Sadguru Shree Krupanand Swami – (સદ્ગુરુ શ્રી કૃપાનંદ સ્વામી)

ગુજરાતી
કૃપાસાગરની કૃપા મેળવીને કૃપાનંદ એવુ નામ સાર્થક કરનાર, અનેક મુમુક્ષુ આત્માઓની ભવસાગરની અસંખ્ય આપત્તિઓ અને માનસિક મલિનતાઓ દૂર કરાવી જીવનમાં શાશ્વત સુખ શાંતિનો અખંડ અનુભવ કરાવનાર કૃપાનંદ સ્વામી શ્રીહરિના માળાના મણકામાંના એક સંત હતા.
શ્રીહરિનો દિવ્ય પ્રતાપ સાંભળીને દૂર દૂર દેશ દેશાંતરમાંથી લોકો ખેંચાઈને મહારાજના આશ્રિત બનતા. સંવત્ ૧૮૬૦ માં મહા સુદ સાતમના દિવસે શ્રીજી મહારાજ પ્રથમવાર ભુજ નગરમાં ગયા. રૂામાનંદ સ્વામીનું બાંધેલુ સદાવ્રત ત્યાં ચાલતું હતુ. પૂર્વ દેશમાંથી બે વૈરાગી બાવા સદાવ્રત લેવા આવ્યા.શ્રીજીમહારાજે તેમને શીરો-પુરી બનાવડાવીને જમાડ્યા, તેથી બંને વૈરાગી ખૂબ જ રાજી થઈ ગયા.
શ્રીજી મહારાજની અમૃત સમાન વાણી સાંભળીને બંને વૈરાગીઓએ થોડા દિવસ શ્રીહરિ સાથે રહેવાનો નિર્ધાર કર્યો. પૂર્વના કોઈ દૈવી મુમુક્ષુ હોવાથી બંને વૈરાગીઓને મહારાજ સાથે પ્રીત બંધાણી, એ પ્રીતના પ્રતાપે તેમને સમાધી થઈ. સમાધિમાં શ્રીહરિની સ્તુતિ કરતા મુક્તોનાં દર્શન કર્યા અને અક્ષરધામને વિષે શ્રી હરિનો ઐશ્વર્ય પ્રતાપ જોયો.
એકવાર શ્રીહરિએ તેમને પુછ્યું તમે ક્યાંથી આવ્યા, ત્યારે તેઓ કહે સરવરીયા વિપ્ર છીએ અને બાલ્યવયમાં ગૃહનો ત્યાગ કરી જગન્નાથપુરીમાં વૈરાગી થઈને જગન્નાથજીની સેવામાં રહ્યા. ત્યાં એક બ્રહ્મચારી તીર્થ કરવા આવ્યા હતા. તે બ્રહ્મચારી વર્ણીનો અપરાધ કરવાથી જગન્નાથપુરીના વૈરાગીઓ પરસ્પર કલહ કરી લડી મર્યા, તેનાથી અમે બે જણ ભાગીને બચી ગયા. તીર્થાટન કરતાં કરતાં ભુજ આવ્યાને અહીં તમારો યોગ થયો.
તેમની વાર્તા સાંભળી શ્રીહરિ કહે કે હવે તમે દ્વારકા જાઓ. ત્યારે વૈરાગી કહે તમારાં ચરણમાં જ તીર્થમાત્ર રહ્યાં છે. હવે તમારી પાસે જ મને રાખો. ત્યારે શ્રીજી મહારાજે બંને વૈરાગીઓને દીક્ષા આપી એકનું નામ ‘‘કૃપાનંદસ્વામી’’ તથાબીજા વૈરાગીનુંનામ ‘‘વીરભદ્રાનંદસ્વામી’’ પાડ્યું.
