Bhaktraj Shree Naja Jogiya – (ભક્તરાજ શ્રી નાજા જોગિયા)
ગુજરાતી
તન-મન-ધન સમર્પિત કરીને શિરને સાટે સત્સંગ રાખનાર શ્રીજી મહારાજના અનન્ય ભક્તજનોમાં નાજા જોગિયા એક આગવું સ્થાન ધરાવે છે. તેઓ શ્રી લાખણકા (તા.જસદણ) ના વતની હોવા છતાં સત્સંગનો પક્ષ રાખવા તે ગામનો ત્યાગ કરી, થોડા સમય ભડલી રહીને અંતે ભોંયરા ગામે સ્થિર થયેલા અને આજીવન હજૂરી પાર્ષદ તરીકે સમર્પિતજીંદગી જીવેલા. વિશેષ કરીને તેમણે મહારાજની સાથે માણકીની ખૂબ સેવા કરેલી અને જ્યારે જ્યારે મહારાજ ગુપ્તવાસમાં જતા રહેતા ત્યારે ગઢપુરવાસીઓને નાજા જોગિયામાં રામદૂત હનુમાનજીના દર્શન થતા અને નાજા જોગિયા તેમની તે ભાવના પૂર્ણ કરતા અને અપાર કષ્ટ સહન કરીને પણ શ્રીહરિને શોધીને ગઢપુર લઈ જતા.
નિર્મળ, નિખાલસ અંતઃકરણ, સંતો-સત્સંગીઓ પ્રત્યે અપાર પ્રેમ અને પક્ષ હોવાથી નાજા ભક્ત શ્રીહરિની માળામાં સ્થાન પામેલા. શ્રીહરિ નિત્ય તેમનું નામ લેતા એવા એ ઉત્તમ ભક્ત હતા. જાતિએ કાઠિ છતાં સ્વભાવે દાસ હતા અને શૂરવીર થઈને સત્સંગનો પક્ષ રાખતા.
લાખણકા ગામમાં રહેતા નાજા ભક્ત અને રામ જોગિયાએ પોતાને ઘેર આવેલા સંતોના અપમાનનો બદલો લેવા લાખા ગોવાળિયા સાથે ધીંગાણું કરેલું અને ગામ છોડીને જતા રહેલા. આ ભક્તને ત્યારે ભડલીના ભાણખાચરે આશ્રય આપેલો. ટયાં પણ શાંતિ ન મળતા ભોંયરા આવીને સ્થિર થયેલા.
આવા નિષ્ઠાવાન આ ભક્તના શિરે એકવાર મોટી અણધારી આપત્તિ આવી પડેલી. જસદણના રાજા વાજસુર ખાચરે ક્રૂરતા પૂર્વક ફરમાન કરેલું કે તારા ભગવાન કાલસવાર સુધીમાં જોમને દર્શન ન આપેતો હું તારા ઢીંચણ ભાંગીને કારાવાસમાં પૂરી દઈશ. શ્રીહરિ અંતર્યામીપણે આ વાત જાણી ગયા અને વિસ નગરથી ભોંયરા પહોંચેલા. વચમાં વઢવાણમાં ભાણજી મહેતા એ મહારાજને ઘેરરોકવા અતિઆગ્રહ કર્યો ત્યારે શ્રીહરિએ તેમને કહેલું વચન નાજા ભક્તની ભક્તિની સાખ પૂરે છે.
વરસતા વરસાદે ભોગાવો નદીના ઘોડાપૂરને વહાણ વિના પાર કરીને શ્રીહરિ ભોંયરા પહોંચી ગયા અને ભક્તરાજ નાજા જોગિયાની રક્ષા કરેલી. સારોય સંપ્રદાય આ ઈતિહાસ જાણે છે.
