકની પ્રાર્થનાથી સતિએ તેને દ્વાર રક્ષાની સેવા આપી.
સમય જતાં શિવજી તપશ્ચર્યાને વિરામ આપી પાછા પધાર્યા ત્યારે વિનાયકે દ્વાર પર રોકવા રકઝક કરી. શિવજીએ વિનાયકને ઉદ્ધત જાણીને તેનું મસ્તક છેદી નાંખ્યું. ત્યાં પાર્વતીજી આવ્યાંને આકુળ-વ્યાકુળ થઈ ગયાં. શિવજીને વાસ્તવિકતા નો ખ્યાલ આવતા દુઃખ થયું અને સદ્યો જાતશિશુનું શિર લાવવાનો આદેશ આપ્યો. હાથીના બચ્ચાનું મસ્તક મળ્યું તે દિવસથી વિનાયક ગજાનન (હાથીનામોઢાવાળા) થઈ ગયા. આ ગજાનનને પિતા ભોળાનાથે આશિષ આપ્યા કે, તારૂં સર્વકાર્યમાં સર્વ પ્રથમ પૂજન થશે.
આ ગજાનન શિવજીના નાના પુત્ર છે. તેમના મોટાભાઈનું નામ કાર્તિક સ્વામી છે. રિદ્ધિ-સિદ્ધિ નામની તેમને બે પત્નીઓ છે. તેમનું વાહન ઉંદર છે. પંચમવેદની ખ્યાતી ધરાવતા ‘‘મહાભારત’’ નું આલેખન પણ આ ગણપતિજીએ જ કરેલું છે. સત્સંગિજીવનમાં ગજાનનને વિષ્ણુનાં અવતાર તરીકે માન્ય કરવામાં આવેલ છે.
સંપ્રદાયના દરેક નાનાં મોટાં મંદિરોમાં પણ શ્રી ગણપતિ દેવની સ્થાપના કરવામાં આવે છે.
English
Gyananpati Gajanan Shree Vighna Vinayak Dev is the Mangalitan. There is no rituals in the traditions of Hindu culture that do not worship Ganapatiji first of all. Before committing any work, remembering the name of Ganapatijis name is no obstacle. Ganpati is also a prominent place in Panchayat Devas. In Shikshapatri too, there is a special order of Bhadrava on the Sud-4 darshan.
The narrative of Ganapati birth as per the episode of Kumar Purana of Shiv Purana is entertaining. Once Bholnath was penalized in the caves of Kailash. Then the devotees prayed for Parvati to call it Ogano village. After some time, in a bath, Parvati made an idol of an infant from her husbands self-portrait, and placed a citation in her name. And she named her Vinayak. The devotees prayer served him as a gatekeeper.
In time, Shivaji stopped the penance and returned to Vaynikes door. Shiva chanted Vinayak by insinuating his head. There Parvati came and felt confused. Shiva was sad to realize the reality and the people ordered to bring the head of the species. From the day that elephants head was found, Vinayak Gajanan (elephant-headed) became. The father blessed with this blessing of blessing, that he would be the first worshiper in all your work.
This Gajanan is Shivajis youngest son. His elder brother is Karthik Swami. They have two wives named Riddi-Siddhi. His vehicle is a mouse. The Ganapatiji has also written the depiction of the Mahabharat, which is famous for the Panchmavad. In Satsangijivan, Gajanan has been recognized as the incarnation of Vishnu.
Shree Ganapati Deva is established in every small temples of the sect.