Bhaktraj Shree Krupashankar – (ભક્તરાજ શ્રી કૃપાશંકર)
ગુજરાતી
વિપ્રવર્ય કૃપાશંકર મહારાજના પ્રિય વિપ્રોમાંના એક વિપ્ર હતા. તેઓ “છોટી કાશી” તરીકે પ્રસિદ્ધ ઉમરેઠ ગામના વતની હતા. કૃપાશંકર બધા બ્રાહ્મણોમાં જુદા તરી આવતા. કારણકે તેઓનું જીવન બહુજ સાદું, સરલ અને ભગવન્નિષ્ઠ હતું. ભગવાનમાં નૈસર્ગિક પ્રીતિહોવાથી તેનામાં વિનય, વિવેક, ધૈર્ય, આત્મનિષ્ઠા વગેરે સદ્ગુણો રહેલા હતા.
શ્રીજી મહારાજ યજ્ઞાદિ વિધિ કરાવતા તેમા કૃપાશંકર મુખ્ય બ્રાહ્મણ તરીકે રહેતાં વરતાલમાં મૂર્તિપ્રતિષ્ઠાનાં યજ્ઞમાં તેમને બ્રહ્માનાં સ્થાને વરણી થઈ હતી. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે તેની નોંધ લીધી છે કે-
“કૃપા શંકર એ જ વિદ્વાન, તેનું વરૂણ કર્યું બ્રહ્મસ્થાન”
રઘુવીરજી મહારાજ ગાદીએ વિરાજમાન થયાં. ત્યારબાદ શ્રીજી મહારાજની આજ્ઞાથી સૌપ્રથમ રઘુવીરજી મહારાજે વરતાલમાં અન્નકૂટોત્સવ કર્યો. તેમાં ક્રિયાકુશળ સર્વ બ્રહ્મચારીઓને અન્નકૂટ ઉત્સવમાં દૂધમાં યોગ્ય પકવાન બનાવવાં આમંત્રિત કર્યા હતા. તેમાં કૃપાશંકર પણ અગ્રગણ્ય હતા ને તે અન્નકૂટની સેવા કરતા. પોતાનામનની વૃત્તિઅખંડશ્રીજીમહારાજમાંરાખતાં.
કૃપાશંકર અનન્યભાવે શ્રીહરિના આશ્રિત રહીને સત્સંગનીને સંતો-ભક્તોની નિષ્કામભાવે, નિર્દોષભાવે સેવા કરી શ્રીહરિના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. માટે લાખો વંદન હો આ ભક્તરાજને.
English
Vipravarya was one of Wipros favorite Wipro of Karishankar Maharaj. He was a native of the famous Umrah village as "Chhati Kashi". Prahashankar has come to be different in all Brahmins. Because their life was very simple, simple and bhagvanithi. In the Gods, natural pritihova had good qualities in him, Vinay, Vivek, Dhaira, Atmamnitha etc.
Shreeji Maharaj was pleased to be the main Brahman in the Yadvadyi ceremony. He was appointed in place of Brahma in the sacrifice of Murthy Pertihatha in the Varalatal. Vihari Lalji Maharaj has written in his Harilalamrit that,
"Shankar was the same scholar, he devised his brahmana"
Raghubirji Maharaj was seated on the throne. After this, Raghuvirji Maharaj first took the food cooker in the Vartal with the order of Shriji Maharaj. In it, all the brilliant teachers were invited to make a suitable cook for Milk in the festival of Ankkoot. Shree Shree Shankarankar was also prominent, and he served the food. Do not worry.
Karam Shankar, in a unique way, remained a devotee of Shrihari and served Satsangan as a devotee of saints and devotees, and attained a place in the heart of Sri Lahiri. For millions of Vandan Ho, this Bhaktraj will be given the Bhaktraj.