Bhaktraj Shree Nandubhai – (ભક્તરાજ શ્રી નંદુભાઈ)
ગુજરાતી
સત્સંગ દિગ્વિજયના ઈતિહાસમાં ઉમરેઠ આગવું સ્થાન ધરાવે છે.આ ઉમરેઠના વતની અને ખેડાવાળા બ્રાહ્મણ તરીકે ઓળખાતા ભક્તરાજ નંદુભાઈ એક આદર્શ નિષ્ઠાવાન સત્સંગી હતા. વિદ્વાન હોવાથી મુક્તમુનિ અને નિત્યાંનદ મુનિ જેવા વિદ્વાનોની વિદ્વતાથી પ્રભાવિત થયેલા. તેથી જ્યારે સ્વયં શ્રીહરિ ઉમરેઠ પધાર્યા ત્યારે આ વિદ્વાનોના ગુરૂસ્વયં કેવા હશે તે જોવા માટે આવ્યા. ત્યારે જ અવિનાશી એ એક આશ્ચર્યના ઉદધિમાં ડુબાડી દે એવી અલૌકિક લીલા કરી. ત્યાંના એક મૂંગા છોકરાં પાસે વેદ ઋચાઓનું મંગલ ગાન કરાવ્યું. આ દૃશ્ય જોતા જ નંદુભાઈના પૂર્વકર્મના થર તૂટી પડ્યા અને ભાગ્યોદયનો સૂર્ય ઉગ્યો અને શ્રીહરિનું શરણું સ્વીકાર્યુ. તેમના પિતાશ્રી રૂપરામ ઠાકર ઉમરેઠના સત્સંગીઓમાં મુખ્ય હતા.
ઉમરેઠમાં મતવાદીઓના દ્વેષને કારણે ઘણીવાર સહન કરવાનો સમય આવતો. ત્યારે તો આ નંદુભાઈ સહન કરી લેતા પણ સત્સંગથી દુઃખાયેલા કોઈ નિર્વિકલ્પાનંદ જેવા મોળી વાત કરતા તો તેને તીખા બાણ જેવું વચન મારતા પણ નિષ્ઠાની દોરી તૂટવા ન દેતા.
એક ઈતિહાસ એમ કહે છે કે શ્રીહરિએ નંદુભાઈના પગ દાબેલા. વાત એવી બનેલી નંદુભાઈ ઉમરેઠથી ગોધરા ગયેલાને પાછા ફરતા રાત્રે ભૂલા પડ્યા તેથી મુંઝાયા. ત્યારે યાદ આવ્યું. ભગવાન ભક્તના બેલી છે.ખૂબ ભજન કરવા લાગ્યા. ટયાં કૂતરાનો અવાજ આવ્યો. ઉભા થઈને જોયું તો દીવો દેખાણો. ત્યાં ગયા ત્યાં એક સરકારી થાણેદારના ડ્રેસમાં શ્રીહરિ સ્વયં નંદુભાઈની રક્ષા માટે ઉભેલા.
નંદુભાઈએ પૂછપરછ કરી. સરકારી માણસ વગડામાં આવતા મુસાફરોની સહાય માટે રહીએ છીએ. કયારેક કોઈક ભૂલ્યું ભટકયું આવે છે. એમ કહેતા શ્રીહરિએ ઘોડી લઈને બાંધી તેને ઘાસ નાખ્યું નંદુભાઈને જમવાનું પૂછ્યું. ના પાડી તો ખાટલો ઢાળી આપ્યો. નંદુભાઈને નિરાંતની ઊંઘ આવવા લાગી ત્યારે શ્રીહરિએ પગ દાબી આપ્યા. રૂાત પસાર થઈને સવાર થયું. શ્રીહરિએ નંદુભાઈને જગાડીને રસ્તો બતાવ્યો.
