Sadguru Shree Gyananand Swami – (સદ્ગુરુ શ્રી જ્ઞાનાનંદ સ્વામી)
ગુજરાતી
સાહિત્ય, ચિત્ર અને સંગીત જેવી લાલિત્ય સભરકળાઓના પોષક ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત સંગીતજ્ઞ કવિઓમાં શ્રી જ્ઞાનાનંદ સ્વામીનું એક મુઠ્ઠી ઉંચેરુ નામ હતું. તેઓ ગાન વિદ્યામાં જેટલા કુશળ હતા એટલા જ સિતારવાદનમાં પણ ઉસ્તાદ હતા.
સંપ્રદાયના ઈતિહાસમાં આ એક જ્ઞાનાનંદ સ્વામીની નોંધ લેવાય છે. તેઓશ્રી લખનૌના વણિક હતા. વૈરાગ્યના વેગે તેમણે અસાર સંસારનો ત્યાગ કરીને પરમસાર શ્રીહરિને પ્રત્યક્ષ મેળવેલા અને પોતાની તમામ શક્તિ તેમના ચરણે ધરીને જીવનને ધન્ય બનાવેલું.
આ જ્ઞાનાનંદ સ્વામીએ ‘‘શ્રી સ્વામિનારાયણ’’ મહામંત્રનો ધ્વજ લખનૌના રાજ દરબાર સુધી ફરકાવ્યો હતો. તેમની સંગીત કલાથી મુગ્ધ નવાબના મુનિમ “વેણી રામ શેઠને” સર્વોપરીપણાની ઉપાસના કરાવી દ્રઢ સત્સંગી કરેલા. સત્સંગની દ્રઢતા થતાં તેમના અંતરે અવિનાશીના દર્શનની ચાનક લાગી ત્યારે જ્ઞાનાનંદ સ્વામી સાથે ગઢપુર શ્રીહરિના દર્શને આવેલા.
શ્રી જ્ઞાનાનંદ સ્વામીએ શેઠનો પરિચય આપી તેમને શરણે લેવા વિનંતી કરી. મહારાજે દૂર સુદૂર સત્સંગનો અભંગ રંગ લગાવવાની જ્ઞાનાનંદ સ્વામીની ઉમંગભરી પ્રવૃત્તિને બિરદાવી અને રાજીપો વ્યક્ત કર્યો અને શેઠને શરણે લીધા. શેઠ એક માસ સુધી ગઢપુર રહેલા.
જ્ઞાનાનંદ સ્વામીનો પરિવાર પણ સત્સંગી થયેલો. તેમના ભાઈશ્રી વેણીરામ ચરણે, ઈચ્છારામજી મહારાજ જ્યારે મહારાજને મળવા માટે આદેશમાં આવતા હતા ત્યારે લખનૌમાં પોતાને ત્યાં પાંચ દિવસરાખી, સેવાકરીને ગ્વાલિયર સુધીનું ખર્ચ આપેલ.
English
The name of Uchteru was a hand of Shri Gnananand Swamy in the poetry of dependent musical composers of Lord Sri Swaminarayan. He was also a master at the same seminar as he was skilled at GaN Vidyas.
This is a note of a Gnananand Swami in the history of the sect. They were unaware of Lucknow. At the time of Vairagya, he renounced the Asar Samsara and attained Paramshar Sriharri directly and made all his powers prosperous by making his life happy.
This Gnananand Swami had hoisted the "Swaminarayan" flag of the Mahamantra up to the Raj Darbar of Lucknow. From his musical art, "Vani Ram Seth", the hero of the great Nawab, worshiped Lord Vishnu and made a strong commitment. When the satsang persevered, they saw the glimpse of the Avinashis at their distance, with Gnananand Swami, with the view of Garhpur Shreehiri.
Shri Gnananand Swami made an introduction to Seth and requested him to surrender. Maharaj expressed his desire for the extravagant satsang away from Gnananand Swami, and expressed his enthusiasm, and he surrendered to Seth. Sheth remained in Gadpur for a month.
Gnananand Swamis family also got a satsangi. When his brother Vinnaram Parne, Yecharamji Maharaj was in command to meet Maharaj, he spent five days in Lucknow and spent his duty till Gwalior.