Sadguru Shree Gunatitanand Swami – (સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી)
ગુજરાતી
શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી સંપ્રદાયના વિકાસમાં સિંહફાળો આપ્યો હોય તેવા સંતોમાં જેમનું પ્રથમ નામ છે એવા સંત સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી.
સ્વામીશ્રીનો જન્મ સંવત્ ૧૮૪૧ માં ભાદરા ગામમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ભોળાનાથ અને માતાનું નામ સાકર બાઈ હતું. બાળપણનું નામ મૂળજી હતુ. તેમને નૈસર્ગિક ભક્તિની શક્તિ પ્રાપ્ત થયેલી. સંસારથી ઔદાસીન્ય સ્વતઃ થયેલું. બાળપણથી ભક્તિ સૌન્દર્યમાં ડૂબી ગયેલા છતાં સંસાર વ્યવહાર સારી રીતે કરતા.
એકવાર શેરડીના વાઢમાં કામ કરી રહેલા મૂળજી ભક્તને શ્રીજી મહારાજે દર્શન દઈને મર્મ ભરી વાણીમાં કહ્યું! આપણે શું કરવા આવ્યા છીએ ને આ શું કરો છો ‘‘બ્રહ્મતેજ’’ કયાં સૂકાઈ ગયું છે? આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીએ તત્કાળ ગૃહ સંસાર છોડીને સંન્યાસ તરફ પ્રયાણ કર્યુ. સંવત્ ૧૮૬૬ માં દીક્ષા લીધી અને મૂળજીમાંથી ‘‘ગુણાતીતાનંદ સ્વામી’’ બન્યા. સાધના અને જાગૃતતાને કારણે તેમને એવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરેલી કે તેઆનેે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ; આ ત્રણે અવસ્થામાં અખંડ મૂર્તિના દર્શન થતા. પળવાર વિસ્મરણ થાય તો તાળવું ફાટી જાય. એવી સ્થિતિને પામેલા.
સંપ્રદાયમાં આવેલા ધૂરંધર સંતોમાંથી કોઈએ પોતાના જ્ઞાનથી, કોઈએ કવિત્વ શક્તિથી, કોઈએ સંગીતથી, કોઈએ વૈદુષ્યથી સંપ્રદાયની સેવા કરી ઈતિહાસના પાને આદર સહિત સ્થાન મેળવ્યું હતું. તેમાં અખાના કાવ્યમય ચાબખા કરતાં પણ વધુ વેધક અને સચોટ વાતોના પડકારથી સાંપ્રદાયિક ક્ષિતિજે પોતાની આગવી છાપ ઉપસાવનાર સંત ગુણાતીતાનંદ સ્વામી છે.
શ્રીજી મહારાજ પ્રત્યેની નિષ્ઠા જેની વાતોમાં આજે પણકર્ણપટલને પવિત્ર કરવા ગુંજી રહિ છે. એવા આસંતની વાતો કરવાની કળા નિસર્ગની આગવી દેન હતી. સાંભળનારના હૃદય સોંસરી ઉતરે નહિ તો તે સ્વામીની વાત ન હોય. ગરીબથી માંડીને વિદ્વાનો અને રાજા-મહારાજાઓને પણ એક સરખી જ વાતથી ભક્તિનું ભાતું પીરસતા. માત્ર આ સંપ્રદાયમાં જ નહિ પણ જૂનાગઢના મુસ્લીમ બિરાદરોમા પણ આ સંતની સાધુતાનો સારો એવો પ્રભાવ હતો.
લગભગ ૪૧ વર્ષ સુધી જૂનાગઢ મંદિરના મહંતપદે રહીને સર્વોપરી નિષ્ઠાની ખુમારી ભરી વાતો કરનાર આ સંતવર્યએ સંવત્ ૧૯ર૩માં ગોંડળમાં શ્રીહરિ ઈચ્છાએ આ દેહનો ત્યાગ કરીને શ્રીજીનું સાનિધ્ય મેળવ્યું. કોટિ કોટિ વંદન આ સંત પુરૂષના ચરણે…
English
After the disappearance of Shreeji Maharaj, the saints who have given a lion in the development of the sect, have their first name, Sant Sadguru Shri Guanitantanand Swami.
Swamishri was born in a village in Bhadra in 1841. His fathers name was Bhalnath and mothers name was Sakir Bai. Childhood name was originally He received the power of priceless devotion. Autonomous autonomy from worldly life. Despite childhood devotional worship has subsided, though, worldly interaction is very good.
Once Shreeji Maharaj, who was working in a sugar cane, said in a speech filled with compassion to Shriji Maharaj. What are we going to do and what do we do? "Brahmtej" In response to this question, Swamiji immediately left home and left for Sanyas. In 1866, Dakshina took the initiation and became Gunatitanand Swami from Mooluji. Due to sadism and awareness, he attained such a high status that he is aware, dream and sleep; In all these three states, the darshan of an unmarked idol appeared. If the mistake comes gradually, then the palate will break out. This is the situation.
Some of the ardent saints in the community took their place, with their knowledge, somebodys power, some of them with music, somebody from the Vaidyas service to the sect, with the reverence of history. In it, more than the acnes subtle leopard, the sectarian horoscope has its own unique impression, Sant Gunatitanand Swami, who gives a promising impression even more challenging.
Shreeji Maharajs loyalty towards whose words today is still sacred to the sacred shrine. The art of talking about such situations was an important gift of nature. If the listeners heart does not descend, he is not a master. From the poor to the scholars and the king-maharajas, one reveals the same thing as the bhakti bhaiti. Not only in this tradition but also in Muslim community of Junagadh, it was a good influence on the saints saintliness.
In the year 1923, in the Gondal, Shree Hari Desai got the honor of Shreeji by renouncing this body, and this satyavari, who lived in the Mahantapada of Junagadh temple for 41 years. Cotti Cotti Vandan