અરે! એકવાર તો મહારાજ તેના ખોળામાં મસ્તક મૂકીને સૂઈ ગયેલા. ભક્તને ભગવાન અને ભગવાનને એ ભક્ત કેવા પ્યારા હશે! જ્યારે નાજા ભક્ત ભડલી રહેતા ત્યારે અચાનક મહારાજ પધાર્યા. થાળ જમીને કહે, ગામમાં નહીં બહાર ખુલ્લી હવામાં જઈને આરામ કરીએ. બહાર ગયા અને ઠંડી હવા જોઈને કહે ઊંઘ આવે છે. આમ કહીને ‘‘નાજા જોગિયાના ખોળામાંય, સૂતા શિર ધરિ શ્રીહરિ ત્યાંય’’
આમ,નાજા જોગિયા એક દાસ હોવા છતાં શ્રીહરિ તેમને સખ્ય ભાવનું સુખ પણ આપતા. દુષ્કાળ વખતના ગુપ્ત વાસ દરમ્યાન મેંથાણ અને ફરીના ગુપ્તવાસ શ્રીહરિ વરતાલ હતા ત્યારે ગઢપુરવાસીઓની પ્રાર્થનાથી શ્રીહરિની શોધમાં ગયેલા. નાજાભક્તનું કરૂણ રોચક આખ્યાન શ્રી હરિલીલામૃતના સપ્તમ કળશમાં વર્ણવ્યું છે. તે કથામાં તેમની દાસત્વ ભક્તિનો દસ્તાવેજ નોંધાયો છે.
જગમાલ પગીને ત્યાંનો કર બનીને આકાઠી ભક્તએ શ્રીહરિને ગુપ્તવાસમાંથી શોધેલા. એક કાઠી કુળદીપક ભક્ત પગીને ત્યાં શ્રીહરિને શોધવાનો કર બનેલા. શ્રીજીમહારાજ ધામમાં ગયા પછી રઘુવીરજી મહારાજે તેમને ભાગવતી દીક્ષા આપી ઘનશ્યામ દાસ નામ પાડ્યું હતું.જેમણે પોતાનું હૈયું હરિવરને સોંપીને આજીવન અલબેલાની આજ્ઞામાં રહેનારા નાજા ભક્તને હજારે વંદન હો…
English
Najja Jogia has a prominent place in the unique devotees of Shreeji Maharaj who dedicated satsang to the head by dedicating tan-mind-wealth. Although he is a native of Sri Lakhanaka (Ta. Jassan), he left the village to keep the party of satsang, for some time after being frozen and finally settled in the village of Bhoyra, and living life dedicated to life as a permanent owner. In particular, he served Mari with Maharaj and when Maharaj went into hiding, Gupttvas were seen by Ramdutt Hanumanji in Nāja Jogīā and Nāja Jogia, after completing their intentions and enduring hardships, also searched Srihari and took him to Ghadpur.
Nirmal, sincere conscience, love and faith towards saints and Satsangas, Najja Bhakta has been placed in Shri Hariris nest. He was an excellent devotee who used to take his name. Though the caste was still slaves, he was a slave in his own way, and he became a brave and favored satsang.
Naoga Bhakta and Ram Jogia, who lived in the village of Lakhanaka, retaliated with the lanky googlya for their insult of the Saints who were staying at their home and left the village. This devotee has given shelter to Bhanlachchacha in Bhadli. But there was no peace, and the basement was stagnant.
Such a devout, once the great unpredictable disaster occurred on the devotees head. The King of Jasdan, Vajsur Khattar, has brutally advocated that if Lord God does not give visas to Lord Jagannath, then I will complete his sentence and will complete his sentence. Sri Lahiri learned this thing intimately and came to the basement from Vish Nagar. Bhanji Mehta in Vadhvana in the middle of the temple, when the pilgrims surrendered to Maharaj, Shriharri told them the promise of devotion to the worship of Nava Bhakra.
Over the rainy season, the Horse of the Bhogav river crossed the ship and reached Sri Bhariyara and protected Bhaktraj Naja Jogia. Good faith knows this history.
Hey! Once upon a time, Maharaj slept with his head in his lap. What a devotee to God and God will be to the devotee! When the devotee got entangled, suddenly Maharaj passed on. Thal wet the ground, go out into the open air, do not relax in the village and relax. Go out and say sleep by seeing a cold air. By saying, "Najja Jogiyas bosom, sleeping shir Dhri shrihari there" "
Thus, despite being a slave of Najja Jogia, Shreehii gave him the highest level of happiness. During the secret of drought-like times, mystery and renewed secret was in Shree Lahiri Vartal, when in search of Shri Lahiri in search of the fortress of the fortresses. Najabhaktas tragedy has been described in the elaborate form of Shree Harililamrut. In that story, he has a document of his mantra worship.
Jagmohan Pagin made a tax there, and a devotee discovered Shree Lahiri from the hiding place. There is a taxonomist devotee to find Shree Lahiri, who is a taxman. After going to Shreeji Maharaj Dham, Raghubirji Maharaj named him Ghanshyam Das by initiating him. He handed over his heart to Harivar and said to Hazrat Vaibhadan Hazare Vandan who lived in the Agna of Abhayn Albela.