Viprvary Shree Harisharma – (વિપ્રવર્ય શ્રી હરિશર્મા)
ગુજરાતી
જેમની પર સતત પ્રભુકૃપા અને સંતકૃપા વરસી છે. જેમણે સતત દિવ્યાનંદને ભોગવી માયિક સુખોનો ત્યાગ કરી હરિવરમાં હેત કર્યું હતું. જેમની પરમ સમૃદ્ધિનાં દિવ્ય વિચાર બીજો આજે પણ તેમની પરંપરામાં જોવા મળે છે. તે હરિશર્મા ઉમરેઠ ગામના વતની હતા. તેમના પિતાશ્રીનું નામ ઘેલાભાઈ હતું. તેઓ પૂર્વ જન્મના બલિષ્ઠ સંસ્કાર વાળા શુદ્ધ મુમુક્ષુ હતા. બાળવયથી જ તપ-ત્યાગ, ધર્મ નિયમ પાળી પ્રભુની ભક્તિ કરતા. કોઈ પવિત્ર સંત-મહાત્મા મળે તેનાં દર્શન સેવા સમાગમ કરતા હતા. ને સતત પ્રભુ મિલનની આશ રાખતા.
સમય જતાં યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીનો ભેટો થયો. તે સદ્ગુરુના અનન્ય સેવક બની તેમની સેવા કરીને ગોપાળાનંદ સ્વામી પાસે જ શાસ્ત્ર અભ્યાસકર્યો.તે સદ્ગુરૂનાં આશીર્વાદ રૂપી વારિ મળતાં હરિશર્માના જીવનમાં ઐહિક અને પારલૌકિક જ્ઞાનપુષ્પ પુલકિત થયાંને શ્રીહરિના કૃપા પાત્ર વિપ્રવર્ય બન્યા.
શ્રીહરિ શુભ પ્રસંગનાં દરેક મુહૂર્તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હરિશર્મા પાસે કઢાવતા. વરતાલ તથા ડભાણનાં યજ્ઞોમાં મુખ્ય આચાર્ય તરીકે હરિશર્માને જ નિમ્યાં હતા.
હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજ તેની નોંધ લેતા લખે છે કે-
કૃપાશંકર જે વિદ્વાન તેનુ વરૂણ કર્યું બ્રહ્મસ્થાન,
ભલા બ્રાહ્મણ જે હરિભાઈ કિધા આચાર્ય તે યજ્ઞમાંઈ.
શ્રીહરિ ચરિત્રમાં પણ અખંડાનંદ વર્ણી લખે છે કે જ્યારે વરતાલમાં જલઝીલણીનો સમૈયો થયો. ત્યાં વેદનો પાઠ કરીને ઘંટનાદ કરતા શ્રીહરિશર્મા અને શ્રી કૃપારામ બંને વિપ્રોએ હાથમાં પૂજાપાનાં પાત્ર લીધા હતા.
હરિશર્માના ઇતિહાસમાં કોઈ પ્રસંગની પ્રાપ્તિ થઈ નથી પરંતુ પરંપરાગત સાંભળેલ એક પ્રસંગ અતિ રોચક છે.
રામપ્રતાપજી મહારાજના બંગલાની સામે બનાવેલ યજ્ઞમંડપમાં હરિકૃષ્ણમહારાજ, શ્રીકૃષ્ણ, રાધિકા, લક્ષ્મીજી, નારાયણ, વાસુદેવ, ધર્મદેવ, ભક્તિમાતા આ આઠમૂર્તિઓ અતિશય ભારે હોવાથી સંતો ભક્તોને લઈ જવા તકલીફ થાતી. શ્રીહરિના હસ્તે યજ્ઞનો પ્રારંભ થયો. તે વખતે હરિશર્મા શાંતિ-સૂક્ત્ના મંત્રો ઉચ્ચાર્યા ને તે પવિત્ર બ્રાહ્મણના મુખે ઉચ્ચારેલ મંત્રનાં પ્રભાવથી તે અષ્ટમૂર્તિઓ શ્રીજી મહારાજની પ્રદક્ષિણા કરીને મંદિરમાં બિરાજમાન થઈ હતી.
હરિશર્મા સ્વભાવે નિખાલસ, નિષ્કપટ અને ઋજુતા યુક્ત હતા. સમય આવે ત્યારે ભગવાનના ભક્તની સેવા પણ ખૂબજ ભાવે કરતા. તેઓને જગતની આસક્તિ, મોહ કે મમત્વ એ બધા દોેેષો નિર્મૂળ થયા હતા. ને સહજ જ્ઞાન અખંડ હતું આવા ભક્તરાજે નિર્દોષ અને નિષ્કામ ભાવે સત્સંગની સેવા કરી પ્રભુજીનો રાજીપો ખૂબ પ્રાપ્ત કર્યો. અત્યારે પણ એમની પરંપરામાં ઈશ્વરભાઈ અને જગદીશભાઈ બન્ને દેશમાં પ્રતિષ્ઠા, યજ્ઞ, મહાપૂજા આદિ વિધિ કરાવી સંતો-ભક્તોને રાજી કરે છે.
English
Those who have a continuous influence and saintly love. Whoever constantly abandoned Mayik sunda, suffering from Divyaand, used to adore Harivar. Whose divine concept of Param Samruti is seen in the other today as well as in their tradition. He was a native of Harisharma Umreth village. His fathers name was Gelabhai. He was a pure Mukmukhi with a pre-natal sacrifice. Due to childhood, repentance, worshiping the religion, worship the Lord. A holy saint-mahatma was associated with his vision of service. They constantly keep looking for Lord Milan.
Over time, Yogavivary received a gift from Gopalanand Swami. He became a unique servant of Sadguru and served him as a teacher of Gopalanand Swami. He received the blessings of the Sadguru, and in the life of Harisharma, the realization of Achyak and Parlaukik Gnan purush became the grace of Sri Lahiri.
Harsharma, according to astrology of every Muharshas of Shrihari auspicious event. Harisharma was appointed as the chief principal of the yatras of Vartal and Dabhan.
Vihari Lalji Maharaj took note of Harilalamrut and wrote that-
Prabhashankar, a learned scholar, praised her in Brahmana,
The Brahmin, the Brahmin, who haribhai kiddha acharya he yagnaeyi
Akhtarand Varni also writes in Shree Hari Charitra that when the Samaj-jaljalani of Jalajiliya happened in the Varalatala. There, Shree Harisharma and Shri Kripaparam, both of the Viprons, took the worship of Pujappa in the hands of the Vedas by reciting the Vedas.
No occasion has been found in Harisharmas history, but a traditionally heard one event is very interesting.
Because of the extreme hardness of these elephants, including Harikrishna Maharaj, Shrikrishna, Radhika, Lakshmiji, Narayana, Vasudev, Dharmadev, Devotional devotees, in the Yajmandap of Ram Pratapaji Maharaj, there was trouble taking the devotees. The yagna started with Shri Lahiri. At that time, Harishma raised mantras of Shanti-Sukta and sat on the temple with the influence of the holy mantra at the mouth of the holy Brahman.
Harishma was candid, naive and reluctant. When the time comes, the service of Gods devotees is also done at a lot of prices. They were ridiculed by all the worldly entanglements, attachments, or maternal love. Such a devotee attained sahaj ji in his innocence and nishakha pravna by receiving the rajpas of Prabhu. At present, in his tradition, both Lord Brahma and Jagdishbhai are pleased with the saints, Yagna, Mahapuza and other ceremonies in the country.