તેમાં કૃપાનંદ સ્વામી જ્ઞાન, ધ્યાનનાં અખંડ અભ્યાસી હતા. તેઓ મહારાજની રુચિ પ્રમાણે કેટલાક સંતોને ધ્યાનનો અભ્યાસ કરાવી, સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરાવી પ્રભુનો સાક્ષાત્કાર કરાવતા. શ્રીજી મહારાજની આજ્ઞા પાળવામાં ખૂબ જ ચીવટ રાખતાં. એકવાર ગુણાતીતાનંદ સ્વામી સાથે ગામડાં વિચરણમાં દૂર ડુંગર પર લાલ કપડું જોયું. ત્યાં સ્ત્રી છે એમ જાણી ઉપવાસ કર્યો. તેઓ ગુણાતીત સ્થિતિ વાળા હોવાથી શ્રીજી મહારાજની દરેક લીલાઓના પોતાની દિવ્ય દ્રષ્ટિથી દર્શન કરતા.કૃપાનંદ સ્વામીએ અનેક શેતાન જેવાં માણસોની શૈતાનીયત દૂર કરીને તેમને ભગવત્ પ્રેમી બનાવ્યા હતા.
ભગવાન સ્વામિનારાયણના વિશાળ ત્યાગી શિષ્ય સમુદાયમાં અખંડ ધ્યાનના અંગવાળા, ત્યાગ પરાયણ, નિર્માની, નિખાલસ, ક્ષમાની મૂર્તિસમા અનેકને માણિગર માવાનાં મણિમુકુટની એક રત્ન જડીત કલ્ગી બનાવનાર સદ્ગુરૂ કૃપાનંદ સ્વામીના ચરણોમાં શતશઃપ્રણામ…
English
Kripanand Swami was a saint of beads in the bead of Sriharri, who found eternal grace of eternal happiness in life, by extending the blessings of Krupanand, giving many names of the holy souls, removing countless calamities and mental defects in the earth.
Listening to the divine power of Sriharri, people were drawn away from the countrys emigration and became dependent on Maharaj. In 1860, Shreeji Maharaj went to Bhuj town for the first time on the day of Maha Sud Sadat. Rumanand Swamis work was running there. Two vairaji Bava from the East country came to take bath. Shriji Maharaj devoured him with the help of Shiro-puri, so both the Vairagiri became very pleased.
Shreeji Maharaj heard the elixir of the elixir, and the two ascetics decided to stay with Shreehari for a few days. Because of the divine inspiration of the East, both the ascetics are adorned with Maharaj, and they are reconciled with the love of pratyas. He performed Darshan of the devotees by glorifying Sriharri in Samadhi and saw Shri Hari Aishwarya Pratap about Akshardham.
Once Sri Lahiri asked him where you came from, then he says that the Sarvariya is Vipo and he renounced the house in Balayvay and stayed in Jagannathji in Jagannathpuri. There came a brahmachari to the shrine. After killing the Brahmachari Varna, the ascetics of Jagannathpuri fought and fought together and we saved two of us. Bhuj came more than Tirthatan and got your yoga here.
Listening to his story, Shriri says that now you go to Dwarka. Vairagi says that you are only living in your stage. Now keep me yours. When Shreeji Maharaj initiated both ascetics, he named the name "Kripanand Swami" and the other Viragiris name "Veerabhadranand Swami".
Among them, Kripānand Swami was an intimate custodian of meditation. According to Maharajs interest, some saints have studied meditation, attained state of samadhi and realized the Lord. Keeping the order of Shriji Maharaj very comical. Once, along with Gunatitanand Swami saw a red cloth on the hill in the village. Fasting is known as there is a woman. He was a transcendent state, performing every vision of Shreeji Maharaj with his divine vision. Krupanand Swami had removed the demonstration of many people like Satan and made him a Bhagavat-lover.
Lord Swaminarayans vast renunciation disciplined community in the heart of Sadguru Krupanand Swamy, created a jewel of manmukukut, a jewel of Manigukutt, in the form of unbroken meditation, abandonment of compassion, devotion, benevolence and forgiveness.