Bhaktraj Shree Kashidas – (ભક્તરાજ શ્રી કાશીદાસ)
ગુજરાતી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં ‘‘બોચાસણ’’ ને અમરસ્થાન અપાવનાર ભક્ત હતા કાશીભાઈ. તેમના પરિવારના તમામ સભ્યો અધ્યાત્મના રંગે રંગાયેલા હતા. તેમના પિતાશ્રી કાનદાસભાઈ તથા તેમના માતુશ્રી ભેખના પૂજારી હતા. છતાં હંસક્ષીરન્યાયથી સાચા ખોટાનો ભેદ કરી જાણતા.
શ્રીહરિ નીલકંઠ વર્ણી રૂપે બોચાસણ પધારેલા ત્યારે કાનદાસભાઈ બ્રાહ્મણોની ચોરાશી કરાવી રહ્યા હતા. તેમને ઘેર શ્રીહરિ દુધ અને ભાત જમેલા. ત્યારે જ કાશીદાસના હૃદયમાં વર્ણીની છબી ઉંડી ઉતરી ગયેલી. સમય જતા શ્રીહરિ ઉદ્ધવ સંપ્રદાયના ગાદીપતિ થયા અને કાશીદાસને ઘરની જવાબદારી મળેલી.
વરતાલના સમૈયામાં આવીને કાશીદાસે મહારાજને બોચાસણ પધારવા પ્રાર્થના કરી. મહારાજ બોચાસણ પધાર્યા. તેમની વાડીમાં ગળીના કુંડ હતા તે કાઢી નાખવાની આજ્ઞા કરી. શ્રીહરિની આજ્ઞાનો વિના વિચાર્યે અમલ કરનાર આ વિશ્વાસુ ભક્તએ આજ્ઞાનુસાર શેરડીની ખેતી કરીને મહારાજને તેડાવ્યા. શ્રીહરિએ વાડીએ પધારીને રસ ઉત્સવ કરેલો. કહેવાય છે કે તે દિવસે કાશીદાસના ખેતરમાં અક્ષરધામમાંથી વિમાનો ઉતરેલા. અક્ષર મુક્તોએ પણ શ્રીહરિનો પ્રસાદ લીધેલો. આજે પણ એ ખેતર વિમાનીયા ખેતર તરીકે ઓળખાય છે. અરે! તેમને ત્યાં લાગેલી આગને ગઢડામાં બેઠા બેઠા મહારાજે પોતાના હાથે ઓલવી નાંખેલી.
વેપાર ધંધામાં છળ કરીને ભાગીદારે ફરિયાદ કરેલી, કાશીદાસને જેલની સજા થયેલી પણ મહારાજે તેની રક્ષા કરેલી. શ્રીહરિના ના કહેવા છતાં દીકરા દીકરીનાં લગ્ન કરીને આજ્ઞાના ઉલ્લંઘનનો સ્વાદ ચાખ્યા પછી કાશીદાસે આ જીવન શ્રીહરિની નાની મોટી આજ્ઞાએ શિરને સાટે પાળેલી. ધન્ય છે આવા સહજાનંદી ભક્તને…
English
In the history of Shree Swaminarayan Sampraday, a devotee who had immortalized "bachasan" was Kashishbhai. All the members of his family were colored in spirituality. His father, Kanadasbhai and his mother, was a worshiper of the peacock. However, we know that we can distinguish between true falsehood and falsehood.
Kandasbhai was stooping Brahmins when Shreehari Neelkanth Varni was introduced as a bokshana. He got the Shrihari milk and rice in his house. Only then did the image of the word abound in Kashidass heart. At the time, Sriharivi Uddhav sampradayas padding and Kashidas got the responsibility of the house.
Kashidas came to Varanasis Samayya and prayed to Maharaj to take care of him. Maharaj took the bogusan. He ordered to remove the cottage in his garden. The faithful devotee, who is thinking without the orders of Srihari, used to cultivate sugarcane with the help of this sage. Shrihari has made a festive reception by Vadi. It is said that on that day the plane of Kashidas landed in Akshardham. Shree Lahiri Prasad has also been given the letter exemptions. Even today the farm is known as the airfield. Hey! Sitting in the gutted fire there, Maharaj extinguished his own hands.
Kashyadas was sentenced to jail by the businessman, who complained of business, but Maharaj defended him. Kashidas, after marrying his daughters daughter and taking a taste of Agnas violation, despite the nonviolence of Sririna, Kashidas kept the head covered by the small order of Sriharri. Blessed is such a Sahajanand devotee.