Sadguru Shree Narayananand Varni – (સદ્ગુરૂ શ્રી નારાયણાનંદ વર્ણી)
ગુજરાતી
વરતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના પ્રથમ અને મુખ્ય પૂજારી તરીકેની પ્રશસ્ય સેવા પ્રાપ્ત કરનાર સદ્ગુરુ શ્રી નારાયણાનંદ બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારીના મુખ્ય શિષ્ય હતા. તેમનો જન્મ ભાલ પ્રદેશના “ખસતા” ગામમાં થયેલો અને ઠાકોર શ્રી ઝીણાભાઈના દરબારગઢમાં પંચાળાની પાવન ધરણીમાં તેમણે શ્રીહરિના હસ્તે દીક્ષા લઈને “નારાયણાનંદ” નામ ધારણ કરેલું. શ્રીમૂળજી બ્રહ્મચારીની સેવા તથા સમાગમ દ્વારા તેમણે દીક્ષાની સાથે-સાથે આજીવન સેવાનો ભેખ ધારણ કરેલો.
શ્રીજી મહારાજે જ્યારે સંપ્રદાયનું સર્વ પ્રથમ મંદિર બનાવ્યું અને નરનારાયણ દેવ પધરાવ્યા ત્યારે પ્રથમ પૂજારી તરીકે દેવ સેવામાં આ બ્રહ્મચારીજીની સેવા શ્રીહરિને અતિ ગમતી. ફલતઃ વરતાલમાં જ્યારે લક્ષ્મીનારાયણાદિ દેવોની સ્થાપના કરી ત્યારે દેવ સેવામા નિયુક્ત બ્રહ્મચારીઓમાં નારાયણાનંદજીને મુખ્ય પૂજારી તરીકે નિમેલા.
બસ, વિ.સં. ૧૮૮૧ થી બ્રહ્મચારીજી વરતાલમાં જ રહેતા અને અહર્નિશ સેવા-સ્મરણ કરતા. સેવા સાથે કાર્યદક્ષતા પણ એેેટલી કે સંવત્ ૧૯૧૨માં શ્રી રઘુવીરજી મહારાજે વરતાલમાં ચાતુર્માસ પર્યન્ત સત્સંગિ જીવનની છાવણી કરેલી ત્યારે દેશ-દેશાવરમાંથી આવતા તમામ સંતો-ભક્તોની ઉતારાની વ્યવસ્થા નારાયણાનંદજી બ્રહ્મચારીને સોંપેલી. તેમની સેવા અને કાર્ય દક્ષતા મોટાને રાજી થવા વિવશ કરી દેતા.
બ્રહ્મચારી નારાયણાનંદજીને મહાપૂજામાં ઋગ્વેદધારી કહીને પૂજવામાં આવે છે. તેમની સેવા અને શ્રીહરિના કૃપા પ્રસાદે તેમની જીભે સરસ્વતી નૃત્ય કરતા. વૈદિક ઋચાઓની સાથે જ્યારે સંસારની અસારતા વર્ણવતા ત્યારે ભલભલાના મન ભગવાનમાં ચોંટી જતા. તેમના ઉપદેશે સુરત કતારગામના વલ્લભભગત ત્યાગી થયા અને તેમના સંબંધીઓ તેમને ઘેર આવવા વિવશ કરી રહ્યા હતા ત્યારે બ્રહ્મચારીજી એ અસ્ખલિત વાગ્પ્રવાહ વહાવ્યો. તેમની ખુમારી ભરી વાતો સાંભળીને ત્રણેય સાળાઓ પણ ત્યાં જ રહી ગયા અને ત્યાગી થયા.
બ્રહ્મચારીશ્રી માધવપ્રિયાનંદજી, બ્રહ્મચારી શ્રી મુકુંદપ્રિયાનંદજી અને બ્રહ્મચારી શ્રીપવિત્રાનંદજી, આ ત્રણેય તેમના પૂૂૂર્વાશ્રમના સાળાઓ હતા. એમની વાણીમાં કેટલું ઓજ હશે તે સમજી શકાય છે. સહજ સ્વભાવે સંબંધીઓ જ્યારે કોઈને ઘરે લઈ જવા આવે ત્યારે તેનો રૂવાબ દિલ્હીના બાદશાહ જેવો હોય છે. તેને સમજાવવા પણ કપરુ કામ હોય છે. જ્યારે નારાયણાનંદજી બ્રહ્મચારીએ વલ્લભ ભગતના ત્રણ ત્રણ સાળાઓને સાધુ કર્યા એટલુંજ નહિ વલ્લભ ભગતના ત્રણ ત્રણ દિકરાઓ આવ્યાતો તેમને પણ ચોંટદાર વાતો કરીને બ્રહ્મચારી કરેલા. આનાથી વધારે તેમના વ્યક્તિત્વનો પરિચય ક્યો હોય? સંવત્ ૧૯૨૦ પોષ વદ અમાસના દિવસે મુક્તે સહિત મહારાજ પધારી તેમને દર્શન દઈને ધામમાં લઈ ગયા હતા.
હજારો હજાર વંદન આ બ્રહ્મચારીનાં પાવન ચરણે…
English
Sadguru Shree Narayananand who was the first and chief priest of Varalal Sri Laxminarayan Dev, was the chief disciple of Brahmachari Mulaji. He was born in the village of "Khasta" in the state of Bhal and he took the name of "Narayananand" by taking initiation from Shree Lahiri in Parna Dharni of Panchal in Darbargarh of Thakor Shree Jinnabhai. Through the service and intercession of Shri Muljji Brahmachari, he embarked on a lifelong lifelong service along with his consecration.
When Shreeji Maharaj made the first temple of the sect and worshiped Nararnay Dev Dev, he loved Shri Brahmaris for the service of Brahmachari in the service of God as the first worshiper. In fact, when Laxminarayanadevi was established in the Varanasi, Narayananandji was appointed as the chief priest in the designated celibates of God Seva.
Bus, VS Since 1881, Brahmachariji lived and lived in the Varanasi and recited the Ahnavas. With the service of the service also, in the year 1912, Shri Raghubirji Maharaj organized the Satsangi life of Chaturmas in Vartal, when the arrangements for the transfer of all the devotees from the nation and the nation were delivered to Narayananandji Brahmachari. Their service and function allowed the dexterity to become more pleasing.
Brahmachari Narayananandji is said to be called Rigveda in the Mahapooja. His service and grace of Srihari Krishna Prasad danced Saraswati with his tongue. When dealing with Vedic hindrances, while chasing the worldly life, Bhalbalas mind stuck in God. Brahmacharji used to flutter a fluent tide when Surat Kataragams valorous renunciation was done and his relatives were forced to come to their home. After listening to his heartfelt talk, all the three sages remained there and were renounced.
Brahmachari Shree Madhavpiyanandji, Brahmachari Shri Mukundprianandji and Brahmachari Shree Pithranchandji, all these were the sons of their puppies. It can be understood how much the oge in his speech is. Whenever relatives take it home, it is like the King of Delhi. There is a lot of work to explain it. When Narayananandji Brahmachari made three holy beings of Vallabh Bhagat not only, but three three sons of Vallabh Bhagat came to him, they also made brahmachari by stoning talks. What is more about his personality? On the day of Samvat 1920, on the day of Amas, Maharaj was taken to the das by giving Darshan to him.
Thousands of Vandanas are worshiped by the Brahmachari.