Sadguru Shree Mota Yoganand Swami – (સદ્ગુરુ શ્રી મોટા યોગાનંદ સ્વામી)
ગુજરાતી
સંપ્રદાયમાં એક અદના વિદ્વાન, અજોડ ઉપદેષ્ટા, અને કાઠીઓના ગુરૂ તરીકે પ્રસિદ્ધ થયેલા સંત મહાપુરૂષનો જન્મ ઉત્તર ગુજરાતના “ગલથોર” નામે ગામમાં સંવત ૧૮૪૧ ચૈત્ર સુદી પડવાને દિવસે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ રણજીતભાઈ અને માતાજીનું નામ રૂપવતીબાઈ હતું.
જીવનમાં બધુ જ મળે છે તો પરમાત્મા કે મન મળે? એમના બાળ માનસમાં ઉઠેલા એક પ્રશ્નના ઉત્તરને મેળવવા માટે તેમણે તીર્થ યાત્રા કરવાના બહાને સંસારને અલવિદા આપી. પરબ્રહ્મની શોધમાં ફરતા ફરતા અમદાવાદ પાસેના કણભા ગામે પહોંચ્યા. વાયુની જેમ ચોમેર ફેલાતી સહજાનંદની દિગંત વ્યાપી કીર્તિ તેમના કાનને પવિત્ર કરી ચૂકી હતી. પણ કણભામાં જ્યારે તેમને શ્રીજી મહારાજના દર્શન થયા ત્યારે મન-વાણી સ્તબ્ધ થઈ ગયા. નેત્ર અપલક રહી ગયા અને મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ. તીર્થયાત્રાને પૂર્ણ કરી જેના પગલે તીર્થ સર્જાય છે એવા શ્રીહરિની પાછળ પાછળ ફરવા લાગ્યા. વેલાલમાં શ્રીજી મહારાજે તેમની પ્રાર્થના અને ઉત્કંઠા જોઈને દીક્ષા આપી અને ‘‘યોગાનંદ સ્વામી’’ નામ આપ્યું.
ભગવી ચુંદડીના પ્રતાપે સ્વામીની જીભ પર સ્વયં સરસ્વતી બિરાજ્યા. તેઓ સ્વયં સ્તુતિ-પ્રાર્થનાઓ રચીને પ્રભુ આગળ ગાવા લાગ્યા. તેમનામાં કવિનાં અપેક્ષિત લક્ષણો જોઈને શ્રીજીમહારાજે તેમને સંસ્કૃતનો વિશેષ અભ્યાસ કરવા માટે ધોળકા મોકલ્યા. અભ્યાસના ફલસ્વરૂપે તેમણે સંસ્કૃત સ્તોત્ર રચવાના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ સ્વામીએ વનવિચરણની તપોમયમૂર્તિનું વર્ણન કરતું સંસ્કૃત સ્તોત્ર રચ્યું જે સાંભળીને મહારાજ ઘણા જ રાજી થયેલા. એકવાર ગઢડામાં મનોહર રૂચિકર વસ્ત્રોથી ઓપતા શ્રીહરિને જોઈને સ્વામીએ ‘‘જલધર સુંદર મદન મનોહર’’ સ્તોત્ર બનાવીને શ્રીહરિને સંભળાવ્યું. એ સાંભળીને મહારાજ એટલા બધા રાજી થયા કે પોતાનું ઉપવસ્ત્ર સ્વામીને ઓઢાડી દીધુ.
સ્વામીએ સંસ્કૃતમાં બે ગ્રન્થોની રચના કરી છે. ‘‘બુધરંજની’’ અને ‘‘પ્રશ્નોત્તર સાગર’’. જેમાં પ્રથમ ગ્રન્થમાં સ્વામીએ શ્રીહરિના ‘‘શ્રીજી મહારાજ’’ નામની વિસ્તૃત વ્યાખ્યા કરીને ૩૪ પ્રકારે અર્થ કર્યા છે. બીજા ગ્રન્થમાં રર૩ જેટલા પ્રશ્નોના ઉત્તરો છે.