નંદુભાઈ ઘોડીએ બેસીને નીકળ્યા. આગળ મુસાફર મળતા વાતમાંથી વાત નીકળી. અહીં સરકારી થાણાનો માણસ બહુ સારો છે. તેણે વાત નકારી બન્ને ખાતરી કરવા ત્યાં પાછા ગયા. જોયું તો ઘોડીની લાદ પડેલી. નંદુભાઈએ નક્કી કરી લીધુ. એા મહારાજ જ હતા. ત્યાંથી સીધા જ વરતાલ આવ્યાને પગમાં પડ્યા. મહારાજ હસ્યાને કહે, “ભગવાનના ખરા ભક્તના તો અમે ભક્ત છીએ.”
શ્રીહરિચરિત્રામૃતસાગરમાં નંદુભાઈના પ્રશંસાના શબ્દો આધારાનંદ સ્વામીએ આલેખ્યા છે. રૂપરામ ઠાકર તેમાં મુખ્ય હતા. નંદુભાઈ તેમના પુત્ર હતા. શ્રીહરિ યજ્ઞ કરતા તેમાં તે ધનથી સેવા કરી રાજીપો મેળવતા. શ્રીહરિ તથા સંતોની સેવામાં ખુબ ઉત્સાહ રાખતા અને ધનાઢ્ય હોવા છતાં ખાન પાન અને વસ્ત્રાદિથી શરીરનું જતન બહુ રાખતા નહિ. સોનાના આભૂષણ ધારતા નહીં, હરિભક્તના બધા ધર્મપાળવામાં શૂરવીર હતા. સત્સંગ માટે સેવાનો યોગ આવે ત્યારે બહુ ઉત્સાહિત થતા.
આમ, ભગવાન જેની ભક્તિ કરે એવા ભક્તને ધન્ય છે.
English
Satsang has an important place in the history of Digvijay. Bhaktraj Nandubhai, a native of this age and a Brahmin named Kheda, was an ideal devotional devotee. Being a scholar, influenced by the scholarship of scholars like Muktamuni and Nityanand Muni. So when the Self came in Shriharri Umraeth, they came to see what the Gurus of these scholars would be. Only then the indestructible one wonders how strange it will be to immerse it. One of the manga boys in the village of Vedh Hichao gave Mangal song. Looking at this scenario, the lines of Nandubhai broke down, and the sunlight of Bhagyodaya rose and accepted the asylum of Srihari. His father Rudram Thakur was chief of Umrahs Satsangis.rnrnDue to the abusive of the voters in the Ummert, it often takes time to bear When this Nandubhai was tolerant, even if he talked like a Nirvikalapandan sad person with satsang, he would not have given a promise like a pistachio, but he would not break the rope of devotion.rnrnOne history says that Sriharri Nandubhais feet are dabella. It is because of the fact that Nandubhai got away from Goddess Yudh in the night after returning from Godhra. Then remember God is worshiping the devotee. He began to worship very much. There was a sound of a dog. Stand up and see the lamp as you see it. There, in the government Thanedars dress, Shrihari stood for the protection of Nandubhai himself.rnrnNandubhai interrogated and inquired. The government man is waiting for the passengers coming in the front. Sometimes some mistakes are strayed. Saying that, Shriharri took a horse and tied it to grass and asked Nandubhai to eat it. Do not refuse to let the bed roll. When Nandubhai started sleeping, Sree Lahiri gave up on the feet. Russa passed and got up in the morning. Shrihari showed the road by awakening Nandubhai.rnrnNandubhai Horse Sitting Out Next thing came out of the passengers talk. Here the man of the government building is very good. He refused to talk, both of them went back to make sure. Seeing the erection of the house. Nandubhai has decided. It was Maharaja. From there, the bridegroom came down to the foot. Maharaj said to laugh, "We are the devotees of Gods devotees."rnrnSahanand Swami has described the words of Nandubhais admiration in ShriHaricharitramtasagar. Ruparama Thakar was chief in it. Nandubhai was his son. In doing so, he was able to get the rippers from his spiritual service. Although he was very enthusiastic in the service of Shrihari and Saints, and Khan was not rich enough, Not all gold jewelry, but all the devotees of the Lord were brave. Being excited when the yoga of service for satsang came.rnrnThus, a devotee who is worshiping God, is blessed.