Sadguru Shree Jayanand Brahmachari – (સદ્ગુરુ શ્રી જયાનંદ બ્રહ્મચારી)
ગુજરાતી
જેમના જીવનની ચેતના ચતુરવર શ્રીહરિ હતા. જેમના જીવનની ભીનાશ કેવળ ભક્તિનંદન હતા. જેમના જીવનનો સ્નેહ સ્નેહસાગર સુંદરવર સંતપતિ શ્રીહરિ હતા. તેવા જયાનંદ બ્રહ્મચારીનું પૂર્વાશ્રમનું નામ જયરામ ભટ્ટ હતુ. તેઓ વાયુનો અવતાર કહેવાતા. ‘‘આજ સખી આનંદની હેલી, હરિ મુખ જોઈને હું થઈ છું રે ઘેલી.’’ એા કીર્તનથી સત્સંગ સમાજમાં પોતાના જીવનની સુવાસનો કીર્તિ ધ્વજ ફેલાવનારા (જયાનંદ) જયારામ બ્રહ્મચારી નામે પણ ઓળખાતા.
સર્વાવતારી શ્રીહરિનું આ પૃથ્વી પર પ્રાગટ્ય થયું એ જાણીને તેમના દર્શન કરવાની ઈચ્છા થતાં સોરઠમાં પધાર્યા. ધોરાજીમાં પ્રગટ હરિના દર્શન થતાં હરિવરની છબી અંતરના ઓરડે સંગ્રહી લીધીને તરત જ સમાધિ થઈ. સમાધિમાંથી જાગ્રતથતાં પ્રગટ ભગવાનનો દિવ્ય પ્રતાપ જોઈ ભગવાનપણાનો દૃઢ નિશ્ચય થયો. તેમના હૃદય સાગરમાં આનંદની છોળો ઉછળતાં પ્રગટ પ્રભુના મહિમાની સંકીર્તન સરીતા વહી.
‘‘આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છુ રે ઘેલી.’’ કીર્તનના ચાર પદ રચ્યાં. તુરત જ શ્રીહરિના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વિનીતભાવે વિનંતી કરી, હેપ્રભુ! ઘણા સમયથી આપનાં દર્શન ઈચ્છતો હતો. આજે મારો મનુષ્ય જન્મ સફળ થયો. હવે મને આપનાં ચરણકમળની સેવામાં રાખો. પછી શ્રીજી મહારાજે તેમનાં સમર્પણમાંથી પ્રગટ થતી પમરાટને પીંછાણી ને પોતાની પાસે રાખ્યા અને ‘જયાનંદવર્ણી’ તેવું નૂતન નામાભિધાન કર્યું. તેઓ રસોઈ કળામાં ખૂબ જ કુશળ હતા. તથા સેવા કરવામાં ખૂબજ ઉત્સાહી તથા શ્રધ્ધાળું હતા.શ્રીજી મહારાજનાં લખેલા પત્રો સંતો તથા સત્સંગી સુધી પહોંચાડવા ખેપીયા તરીકેની સેવા કરતા.તેઓ દિવસમાં ચાળીસ ગાઉની મજલ કરી શકતા.
એકવાર હુતાસણીનો સમૈયો કરવા વડતાલ પધારતાં હતાં ત્યારે રસ્તામાં એક ખાખરાનું ઝાડ બ્રહ્મચારીને જોઈને વાયુ વિના ડોલવા લાગ્યું. તે વૃક્ષને જોઈને બ્રહ્મચારીએ સંકલ્પ કર્યો કે જે આનો મોક્ષ કરું. આ વૃક્ષના કેસુડાનાં ફૂલ લઈ એનો રંગ બનાવીને મહારાજને છાટીશું. તેથી તે વૃક્ષને વર્તમાન ધરાવ્યા. એટલે ખાખરો પવનથી થરથરીયો ને કેસૂડા ખરી પડ્યાં. તે કેસૂડા લઈને બ્રહ્મચારી વડતાલ લાવ્યા. ને તે કેસૂડાના પુષ્પોના રંગથી રસિકવર રાજરાજેશ્વર પ્રભુસંતો સાથે રંગે રંગ્યા અને તે વૃક્ષનો મોક્ષ થયો. જયાનંદ બ્રહ્મચારીનો અક્ષરવાસ સંવત્ ૧૮૮૬ માં થયો હતો.
આવા નાના એવા જીવનું પણ હિત કરનારા સ્નેહ, સેવા, સમર્પણ અને સદ્ગુણોરૂપી સુરભિના સોદાગર બની સત્સંગ સમાજને સદા નવપલ્લવિત કરનારા જયાનંદ બ્રહ્મચારીનાં ચરણોમાં શતશઃ પ્રણામ…
English
Whose consciousness of life were Chhutwur, Shrihari. Whose life was only wetting Bhaktanandan. Whose life was affectionate Snehasagar Sundarar was a saintly sree. Jainand Brahmacharis predecessor was Jairam Bhatt They are called avatars of gas. "I have been seeing Hali Mukhi from the heart of today." Aa Kirtan, also known as Jairam Brahmachari, who spread the flag of his life in the satsang society, is spreading the flag of his life.
After knowing that Survavatari Shrihari was manifested on this earth, he came to Sorath on his desire to do his darshan. After seeing the Hariña manifested in Dhoraji, the image of Harvar was saved in the room at the door and immediately got the samadhi. Seeing the divine Pratap of Lord Pratapat of awakening from Samadhi, Lord Krishna became a firm determinant. In the heart of his heart, the glory of the glory of the Lord,
"I have seen the happiness of Haley today, I have been seeing Harichi." Kirtan formed four positions. Immediately after praying at Lord Vishnu, he prayed and prayed, thankful! He wanted to see you for a long time. Today my human life was successful. Now keep me in your lunar service. Then Shreeji Maharaj kept the feathers unfolding from his dedication and kept him near him and initiated the novel Jayanandwari. He was very skillful in the cooking profession. He was very zealous and devoted to service. He used to serve as a farmer to carry letters written by Shriji Maharaj to the saints and devotees. He could perform forty gaas in the day.
Once upon a time, when a man struggled to meet the Hutasani, he saw a fauna tree lying on the road without seeing the Brahmachari. Seeing that tree, Brahmachari resolved that he should do moksha. This tree will take the flower of the calf and paint it with a shade of Maharaj. So keep the tree current. That is why the wind blows in the wind and the wind blows. He took cassada and brought a brahmachari cartilage. He painted the flowers of cassada with rosikavar Rajarajeshwar, and he attained the salvation of the tree. Jasanand Brahmacharis Aksharusa Sangh was born in 1886.
In the footsteps of Jaiyanand Brahmachari, who always gave satsang to the satsang society, becoming a businessman with love, devotion, service and devotion to the good of such small creatures