Bhaktraj Shree Mansinghji – (ભક્તરાજ શ્રી માનસિંહજી)
ગુજરાતી
જેમનું જીવન સાંસારિક પદાર્થોમાં અનાસક્તભાવવાળું હતું, જેમનો સ્વભાવ સરલ, શાંત, સહિષ્ણુ અને આનંદી હતો. પરોપકારમય જેમની નિષ્કામ પ્રવૃત્તિ હતી. જેમનું મન નિર્વેર, નિર્દોષ અને વિશાળ ભાવના વાળું હતુ. જેમનું જીવન વિનય, વિવેક, સંતોષ, ધૈર્ય, દયા અને ક્ષમા જેવા સદ્ગુણોથી મંડિત હતું. જેમને પરમપિતા પરમાત્મામાં પ્રિતી થતા હૈયુ ભક્તિ ભાવનાથી રંગાઈ ગયું હતું એવા પાર્ષદવર્ય માનસિંહ ગઢડાના વતની હતા.
સંપ્રદાયના ઈતિહાસમાં એમનો કોઈ પ્રસંગ ઉપલબ્ધ નથી પરંતુ તેઓ મહારાજના અગ્રગણ્ય પાર્ષદોમાંના એક પાર્ષદ હતા. તેઓ શ્રીજી મહારાજ સાથે ગામડે ગામડે સત્સંગ પ્રચાર પ્રસર કરવા માટે ફરતા હતા. શૂરવીરતા અને ભગવન્નિષ્ઠ સ્વભાવ હોવાથી મહારાજને પણ તેમને પ્રત્યે હેત હતુ. શ્રીજી મહારાજને સ્વાર્પણ કરી તેમની મરજીમાં જીવન જીવી અનેકને આદર્શ ભક્તનો પાઠ ભણાવનાર પાર્ષદવર્ય માનસિંહના ચરણોમાં નમસ્કાર…
English
Whose life was unaffected in worldly matters, whose nature was simple, calm, tolerant and joyful. Philanthropy Whose mind was nirvair, innocent and with a huge sense of humor. Whose life was fostered by virtues like humility, vivek, satisfaction, patience, kindness and forgiveness. Those who were blessed with Paramatma in Paramatma, were devoted to the heart of Bhakti, who was a resident of Mansingh Gadhda.
There is no such event in the history of the sect, but he was one of the foremost principals of Maharaj. He used to go to Shreeji Maharaj to practice satsang in village villages. Being brave and brave nature, Maharaj also loved them. Shreeji Maharaj gave his life to his life and paid homage to the devotees who taught the devotees of Parshadvariya on the feet of Manasimha.