Sadgur Shree Muljibrahmachari – (સદ્ગુરુ શ્રી મૂળજીબ્રહ્મચારી)
ગુજરાતી
સેવાનું સાક્ષાત્ સ્વરૂપ અને નિખાલસતાનું બીજું નામ એટલે મૂળજી બ્રહ્મચારી. આજીવન ઉત્કટ શ્રધ્ધા અને અનન્ય ભાવથી શ્રીજીને ભાવતા ભોજનિયા બનાવી બનાવીને જમાડનાર, એવા શ્રીમૂળજી બ્રહ્મચારીને આ સંપ્રદાયનો અનુયાયી કયો બાળક નહી જાણતો હાય? મૂળજી બ્રહ્મચારી એક સિદ્ધ છતાં પણ સેવક પુરૂષ હતા. પણ તેમની યોગ સાધના અનોખી હતી. શ્રીહરિના સ્વરૂપ વિના બીજો સંકલ્પ ન થાય એ જ એમની સાધના હતી અને એજ તેમની સિદ્ધિ હતી. ત્રણે અવસ્થામાં તેઓ શ્રીજી મહારાજને સંભારતા.
શ્રીહરિની દિવ્યકાયાની છાયા બનીને સાથે સાથે ફરીને, થાળ બનાવીને પ્રેમે જમાડનારા શ્રીમૂળજી બ્રહ્મચારીનું બાળપણ સૌરાષ્ટ્રના ‘‘મછીયાવ’’ નામના નાનકડાં ગામમાં વીત્યું હતું. તેઓશ્રીએ ક્યારે સૌરાષ્ટ્રની ધીંગી ધરણીને પોતાની કર્મભૂમિ તરીકે સ્વીકારી એ વિષે સંપ્રદાયમાં કોઈ તવારિખ ઉપલબ્ધ નથી. છતાં તેઓની કર્મભૂમી ‘‘મછિયાવ’’ હતી તે વાત નક્કી છે. તેઓ શરીરે ખડતલ અને સ્વભાવે પરમ ઉત્સાહી હતા.પરિણામે ઉદ્ધવાવતાર સદ્ગુરૂ શ્રીરામાનંદ સ્વામીના કૃપાપાત્ર સેવક બન્યા હતા. મૂળજી બ્રહ્મચારીએ સદ્ગુરૂ શ્રીરામાનંદ સ્વામી પાસે દીક્ષા લઈને શ્રીજીમહારાજ ગાદીએ આવ્યા ત્યાં સુધી સ્વામીની સેવા કરી હતી.
સેવામૂર્તિ બ્રહ્મચારીજી એ શ્રીજીમહારાજ ગાદીએ આવ્યા ત્યારથી લઈને ધામમાં સીધાવ્યાં ત્યાં સુધી દાસત્વભાવે સદૈવ સેવા કરી હતી. તેમના સ્વભાવની નિખાલસતા અને બ્રહ્મચર્યની દ્રઢતા માટે સ્વયં શ્રીજીમહારાજે પ્રશંસાનાં પુષ્પો વેર્યાં છે. તેઓ સ્વયં સ્વભાવે અત્યંત ભોળા હોવા છતાં શ્રીહરિના હૃદ્ગત અભિપ્રાયને સારી રીતે જાણતા. ‘‘મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણેછે.’’
શ્રીજીમહારાજના સ્વભાવ રૂચિને અનુસરીને સેવા કરતા છતાં જો મહારાજ કંઈક પરીક્ષાત્મક શિક્ષા કરે તો ‘‘જેવીશ્રીહરિનીમરજી’’ કહીને સ્વીકારતા. બ્રહ્મચારીના જોડાને દિવેલ દેતા વશરામ સુથારને શ્રીહરિ જોઈ ગયા ત્યારે કહ્યુંઃ ‘પોતાની સેવા બીજા પાસે કરાવે તેવા સેવક અમારે ન જોઈએ’. ગુજરાતમાં જતા રહો. તુંરત બ્રહ્મચારી આજ્ઞા માનીને ગુજરાતમાં જતા રહ્યા અને જેતલપુરથી દોઢમણ કેરીનો ટોપલો માથે ઉપાડીને ગઢપુર આવ્યા. પછી ફરી સેવામાં રહ્યા.
