Bhaktraj Shree Lakhaji – (ભક્તરાજ શ્રી લાખાજી)
ગુજરાતી
શ્રીજી મહારાજની પરાવાણીને ઝીલીને અનેક પરમહંસો તથા ભક્તો થયા. જેનું સદ્વર્તન જોઈને અન્ય લોકો પણ સાક્ષી પુરતા કે આ ખરા ભક્ત છે. એવું કોઈથી થવાય નહિ ‘‘જેના વેરી ઘાવ વખાણે’’ એવા અનેક મહાપુરૂષો સંત પાર્ષદ તથા ભક્તો થઈ ગયા. જેનાથી સત્સંગ વાટિકા સદા મધમધતી રહી છે.
એવા જ એક ભક્તરાજ લાખા ભગત હતા. તેઓ મૂળ ગઢડાના હતા. બાળપણથી જ ભગવત્ પ્રેમ અને શૂરવીરતા હતી. સ્વભાવ નીખાલસ, સરળ અને શાંત અને ગંભીર હતો. સાચી સમજણ થતાં શ્રીજી મહારાજની ઓળખાણ થઈ અને તેમના આશ્રિત થયા.
લાખા ભક્ત માટે ઈતિહાસમાં કોઈ પ્રસંગ ઉપલબ્ધ નથી. પરંતુ તેઓ શ્રીજી મહારાજના પાર્ષદ હતા તેવો ઉલ્લેખ મળી આવે છે. શ્રીજી મહારાજ જ્યાં ફરતા તેમની સાથે લાખા ભક્ત પણ હતા. તેથી શ્રીજી મહારાજના ચરણે પોતાનું જીવન પુષ્પ અર્પણ કરી સદા પાર્ષદ રહીને સેવા દ્વારા પ્રેરણાનો પૂંજ પાથરનારા લાખા ભક્તના ચરણોમાં વંદન…
English
Shreeji Maharajs Parivani has become a devotee of many saints and devotees. Seeing the goodness of others, the other person is also a witness or a true devotee. There is no such thing as Many people who have become very scared and become saints and devotees. The Satsang Vitika has always been like this.
One such devotee was a lakha Bhagat. They were originally of Gadadhana. Since childhood, the Bhagavat was the love and valor. The nature was naive, simple and quiet and serious. Shreeji Maharaj was recognized and became a dependent of the true understanding.
There is no occasion available for the devotee in history. But they are found to be referred to as Shreeji Maharajs jurist. Where Shreeji Maharaj was moving along with him was a devotee. So Shreeji Maharaj offered flowers to his devotees at the feet of Shriji Maharaj and always remained vigorously in the feet of the devotee who has been inspired by the service.