Sadguru Shree Mahanubhavanand Swami – (સદ્ગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામી)
ગુજરાતી
વચન સિદ્ધિ જેને સહજ હતી, મૂર્તિ જેનાં અંતરે હતી છતાં અમદાવાદ દેશના ગામડે ગામડે ફરીને જેણે સત્સંગના વિકાસની અતિ મોટી સેવા કરી છે એવા સદ્ગુરૂ શ્રી મહાનુભાવાનંદ સ્વામી કુરૂક્ષેત્રથી ૧રપ ગાઉ દૂર ‘‘કડા’’ ગામના નિવાસી હતા. કિશોરા વસ્થામાં જ તેમને વૈરાગ્યનો વેગ લાગેલો; તેથી ઘરબારનો ત્યાગ કરી તીર્થાટન કરતાં કરતાં એક સ્ત્રી ધનના ત્યાગી વૃદ્ધ મહાત્મા મળ્યા. ત્યાં રહ્યાં. તેણે મહંતાઈ આપવાની વાત કરી ત્યારે દ્વારકાની યાત્રાનું મિષ લઈને નીકળી ગયા. દ્વારકા જઈને ૧ર વર્ષની અખંડ પૂજાનું નિયમ લઈને સેવામાં રહ્યા.ચોથે દિવસે દ્વારકાધીશે દર્શન દઈને કહ્યુંઃ‘‘અહીંથી ચાલ્યો જા, તને પ્રત્યક્ષ ભગવાન મળશે.’’
દ્વારકાધીશની આજ્ઞા શિરે ચડાવીને તેઓ વહાણમાં બેઠા; જામનગર ઉતર્યા ત્યાં સ્વરૂપાનંદ સ્વામીનો સંયોગ થયો. મહારાજના પ્રત્યક્ષ પણાની વાતો કરી ત્યારે તેમણે બુલંદ અવાજ કર્યો ‘‘હમ કૃષ્ણ ઉપાસી હૈ, અન્યા શ્રય નહીં કરેંગે.’’આમ છતાં સિધ્ધપુરના સમૈયામાં દર્શને ગયા અને સર્વાશ્રયનો ત્યાગ કરીને શ્રીહરિના અનન્યાશ્રિત થઈને સંત બની ગયા.રસ્તામાં જ ઊંઝામાં મહારાજનાં દર્શને મુગ્ધ બનેલા વૈરાગીએ શરણાગતિ સ્વીકારી ત્યારે શ્રીહરિએ તેને દીક્ષા આપીને “મહાનુભાવાનંદ સ્વામી” નામ પાડ્યું.
મહાનુભાવાનંદ સ્વામી પ્રથમ નજરે મહારાજને ઓળખી ગયેલા તેમજ મહારાજે પણ તેમની સ્થિતિને નજર અંદાજ કરી લીધેલી. ઊંઝાથી સિધ્ધપુર જઈને સમૈયો કરીને વરતાલ આવ્યા અને ત્યાંજ સ્વામીને સદ્ગુરુ પદ આપ્યું. મહાનુભાવાનંદ સ્વામી વચન સિધ્ધ પુરૂષ હતા. તેમણે અનેક ગામડાઓમાં મંદિરો કરાવેલા, સત્સંગમાં અંતરાયરૂપ થતા દ્વેષીઓની સાન ઠેકાણે લાવવામાં સ્વામી ખચકાતા નહિ. સ્વામી માણસા પધાર્યા ત્યારે ઠાકોર સાહેબ દર્શને આવ્યા. સ્વામીએ સંતોના ભંડારની અગવડ કહીને જગ્યા માંગી ત્યારે દિવાન વચ્ચે ઈનામ લેવા બોલ્યા. મંદિર બીજે લઈ જવું પડશે ત્યાંતો અમારે ઘોડશાળા કરવી છે.આ સાંભળી સ્વામીએ તત્કાલ ઈનામ આપ્યું. ઘોડશાળા! ઘોડશાળા હોવેગી તેરે ઘરમેં’’
બસ થોડા દિવસ પછી કંઈક ગુનામાં આવતા ઠાકોરે તેમને પહેરેલ કપડે રાજમાંથી કાઢી મૂક્યો ને તે રહેતો હતો ત્યાં ઘોડશાળા થઈ. આવા અનેક પ્રસંગો તેમની સેવા વૃત્તિ અને વચન સિદ્ધિની સાક્ષી પૂરતા હજુ સત્સંગમાં ગવાય છે. હજારો વંદન હો આવા સમર્થ સંતનાં ચરણોમાં.
English
Sadguru Shri Mahanubhavanand Swami was a resident of Kadha village, away from Rao Gaou in Rau Gao village, who had made a huge service to the development of Satsang. At the time of his teenage years, he got the momentum of Vairagya; So the elderly Mahatma, who renounced a household, renounced the wealth of a woman more than the Tirthatan. Loved there When he talked about giving importance to Mahatai, he took out a scion of Dwarkas pilgrimage. Dwarka went on service with the law of unbroken worship for one hundred years. Dwarkadhyay darshan on the fourth day said: Go from here, you will get a real God.
They sat on the ship, shaking the command of Dwarkadhishi; There was a coincidence of Swarantanand Swami who came here in Jamnagar. When he talked about the real talk of Maharaj, he made a sound voice, "Hum Krsna Upasis Hai, Anya Shraya Nay Karenga." However, in Sai Samadhs view, the devotees went to the Samayas and renounced Survishri and became a saint by becoming ancestor. When accepting, Shriharri initiated him and named him "Mahanubhavanand Swami".
Mahanujahanand Swamy first recognized Maharaj and Maharaj also looked at his position. After going to Siddhpur from Unjha, he went to Brunei and gave the title of Sadguru to Swami. Mahanubhavanand Swami Vachan was a siddha male. He has temples in many villages, the lord does not hesitate to bring the sages to the haters of obstacles in satsang. When Swami Mansa came, Thakor Saheb came to the scene. When Swami asked for a place called the discomfiture of the Saints treasures, he asked for a reward in the name of Dewan. When we have to take the temple apart, we have to make a knight. Then listening to this, the Swami gave instant reward. Horseshoe! Ghodshala Hovegi Tere Gharman "
Just a few days later, when something went off in crime, Thakor took away the clothes from her and she stayed there and there was a horse. Many such occasions are sung in satsang enough to witness their service philosophy and promise achievement. Thousands of Vandan Ho on the feet of such a powerful saint.