Sadguru Shree Krushananand Varni – (સદ્ગુરુ શ્રી કૃષ્ણાનંદ સ્વામી)
ગુજરાતી
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી સમકાલીન નંદ સંત પૈકી કૃષ્ણાનંદ નામે ત્રણ સંતો થઈ ગયા. મંજુ કે શાનંદ સ્વામી “નંદનામ માળા” માં નોંધે છે.
કૃષ્ણાનંદ મોટા સમાધિવાન,અહોનિશ રાખે અંતર હરિ ધ્યાન
કૃષ્ણાનંદ બીજા ગુરૂ થઈ ફરે, કૃષ્ણાનંદ ત્રીજા વાતું રૂડી કરે
જો કે સ.ગુ .આધારાનંદ સ્વામીકૃત “શ્રીહરિચરિત્રામૃત સાગર” માં ત્રણ કરતા વધારે કૃષ્ણાનંદ છે. કૃષ્ણાનંદ નામે એક સંન્યાસીનો ઉલ્લેખ મળે છે અને સંપ્રદાયમાં કેટલાક સ.ગુ.બ્રહ્મચારી શ્રી અચિન્ત્યાનંદ વર્ણીને જ કૃષ્ણાનંદ સ્વામી તરીકે ઠરાવે છે.
કૃષ્ણાનંદ સ્વામીના પૂર્વાશ્રમ વિષે થોડી માહિતી પ્રાપ્ત છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં આવેલ “રાણપર” ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિનાં પરમાનંદ વ્યાસને ત્યાં થયો હતો. બાળપણથી જ પૂર્વના સંસ્કારને કારણે સહજ સ્વભાવે પ્રગટેલા વૈરાગ્યથી પ્રેરિત થઈને તેમણે માત-પિતાને ત્યજીને સંન્યાસ ગ્રહણ કર્યો. શ્રીજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી પોતે જ “શ્રી હરિચરિત્રા મૃત” માં લખ્યું છે કે
પરમહંસની દીક્ષા આપી, પાડ્યું કૃષ્ણાનંદ વળી નામ
પાસે રાખી ગુરૂપ્રીતથી, કરી આજ્ઞા સુંદર શ્યામ.
શ્રીજી મહારાજે સ્વયં તેમને દીક્ષા આપી “કૃષ્ણાનંદ” નામ પાડ્યું હતું
કૃષ્ણાનંદ સ્વામી માત્ર કવિ જ નહોતા, સારા ગવૈયા પણ હતા. સં. ૧૮૮૩ માં ગઢડામાં ઈચ્છારામ ભાઈ ધામમાં ગયા ત્યારે દાદા ખાચરના દરબારમાં ભરાયેલ સભામાં શ્રીજી મહારાજે કૃષ્ણાનંદ સ્વામીને બ્રહ્મમુનિ રચિત “લગાડી તે પ્રિત લાલ” આ કીર્તન ગાવાનું કહ્યું અને પ્રભુ આજ્ઞા શિરોમાન્ય ગણીને કૃષ્ણાનંદ સ્વામી સભામાં કીર્તન ગાઈને મહારાજને પ્રસન્ન કર્યા હતા. તેથી શ્રીજી મહારાજે રાજી થઈને પોતાનો પ્રસાદીનો પોષાક આપ્યો હતો.
કૃષ્ણાનંદ સ્વામી શૂરવીર સંત હતા. મહારાજને શૂરવીરતાનું અંગ બહુ ગમતું. એકવાર વરતાલમાં શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતાં, તેમાં મહારાજે વાત કરી કે ભગવાનનું ધ્યાન કરવું તથા સભામાં જેટલી વાર બેસવું તેટલી વાર સંતોએ નાસિકાગ્ર વૃત્તિ રાખી બેસવું. માખ, મચ્છર કરડે તો થડકવું નહિ, એવા શૂરવીર સંત હોય તે સભામાં ઊભા થાઓ. આધારાનંદ સ્વામી “હરિચરિત્રામૃત સાગર”માં લખે છે ત્યારે કૃષ્ણાનંદ સ્વામી સભામાં ઊભા થયા હતા.
