Bhaktraj Shree Machakhachar – (ભક્તરાજ શ્રી માંચાખાચર)
ગુજરાતી
ગઢપુરવાસી અને અક્ષરવાસી અવિનાશીના આનંદ મિલનમાં અમૃતમય સેતુ બનનાર અજોડ ભક્તરાજ શ્રી માંચાખાચર કારિયાણીના ગામધણી હોવા છતાં સત્સંગના સંયોગ પહેલા પણ ધર્મનિષ્ઠ પુરૂષ હતા. તંત્ર-મંત્ર-જંત્રના તાગામાં પડ્યા સિવાય શાસ્ત્રીય વિધિ વિધાણાનુસાર પ્રભુ ભજતા, સદાવ્રત ચલાવતા.
શ્રીહરિના પ્રિય કાઠી ભક્તોમાં જેમણે સૌપ્રથમ શ્રીહરિનાં દર્શન કર્યાં હોય અને શ્રીહરિને દરબારમાં પધરાવ્યા હોય એવા ભક્ત છે માંચાખાચર. સંવત્ ૧૮૬૦ માં શ્રીહરિએ માંગરોળ જન્માષ્ટમીનો સમૈયો કર્યો ત્યારે માંચાખાચર દર્શન કરવા ગયેલા.શ્રીહરિનું અપાર ઐશ્વર્ય જોઈને શિષ્ય થઈને ઘેર આવ્યા. આ પ્રસંગની નોંધ હરિલીલામૃતમાં લેવાણી છે.
એ અવસરે માંચે ખાચરે, પેખ્યો પ્રભુ પ્રતાપ અપાર।
શિષ્ય થયા ત્યારે શ્રીજીના, જાણી સર્વોપરિ અવતાર॥
માંગરોળમાં કરેલો મહારાજનો નિશ્ચય માંચાખાચરે મરતા સુધી અડગ રાખ્યો. બીજા વર્ષે જન્માષ્ટમીના ઉત્સવે સરધાર ગયા. ત્યાંથી પાછા વળતા આ ભક્તરાજે ગઢપુરવાસીના હૃદયમાં ભક્તિ રસામૃતના છાંટણાં કર્યા. મહારાજની વાતો કરીને તેમના હૃદય ધડકતા કરી દીધા. “શ્રીહરિ જ્યારે કારિયાણી પધારશે ત્યારે જરૂર તમને તેડાવીશું” એવું વચન આપીને માંચાખાચર કારિયાણી આવ્યા.
સરધારમાં ચાતુર્માસ પૂર્ણ કરીને શ્રીહરિ કારિયાણી પધાર્યા. આ ભક્તની ભક્તિને વશ શ્રીહરિને ત્યાં ઘર જેવું લાગ્યું. ગાદીએ આવ્યા બાદ શ્રીહરિએ કારિયાણીથી સમાજ સેવાના શ્રીગણેશ કર્યા. તળાવ ખોદાવી લાખોની તરસ છિપાવી. તળાવના પૂર્તકર્મ પ્રસંગે માંચાખાચરે પોતાનું સર્વસ્વ શ્રીહરિને ચરણે ધર્યું. શ્રીહરિએ તે દ્રવ્યના સદુપયોગ માટે સૌ પ્રથમ વિષ્ણુયાગ કર્યો. કારિયાણીથી પત્ર આવતા સંવત્ ૧૮૬૧ માં ગઢપુરવાસીઓને શ્રીહરિને સૌ પ્રથમ દર્શન આ માંચાખાચરના દરબાર ગઢમાં થયેલાં.
એકવાર શ્રીહરિનો ગઢપુરથી પત્ર આવ્યો. પત્ર મળતાં તત્કાળ ગઢપુર આવજો. માંચાખાચર પૂજા લઈને ચાલતા થયા ત્યારે વસ્તા ખાચરે રોક્યા. ર૦૦ વીઘાનો કપાસ તૈયાર ત્યાં જઈને તો આવશો ત્યાં સુધીમાં ભેળાય જશે. તેને ઠેકાણે પાડીને જાઓ. ૃાસ્તા ખાચરની વાતનો જવાબ શું આપવો? આમ વિચારતાં માંચાખાચર ભરવાડો પાસે ગયા અને કહ્યુંઃ “કાલે મારા ખેતરમાં ગામ-પરગામના ઘેટાં બકરાં મૂકીદો.” બસ કપાસ ઠેકાણે અને માંચાખાચર નીકળી પડ્યા ગઢપુર જવા. આવા નિર્મોહી ભક્ત હતા.
અરે! પદાર્થો જ નહીં શ્રીહરિની આંખના ઈશારે તેમણે પરિવારનેા પણ ત્યાગ કરેલો. શ્રી હરિએ જે ૧૮ પરમહંસો કર્યા તેમાં પ્રથમ નામ આ ભક્તરાજનું હતું. (‘‘માંચાસૂરાસોમલાઅલૈયા.) વીરદાસ પટેલે વાડીએ જઈને માંચાખાચરના હાથમાં પત્ર મૂક્યો ત્યાંને ત્યાંજ કુંભારને ત્યાંથી ગેરૂ મંગાવીને ભગવાં કપડાં પહેરી ઘેર ગયા વિના ભૂજ ગયા. શ્રીહરિનાં દર્શન કર્યાં. શ્રીહરિએ “અચિન્ત્યાનંદ” નામ પાડ્યું. થોડા દિવસ રાખીને અપાર સુખઆપ્યું અને પુનઃઘેર જવાની આજ્ઞા કરી.