આમ, શ્રીજી મહારાજની જીભ વળે તેમ બ્રહ્મચારીનું જીવન વળતું. પરિણામે મહારાજ અને સંતોનો તેમને અઢળક રાજીપો મળેલો. વચનામૃતમાં તો ત્યાં સુધી નોંધાયું છે કે ‘‘જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે.’’આમ, સેવા રૂપી સાધના દ્વારા ઈશ્વરીય સદ્ગુણોના ભંડાર બનેલા મૂળજી બ્રહ્મચારીનું નિખાલસ વ્યક્તિત્ત્વ સાધુ જીવનનો આદર્શ પૂરો પાડે છે.શ્રીજીમહારાજે તેમને સહજાનંદ મૂળાનંદની જોડ તરીકે બિરદાવ્યા છે.
શ્રીહરિની સેવાની સાથે તેમણે સત્સંગ વિકાસમાં પણ નોંધપાત્ર સેવા કરી છે. ઈતિહાસની તવારીખ પ્રમાણે ગઢપુરમાં ગોપીનાથજી મંદિરનું છેલ્લું પ્લાસ્તરનું બધું જ કામ મૂળજી બ્રહ્મચારી એ જ પૂર્ણ કરાવ્યું હતું. સંવત્૧૯૦૪ માં = જળજીલણીના સમૈયામાં ઉપસ્થિત આચાર્યશ્રી તથા મૂર્ધન્ય નંદસંતોને બ્રહ્મચારીએ છે જય શ્રી સ્વામિનારાયણ કહ્યા અને કહ્યું મને મહારાજે સોંપેલું કાર્ય પૂર્ણ થયું છે. આમ કહીને અક્ષર ઓરડીએ દર્શન કરીને આસને આવી સિદ્ધાસનમાં બેસીને નિત્ય સેવાના કાર્યમાં લાગી ગયા ને સ્વધામ સીધાવ્યા.
English
The true name of the service and the other name of openness, namely, Moolji Brahmachari Shree Muljji Brahmachari, who was a devotee of Satyagraha, who was a devotee of eternal life with devotion and devotion, did not know the child who was a follower of this sect. Mulji brahmachari was a servant of the servant even though he was a saint. But his yoga sadhana was unique. Without the form of Sriharri, there was no other resolution, it was his sadhana and that was his achievement. In three stages, they recite Shreeji Maharaj.
With the shadow of Shrijis Divyaakaya, he came back to a small village called Mukhiyev, Saurashtras childhood, after the childhood of Shri Muljji Brahmachari, who had made love for the place. There is no guidance available to the sect about the time when Shri Shree Saurashtras slow earthquake is accepted as its Karma-mantra. But it is decided that their karmabhoomi was "proactively". He was strong and very enthusiastic in his body. As a result, he became a Kripa Seva servant of Sadhuuru Shriramanand Swami. Originally, Brahmacharya took the initiation from Sadguru Shriramanand Swami and came to Shreeji Maharaj until he came to the throne.
Servant-devotee Brahmachari ji, from the time when Shriji Maharaj came to the throne, from the time of his ascension to the dham, Dasvatva had performed Sadayav. Shreeji Maharaj himself has received praise for his perseverance and his firmness of brahmacharya. He knew very well about Mr. Hariris heart attitude despite being very self-conscious. "Mukund is a Brahmachari, it seems like a fool, even then we know our nature perfectly."
Despite serving the nature of Shreeji Maharaj, however, if Maharaj conferred some examative punishment, he would accept it as "Yashishri Nirmirji". When Vishram Suthar saw Vishram Suthar in the heart of the brahmachari, he said: We should not have any servants who make our service to others. Going to Gujarat. Tharat went on to Guadpur after taking brahmachari Agna and went to Gujarat and lifted a basket of Dodhamani mango from Jaitalpur. After being in service again.
Thus, the life of Shriji Maharaj turns to life, as the life of the Brahmachari turns back. As a result, they received huge rajipos from Maharaj and Saints. In Vachanamrut, it has been recorded that, "God has such qualities as a virtuous person in Brahmachari." Thus, by the service of the Sampradaya, the fundamental personality of the origin of Brahma Brahmachari, which is a collection of godly virtues, provides a perfect way of life. Shriji Maharaj has praised him as a pair of Sahajanand Mulandanand. .
Along with the services of Shri Lahiri, he has also done a remarkable service in satsang development. According to the history chronology, all the works of the last plaster of Gopinathji Temple in Gadhpur were completed by the original Jalji Brahmachari. In the Samvat1904 = The Principal and the Muddhishanya Nandasant present in Jaljilani Samayya is called Brahmachari, Jai has told Lord Swaminarayan and said that the work assigned to me by Maharaj has been completed. By saying this, the letter closes in the room, sitting in such a Siddhanas, and doing regular work in the Siddhasan.