શ્રીજી મહારાજે કવિ કૃષ્ણાનંદ સ્વામીને પોતાની પાસે કાવ્ય કોષાદિક ગ્રંથ ભણાવીને ગ્રંથ રચવા માટે પ્રેર્યા હતા. તેનો ઉલ્લેખ પોતાના ગ્રંથમાં લખે છે કે,
“કાવ્ય કોષાદિક ગ્રંથને શિખવી શ્રી સુખકંદ,
ગ્રંથ કર્યો નિજ સ્વામીએ, સુખકારી શ્રી ગોવિંદ”
પ્રેમાનંદ સ્વામી રચિત “વંદુ સહજાનંદ રસરૂપ” ઈત્યાદિ ધ્યાન માળાના પદોની જેમ સ.ગુ. કૃષ્ણાનંદ સ્વામીએ પણ મૂર્તિના અંગો અંગની શોભાનું ચિંતવન કરતું કાવ્ય ગરબીના ચાર પદોમાં
“આવો મારે મંદિર સહજા નંદ, મનોહર શ્રીહરિ રે લોલ” તથા “શીર પાઘલડી સોને રે, ઝળકે સુરજ સમ ભારી” વગેરે પદોમાં રચ્યું છે.
કવિ કૃષ્ણાનંદ સ્વામીને મહારાજમાં ખૂબજ સ્નેહભાવ હતો.
આ જીવન સત્સંગ પ્રચાર પ્રસર કરી સત્સંગ વાટિકાને વારી આપી મહેકતી રાખનાર કૃષ્ણાનંદ સ્વામીનાં ચરણોમાં વંદન.
English
In the Swaminarayan sect, there are three saints in the name of Krishna, among the contemporary Nand saints. Manjoo or Shantan Swami writes in "Nandanam Garland".
Krishna sends a large saint, anahoni, and keeps distance from him
Krishanand would become another guru, Krishanand will do the trunks on the third
However, SG .Apartnerand Swamited "Shree Haricharitramit Sagar" has more than three Krishanandas. An ascetic is mentioned in the name of Krishna and in the tradition some SG Babhiracharya Shri Achintyanand Varni is named as Krishna Swan.
There is little information about Krishna Pranashrams predecessor. He was born at Parmanand Vyas of Udichi Brahmin caste in the village "Ranpur" in North Gujarat. After childhood, due to the sannyasin of the East, being inspired by the vairagya manifested in nature, he adopted the renunciation of his father. Shreeji Maharaj has initiated his initiation and wrote himself "dead in Shri Harichrita"
Adapted Paramahansa, gave Krishnanand the name as well
By keeping Guprreet, doing Agnas beautiful, dark.
Shreeji Maharaj himself gave him the name "Krishnaanand"
Krishanand Swami was not only a poet, but a good singer too. Contact Us In 1883, when Ichkhaaram Bhai went to Gadhada, when Shreeji Maharaj asked Krishananand Swami to sing the Kirtan written "Goddess Pratishthal" written by Brahma Muni in Dada Khachars court, and Lord Agnar was pleased to celebrate Krishananand Swamiji by singing a kirtan in the meeting, Maharaj was pleased. So Shreeji Maharaj was pleased and gave his prasadini costume.
Krishananand Swami was a brave saint. Maharaj loved the limelight of valor. Once Shreeji Maharaj was sitting in the Vardal, Maharaj spoke in that, meditating on God and sitting as many times in the meeting as many times as the Saints kept niggardly. Stand up in the meeting, if there is a knife in the mosquito, then do not break, you are a brave Saint. When Lord Swaminarayan wrote in "Haricharitramit Sagar", Krishananand Swami was standing in the meeting.
Shreeji Maharaj led a poet Krishnaanand Swami to teach the poetry classical scriptures to build a scripture. He writes in his book that,
"Teaching of the poetic texts, Shri Sukhkand,
Niyam Swamy, Granth has blessed, "Smrti Shree Govind"
Like the words of Purnaman Swami, "Vandu Sahajanand Rasputra" etc. Krishnand Swamy also has four portions of Poets poem, which is considered to be an idol of the limbs.
"Come to my temple Sahaja Nand, Manohar Shree Lahiri Ray Lol" and "Shire Pagladi Son Re, Shankar Suraj Sam Bhari" etc.
The poet Krishnaanand Swami was very affectionate towards Maharaj.
Vandan in the footsteps of Krishananand Swami, who kept satsang Vatika in the process of preaching satsang this life.