Bhaktimati Shree Jivuba – (ભક્તિમતી શ્રી જીવુબા)
ગુજરાતી
પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણએ ભલખાચરના પરિવારની પ્રેમદોરીએ બંધાઈને પોતાનું ઘર માનીને ગઢપુરમાં રહ્યા. તે એભલબાપુના મોટા સુપુત્રી જીવુબા. એભલબાપુને સંતાન થતાં પણ જીવતા નહી. સંવત્ ૧૮૪૧માં તેમને ત્યાં પારણું બંધાયું. એ દીકરી જીવી ગયા એટલે તેમનું નામ પડ્યું ‘‘જીવુબા’’
જીવુબા નાનપણથી જ ગુણિયલ અને ભક્તિભાવ વાળા હતા. પ્રભુની સેવામાં અતિ પ્રેમ રાખતા. જીવુબાને શ્રીહરિના પ્રથમ દર્શન કર્યાને હરિના સ્વરુપમાં લગન લાગી. અને હરિવરને વરી અખંડ સૌભાગ્યવતી થવાનો નિર્ણય કર્યો.. છતાં પણ એભલબાપુએ તેમના લગ્ન કુંડળના દરબાર હાથિયા પટગર સાથે કર્યા. લગ્ન કર્યા છતાં સંસાર છોડી ત્યાગમય અને ભક્તિમય જીવન ગાળી સાંખ્યયોગી બહેનો માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કાઠી દરબારની દીકરીઓ પરણ્યા પછી સાસરે ન જાય એ જમાનામાં દુષ્કર હતું. છતાં પણ જીવુબાનો નિશ્ચય અડગ હતો.
શ્રીજી મહારાજની કીર્તિ અને પ્રશંસા સર્વત્ર ફેલાઈ રહી હતી. ત્યારે વખત સિંહજીના કહેવાથી લાડુદાન શ્રીજીમહારાજની પરીક્ષા લેવા ગઢપુર આવ્યા. લાડુદાનજી વિદ્યા, સૌંદર્ય અને બુધ્ધિના ગર્વ સાથે શ્રીહરિની પરીક્ષા કરવા ગઢપુર પહોંચ્યા, પણ તેમના સંકલ્પો સર્વજ્ઞ પણે પુરાકરી શ્રીજીમહારાજે તેમને સ્વવશ કર્યાં! હા, હજુ આભૂષણો રેશમી વસ્ત્રો કે અંતરમાં ભરેલા વિદ્યાના અહંનો ત્યાગ નો’તો કર્યો! મહારાજે અદ્ભુત યુક્તિ વિચારી. કવિરાજને કહ્યુંઃ લાડુદાનજી, તમે તો વિદ્યાના ભંડાર છો. આ દાદાખાચરની બહેનોને સમજાવો કે ગૃહસ્થા શ્રમમાં રહે, જેથી અમારું ખરાબ ન દેખાય.
કવિવરે તો રમત વાત માનીને દરબારગઢમાં પડદો નંખાવી જીવુબા પાસે બેઠા, લાડુદાને વાત શરૂ કરીને ધીરે ધીરે સાક્ષાત્ શૃંગાર રસને શણ ગાર્યો. શાંતિથી બધું સાંભળીને જીવુબાએ બ્રહ્મચર્યના મહિમાની, માનવજીવનની દુર્લભતાની અને પ્રગટ પ્રભુના યોગની વાત કરી. આ સાંભળી કવિવરનું હૃદય વિંધાઇ ગયું. અહીં કવિતાનો પરાજ્ય થયો અને ભક્તિના તત્વજ્ઞાનનો વિજય થયો. કવિવરનો આધ્યાત્મિક અવતાર શરૂ થયોને આપણને બ્રહ્માનંદ સ્વામીની ભેટ મળી.
જીવુબા સંપ્રદાયમાં ‘‘મોટીબા’’ તરીકે જાણીતા હતા.શ્રીજી મહારાજ તેમની નમ્રતા, સાધુતા, ઈર્ષ્યાનો અભાવ વગેરે ગુણોના વખાણ કરીને તેમને સ્ત્રી ભક્તોમાં શ્રેષ્ઠ ગણાવતા. જીવુબા દિલના ઉદાર હતા. દરબારમાં એમની પ્રેરણાથી આશરે દોઢસો જેટલી સાંખ્યયોગી બહેનો હતી. અને સર્વબાઈઓના યોગક્ષેમની સંપૂર્ણ જવાબદારી જીવુબા ઉપાડતા.
