Shree Ichchharamaji Maharaj – (શ્રી ઈચ્છારામજી મહારાજ)
ગુજરાતી
ભગવાન શ્રી સ્વામિનારાયણનો બાલ્યાવસ્થામાં સગાસ્નેહીઓમાંથી સૌથી વધુ સ્નેહ પ્રાપ્ત કરનાર શ્રી ઈચ્છારામજી તેમના નાના ભાઈ હતા. તેમનો જન્મ ૧૮૪ર વૈશાખ સુદ ર ને દિવસે અયોધ્યા નગરી માં થયેલો. તેઓે બાળપ્રભુ શ્રીઘનશ્યામ મહારાજ થી છ વર્ષ નાના હતા. તેમનો લગ્ન સંસ્કાર ગામ આંબલિયાના મંછારામની સુકન્યા વરિયાળીબાઈ સાથે થયા હતા.
શ્રી ઈચ્છારામજીને શ્રીહરિમાં અપાર પ્રેમ હતો. તેમની પ્રેમકહાની શાસ્ત્રોને પાને સુવર્ણા ક્ષરે નોંધાયેલી છે. જ્યારે શ્રીહરિ વનમાં ગયા ત્યારે સૌથી વધુ દુઃખ શ્રી ઈચ્છારામજીને થયેલું અને જ્યારે માયાતીતાનંદજીએ સમાચાર આપ્યા ત્યારે બંને ભાઈ સાથે નીકળેલા તો પણ ઈચ્છારામજી પહેલા લોયા પહોંચી ગયેલા. મોટાભાઈને મૂકીને ઈચ્છારામજી લોયા આવી પહોંચ્યા એ એમની ભક્તિની સાક્ષી છે. બસ, વર્ષોના અંતે જ્યારે પુનઃપ્રભુ મળ્યા ત્યાર પછીતો શ્રીહરિની આજ્ઞાથી દ્વારકાની યાત્રા કરી અને પરિવાર લાવી નિત્ય શ્રીહરિ સંગે રહ્યા.
English
Shri Yaksharamji was his younger brother who received the highest affection from Lord Shiva in the childhood of Lord Swaminarayan. He was born on 184 hours in the city of Ayodhya on the day of Vaisakha. He was six years younger than Shringhanshyam Maharaj from childhood. His marriage was done with Sanskar village of Sanskar village of Ambalia with Sukanya Varialibalai.
Shree Acharyamaji had immense love in Shree hari. His love story is registered at Suvarna Kali. When Shreeji went to the forest, the worst sorrow came to Mr. Ichharajamji and when the Maytitanandji gave the news, both of them got together with the brother, even then Loya reached before Ichalkaranji. He is the witness of his devotion to Lord Brahma. At the end of the year, after getting a reprint, he traveled with Dwarka to Sri Hariri and brought family to Nitya Shreehari.