વૈદુષ્યની સાથે સ્વામી પાસે અજોડ ચૂંબકીય વાક્શક્તિ હતી. પરિણામે ખાચર, ખૂમાણ, વાળા વિગરે અનેક કાઠી દરબારો સ્વામીના હસ્તે વર્તમાન ધરાવીને શુદ્ધ સત્સંગી થયેલા. પરિણામે સ્વામી ‘કાઠીઓના ગુરૂ’ તરીકે પણ પ્રસિદ્ધિ પામેલા. લોયામાં જ્યાં શ્રીજી મહારાજનાં પહેલા વચનામૃતનો ઉપદેશ લખાયો છે ત્યાં યોગાનંદ સ્વામીએ મંદિર કરેલું ત્યાં આજે વિશાળ નવિન મંદિર તથા શાળા, ગૌશાળા, હોસ્પિટલ થઈ રહ્યાં છે.
આમ, અનેક લોકોના પથદર્શક બનીને યોગાનંદ સ્વામીએ ૧૯૦૨ ને જેઠ વદ-૪ ના દિવસે ધંધુકા મુકામે યોગાસનમાં બેસી સ્વેચ્છાએ શરીર ત્યાગ કર્યો.
સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંતોમાં આજે પણ તેમની ગણના થાય છે. તેમના ચરણોમાં વંદન…
English
Saint Mahapruja was born as a teacher of one Ada in a cult and a saint subordinator of the Kathis, who was born on the day of Samvat 1841 Chaitra, in the village of Golthar of northern Gujarat. His fathers name was Ranjitbhai and Matajis name was Rupvati Bai.
If you get everything in life, then can you get Paramatma or the mind? To get the answer to a question raised in his childs mind, he gave away the worldly life to excuse himself from pilgrimage. Moving in search of Parabrahman, Kanabha reached near Ahmedabad. Like the air, the wide-spread glory of Sahajanand spreading his ears was sanctified. But in Kanabh, when the vision of Shreeji Maharaj came to him, mind-speech was awakened. The nostrils remain inaccessible and idols descend in distance. After completing the pilgrimage, the pilgrims started roaming behind the shrine. Shreeji Maharaj, in his valleys, initiated his prayer and enthusiasm and named him "Yoganand Swami".
Bhagwati Chandadi Pratap Bijayat Swaroop Saraswati on Swamijis tongue. They started singing in front of the Lord in the form of praises and prayers. Seeing the anticipated characteristics of the poet, Shreeji Maharaj sent him to Dholka to study Sanskrit. As a result of the study, he made Sri Ganesh to form a Sanskrit hymn. First of all, Swamiji created a Sanskrit hymn describing the formation of deforestation which was heard by Maharaj. Once upon a time, seeing Swarri, who was dressed in a beautifully dressed gurdha, Swamy gave a sermon "Jaldhur Sundar Madan Manohar". On hearing this, Maharaj was so pleased that he swore to his master.
Swami has created two scriptures in Sanskrit. Budharnjani and Questioner Sea . In which in the first volume, Swamiji has defined the name of Shreeji Maharishi as "Shreeji Maharaj" in 34 ways. There are answers to three questions in the second volume.
Swami had a unique magical power with Vaishudya. As a result, many Kathi Darbars, in the form of Khakhar, Khuman, have attained pure purity by presenting them through Swamiji. As a result, Swami was also famous as Guru of Kathis. Yoganand Swami has done a temple where Lord Shreeji Maharajs first Vachanamrit is written in Loya. Today, there are huge Naveen temples and schools, gaushalas, hospitals.
Thus, Yoganand Swami, after becoming a guide of many people, voluntarily left the body in 1902, at Jeth Vaidya 4, at Dhandkuka, at Yogasas voluntarily.
He is still considered in the great saints of Swaminarayan Sampradaya. Vandan at his feet.