“હરિચરિત્રામૃતસાગર” માં આધારાનંદ સ્વામી જીવુબા વિશે કહે છે કે જીવુબાનો સ્વભાવ સારો હતો કે સાંખ્યયોગી સર્વેબાઈઓ તેમને વિશે ગુરુભાવ રાખતા. બધાને સત્સંગ થાય એવા પ્રેમથી બાઈઓને વાતો કરતા. વાત કરતા પોતાનામાં અપાર ગુણો હતા. તેની કયારેય વાતો કરતા નહીં અને બીજા સત્સંગીઓના ગુણો વિખ્યાત કરતા.
શ્રીજી મહારાજ અક્ષરધામમાં ગયા પછી જીવુબા ગોપીનાથજી મહારાજના ત્રિભંગી યુક્ત દર્શન કરતા ત્યારે તે સ્વરૂપ એકાકાર બની જઈને સાક્ષાત્ પુરૂષોત્તમ નારાયણ રૂપે દર્શન દેતા. આવી અનુપમ તાદાત્મ્ય ભક્તિ કરતા કરતા સંવત્ ૧૯૧૬ માં જેઠ સુદ છઠના રોજ જીવુબાએ બ્રહ્મ ગતિ પ્રાપ્ત કરી.
ગઢપુરમાં લક્ષ્મીબાગમાં શ્રીજી મહારાજની સમાધિની નજીક જીવુબાનો ઓટો છે. આજે પણ દુઃખી સ્ત્રીઓ પોતાના દુઃખ દૂર કરવા માટે ગદ્ ગદ્ હૃદયથી જીવુબાને ખોળો પાથરી વિનંતી કરે છે અને જીવુબા પણ એ શ્રધ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
આવા પરમ તપસ્વિની અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના માતુશ્રી તુલ્ય જીવુબાનાં પવિત્ર ચરણોમાં વંદન…
English
Lord Paramatma Parmatma Parmatma Lord Swaminarayan embarked on the love affair of Bhalkhachar family and stayed in Gadhpur after considering his own house. Jibbuba, a great supporter of that bellbapu. It does not even survive, but it survives. In 1841, he built a cradle in there. When the girl went to live, her name was "Jibboba"
Jibboa was very versatile and devoted since childhood. They love the Lords love. Jibbona took the first Darshan of Srihari and took it in the form of Harina. And Harvar decided to become a very intimate devotee. Even though Eblabapu made her married with Kadals Darbar Hadi Patgar. Despite getting married, leaving a worldly life and devoting life to a devoted and devoted life has given a good example for the Sankhayyasya sisters. The girls of Kathi Durbar did not go to bed after getting married, there was a miserable time. Yet, Jibus determination was steadfast.
Shreeji Maharajs fame and admiration were spreading everywhere. Then, by asking Singhji, Ladduad came to Gandhapur to take an examination of Shreeji Maharaj. Laddanji reached Garhpur to take a scholarship with the glory of beauty, beauty and Buddhism, but his aggravation of omnipotence was also omnipresent, Shriji Maharaj devoted himself to them! Yes, still the silhouette of silk wear or distance is not abandoned by the ego! Maharaj thought of a wonderful trick. Kaviraj said: Laduadanji, you are the treasury of Vidya. Explain this grandfathers sisters that the housing stay in labor so that we do not see bad.
If the poet tells the story, sitting in the court of Darbargad, sitting near Jibbuda, started talking to the laddus and gradually switched literal eroticism. By listening to everything quietly, Jibbuda spoke of the glory of brahmacharya, the scarcity of human life and the manifestation of Lord Yoga. The heart of the crying is heard. Poetry was defeated here and the philosophy of devotion was achieved. The spiritual life of the poet started and we got the gift of Brahmanand Swami.
Jigbo was known as the "bigba" in the sect. Shriji Maharaj praised his qualities of humility, sincerity, jealousy, and praised him as best among female devotees. Jibboa was kind hearted There were about one and a half hundred women in his court. And lifting full responsibility of the Yogyaksham of the all-Americans,
In the "Haricharitramatheeshasagar", Basantan Swami says about Jibbuba that the nature of Jibboo was good enough that the symbiotic surveys kept him greedy about him. Everyone talks to women in love with satsang. Speaking of himself had immense qualities. Never talk about it and do not talk about other Satsangi qualities.
When Shreeji Maharaj went to Akshardham, after making a trianghed-laden darshan of Jivubba Gopinathji Maharaj, the form became unchanged and he saw Darshan in the form of a true Saraswat Purusha Narayan. Jibboa attained Brahmans pace in the year 1916, at the time of Jeth Sud 6th, rather than performing such an inestimable devotion.
In Laxmibag in Gadhpur, there is an auto of life near Shreeji Maharajs samadhi. Even today, distressed women are urging Gadh Gaddah to get rid of Zububas heart, and Jibbuda also completes the mindset of the devotees.
Such Param Tapasini and the Swaminarayan Sampradayas Matushree Tuli Jibbudas sacred stages of Vandan ...