માંચાખાચરે આજ્ઞાને વશ થઈને ભગવા ઉતાર્યા પણ લગ્ન ન કર્યા. અખંડ બ્રહ્મચર્ય પાળ્યું. તેથી મહારાજ તેમને ત્યાં પધારતાં અને અપાર સુખ આપતા. સત્સંગ સાહિત્યમાં કારિયાણીની અનેક લીલાઓ લખાયેલી છે.
આ માંચાખાચરે બ્રહ્મચર્ય વ્રત પાળી સત્સંગપરાયણ જીવન કર્યું એટલે તેમના ગરાસનો વ્યવહાર વસ્તા ખાચર સંભાળતા. આ વસ્તાખાચર ઘરભંગ થયા અને લોકા ગ્રહથી પુનઃવિવાહ કર્યો ત્યારે માંચાખાચર ખુલ્લી તલવારે પાછળ પડયા. વસ્તાખાચર જીવબચાવવા ગઢપુર મહારાજ પાસે ગયા અને કાકાને સમજાવવા પ્રાર્થના કરી. શ્રીહરિ ઘોડીએ અસ્વાર થઈને તત્કાળ કારિયાણી આવ્યા. અને આજ્ઞાએ સંસારમાં રહ્યા છો છતાં ક્રોધ કરો છો. આમ વાતો કરીને ફરી સાધુ કરીને ગામડે ફરવા મોકલી દીધા. એકવાર સાધુ કરીને પાછા કાઢેલા. છતાં ફરી આજ્ઞા થતા ફરી સાધુ થઈને ગુજરાતમાં ગામડે ફરવા જતા રહ્યા. ધન્ય છે આવા આજ્ઞા પાલક ભક્તને.
માંચાખાચરમાંથી અચિન્ત્યાનંદ બનેલા આ ભક્તરાજે શ્રીહરિની હયાતીમાં બામણગામે દેહત્યાગ કરીને શ્રીહરિની નિત્યસેવા સ્વીકારેલી.
English
Even before the coincidence of satsang, there was a pious male, despite the village village of Akshakacharya Kariyani, the unrivaled Bhaktraj, who became the devotee of Garhpurwari and Akhandwasi Avinashi. Apart from falling into the tantra of mantra-mantra, classical rituals are performed by Lord Vardhanusar, performing Sadvrat.
There is a devotee who has performed Darshan of Sriharris favorite Kathi devotees who have first performed Darshan of Sriharri and have sent Shriharri in the court. In the year 1860, when Shriharri did summon the Mangrol Janmashtami, he went to perform a Manchacharya darshan. After seeing the vastness of the body, he came to the house with a disciple. The note of this event is taken in Harimalilamrut.
At that time, in the end, Pekheya Lord Pratap Apar.
Shreejis knowledge of the worldly life, during his disciple,
Keeping the faith of Lord Maharaj in Mangrol, till the death of the deceased. In the second year, the festival of Janmashtami went straight. After returning from there, this Bhaktraj gave splash of devotion to Lord Ram in the heart of the fortress. Maharajs heart stared at his heart. The priest came to Kanchani when he promised, "When Shreeji comes to you, you will get your help."
Shreehari Kariyan was completed by completing Chaturmas in Sardar. This devotees devotion was felt like a home there. After coming to the throne, Shrihari performed Suryation of social service from Kariani. Hiding the thirst of millions by digging a lake. On the occasion of the Pankit Purkharmachar, he made his entire journey towards Shrihari. Sriharri made Vishnuyag the first to use the substance of the matter. In the year 1861, a letter from Kariyani came to the fortress of Darbar in the Manchchachchar, in the first Darshan of Sriharri, to the fortresses of the fortresses.
Once upon a time, letter from Shrihariri Ghadpur came. Get the letter immediately after receiving the letter. They stopped at the time when they walked in worship. You will be ready for 200 yards of cotton and you will get mixed up till it comes. Slip it there and go. What is the response to Arista Khachar? In this way, the march went to the shepherds and said: "Put the goats of village-pragaam in my farm tomorrow." Just go and go to Garhpur in the cotton field. Such was a non-temporal devotee.
Hey! Not only the objects, he also renounced the family in the direction of Shriharinis eyes. The first name of this Bhaktraj was that of Shri Hariyas who performed 18 Parmahans. ("ManchasurasomalaAlaiya.") Veerdas Patel went to Vadi and put a letter in the hand of Machchachchar, where he called the potter from there and Bhagwan went to Bhuj without going to the house wearing clothes. Shri Darshan of Srihari. Shrihari named it "Achinatanand". Keeping for a few days, they gave great happiness and ordered to go back to the house.
In fact, Lord Rama did not marry but got married. Continuation of intuitive brahmacharya. So Maharaj gave them happiness and gave them happiness. Satsang literature has a lot of kariyani texts written.
In this case, after doing vow of brahmacharya, the life of a satsangaprayana took care of their gurus. When this distraction got disturbed and redeveloped by the loca planet, the march was thrown open. He went to Garhapur Maharaj to save his life and pray to explain the uncle. The Sreei Horse came to an emergency immediately. And the Agnas are in the worldly life but you are angry. After doing so, he sent the monk again to the village. Once done with a sadhu. However, once again the Agnas started going back to the village in Gujarat after being a sadhu. Blessed is such an obedient worshiper.
This Bhaktraaj, which was made from Acharya, from Acharya, was accepted by the devotees of Shree Hari, and accepted Srihari Nitya Sewa from the temple.