Bhaktraj Shree Mayaram Bhatt – (ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ)
ગુજરાતી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ પંક્તિના ગૃહસ્થ ભક્તોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ માણાવદર (જૂનાગઢ) ના વતની અને સદ્ગુરૂશ્રી રામાનંદ સ્વામીના અનન્ય નિષ્ઠાવાન આદર્શ યુવક ભક્ત હતા.
તેઓ નાની વયમાં વિધુર થયા ત્યારે નરસિંહ મહેતાની જેમ ‘‘ભલુ થયું ભાંગી ઝંઝાળ, સુખે ભજશું શ્રી ગોપાળ.’’ વૃત્તિથી શેષ જીવનની લાંબી સફર કરવા માગતા હતા. છતાં પરિવારના અત્યાગ્રહને કારણે આ બાબતે તેઓએ શ્રદ્ધાનાં કેન્દ્રસમાં સંતવર્યશ્રી રામાનંદ સ્વામીની સલાહ લેવાનું મૂનાસીબ માન્યું. સભામાં જઈને વંદન કરી સ્થાન ગ્રહણ કર્યું ત્યાં જ એ મહાપુરૂષે સમાધાન આપ્યું. ‘‘કોઈ ત્રણ ફેરા ફરીને પણ મને પૂછે તો હું ચોથો ફેરો ફરવાની ના પાડી દઉં અને ભજનની ભલામણ કરું’’ ગુરૂદેવ રામાનંદ સ્વામીના આ શબ્દોને પોતાના પ્રશ્નનો ઉત્તર માનીને ભટ્ટજી આજીવન બ્રહ્મચારી રહ્યા, એટલુંજ નહિ પણ સંસાર વ્યવહારથી અળગા રહ્યા અને સત્સંગમાં અગ્રણીની સાથે રામાનંદ સ્વામીની કૃપાનું વિશેષ પાત્ર બનેલા.
સદ્ગુરુ રામાનંદ સ્વામી પણ ભટ્ટજીને દરેક વ્યવહારિક કાર્યોમાં આગળ રાખતા, સલાહ સૂચન લેતા. શ્રી નીલકંઠ વર્ણીને ગાદી આપતી વખતે પણ સ્વામીએ ભટ્ટજીની અનુમતિ લીધેલી. તેનાથી જ સમજી શકાય કે ભટ્ટજી કેવા નિષ્ઠાવાન અને વિશ્વાસ પાત્ર ભક્ત હશે!
રામાનંદ સ્વામી જીવતા જાગતા ભગવાન છે એવી ઊંડી શ્રદ્ધા અને દ્રઢ નિષ્ઠા સાથે સત્સંગ કરનાર ભટ્ટજીને સમાધિ પ્રકરણ વખતે મનદુઃખ થયેલું, પણ શ્રીહરિના અપાર ઐશ્વર્યે તેમની તમામ શંકાઓના મૂળિયા કાઢી નાંખેલા. પરિણામે ભટ્ટજી શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન ધર્મનિષ્ઠ ભક્ત તરીકે પ્રસિદ્ધ થયેલા.
તેમનું જીવન સત્સંગ માટે સમર્પિત હતું. રાત્રી-દિવસ મહારાજની સાથે ફરતા છતાં જાતે બનાવીને જમતા. સર સામાન સાથે રાખતા. તેમની ધર્મનિષ્ઠા સ્વરૂપ-નિષ્ઠામાં બાધક ન બનતી. શ્રીજી મહારાજનો તેમને પૂર્ણ વિશ્વાસ અને ઊંડી આસ્થા હતી. તેમણે સતત સેવા કરીને અખૂટ રાજીપો પ્રાપ્ત કરેલો. ચાલવું તેમને મન કંઈ નવાઈની વાત ન હતી. પરિણામે શ્રીહરિના દુત બનીને ગામડે ગામડે આજ્ઞા પત્રો કંકોત્રીઓ પહોંચાડવાની સેવા થાક્યા વિના કરતા. છતાં કોઈ જાતની અપેક્ષા પણ રાખતા નહિ.
નિરપેક્ષ ભાવે સત્સંગની સેવા કરી. ઓછામાં ઓછી અપેક્ષા સંગ્રહ ખોરી કર્યા વગર સાદગી સભર જીવન જીવી, ધર્મનંદનને રાજી કરનાર વિપ્રવરેણ્ય શ્રી મયારામ ભટ્ટનાં ચરણે વંદન…
English
Bhaktiraj Shri Mayaram Bhatt who attained the first place in the first line of the Swaminarayan sect of Sri Swaminarayan sect was a unique devotional ideal youth devotee of the native of Manavadar (Junagadh) and Sadguru Shri Ramanand Swami.
When he was young in a small age, like Narasimha Mehta, "Bhal hua bhanghi zanzalka, we did a good job, Shri Gopal." From the mind, the rest wanted to make a long journey of life. However, due to the inadequacy of the family, he believed in the matter of taking the advice of Saint Ramanand Swami in the center of faith. The Mahapuri agreed in the meeting where he took a vandan and took his place. "If someone asks me three times, I will not refuse to go back to fourth and I recommend it to Bhajan." Bhattji was a lifelong Brahmachari by answering Gurudev Ramanand Swamis words to his question, not only, but also with worldly interaction, and with the leading in satsang, Ramanand Swami Made a special character of grace
Sadguru Ramanand Swamy also kept Bhattji in every practical task, taking advice and suggesting. Swamiji also approved Bhattji while giving throne to Shri Neelkanth Varni. It is only understandable that Bhattji will be a devoted and faithful devotee!
Sathsangar Bhattji, with deep faith and devotion, that Lord Ramanand Swami is a living God, was upset at the Samadhi chapter, but the immense divine power of Srihari drew the roots of all their doubts. As a result, Bhattji was revered as a devoted devoted devotee of Srihari.
His life was devoted to satsang. Even after going around night and day with Maharaj, eating myself made it. Sir kept up with the goods. Their piety does not inhibit form-devotion. Shreeji Maharaj had full faith and deep faith in him. He has achieved immense royalty by continuously serving. It was not surprising that the mind was walking. As a result, the service of sending the Agnas letters to Kanchori in the villages, without becoming tired of Sri Lahiris misery. But do not even expect anything.
Serving satsang at an absolute price Vivekananda on the feet of Shri Mayaram Bhatt, who resigned from Dharmanandan to live a simplicity of life, without undermining the expectation of least.