Sadguru Shree Nrusinghanand Swami – (સદ્ગુરૂ શ્રી નૃસિંહાનંદ સ્વામી)
ગુજરાતી
શ્રીહરિનાં પાંચસો પરમહંસના તેજસ્વી તારમંડળમાંના એક નૃસિંહાનંદ સ્વામી ‘અયોધ્યા’ ના વતની હતા. તેમણે બાર વર્ષ સુધી રામજી મંદિરમાં રામચંદ્ર ભગવાનની સેવા કરવી, એવો નિયમ ધારીને ત્યાં ઠાકોરજીની સેવા કરતા હતા. તે વખતે એક વૈરાગી દ્વારકાની યાત્રા કરીને તે રામજી મંદિરમાં આવેલા.તે જ વખતે પ્રગટ પ્રભુના નામના પ્રતાપથી તે મંદિરમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો. તે નિંદા કરે ત્યારે પ્રકાશ બંધ થઈ જાય. એમ ચાર-પાંચ વાર પ્રકાશ થયો અને બંધ થઈ ગયો.
નૃસિંહાનંદ સ્વામીને તે પ્રકાશ જોઈને વિચાર થયો કે જેનું નામ લેવાથી દિવ્ય પ્રકાશ થઈ જાય છે તે તો જરૂર ભગવાન હોવા જોઈએ. માટે તે ભગવાનને પ્રાપ્ત કરૂં નહીં તો આ જન્મ વ્યર્થ થશે. નૃસિંહાનંદ સ્વામીએ ભગવાનની સેવા બીજા વૈરાગીઓ ને સોંપીને ત્યાંથી ચાલી નીકળ્યા. તેઓ તીર્થ કરતા કરતા દ્વારકામાં આવ્યા. ત્યાં રણછોડજીના દર્શન કર્યા અને લોકોને પૂછ્યું કે ‘‘અહીંકોઈ મોટા પુરૂષ છે? તેઓએ કહ્યું કે માંડવી(કચ્છ)માં ખયો ખત્રી સત્પુરૂષ છે.
તેઓ ખયાને સત્પુરૂષ જાણીને મળ્યા. ત્યારે ખયે પૂછ્યું કે સાધુ રામ ભેખ શા સારુ લીધો છે? ત્યારે કહ્યું કે‘‘ ભગવાનને પ્રાપ્ત કરવા માટે, તમને સત્પુરૂષ જાણીને હું તમારી પાસે આવ્યો છું. માટે મને ભગવાન બતાવો. ત્યારે તેણે કહ્યું કે ‘‘હકડો નિરાકાર બ્રહ્મ જોઈતો હોય તો હું બતાવું પરંતુ મૂર્તિમાન સાકાર બ્રહ્મ જોઈતો હોય તો ભૂજમાં ગંગારામ મલ્લને ઘેર છે.
પછી તેઓ ભૂજમાં ગંગારામ મલ્લને ઘેર ગયાને ત્યાં પ્રભુ શ્રીહરિના દર્શન થયાંને તરત સમાધિ થઈ ગઈ. સમાધિમાં અક્ષરધામમાં શ્રીહરિના દર્શન થયા. સમાધિમાંથી જાગીને શ્રીહરિને દંડવત્ પ્રણામ કરીને કહ્યું કે ‘‘મહારાજ! આપ શ્રીમળ્યા. મારો મનુષ્ય જન્મ સફળ થઈ ગયો, હવે મને તમારો સાધુ બનાવો. પછી મહારાજે તેમને દીક્ષા આપી સાધુ કર્યા અને ‘‘નૃસિંહાનંદ’’ નામ પાડ્યું અને ત્યાં જ મહારાજ સાથે રહ્યા.”
એકવાર નૃસિંહાનંદ સ્વામી ફળિયામાં લઘુશંકા કરીને પાછા આવતા લડથડી પડયા. તે બળદીયાના શિંગડામાં વચાળે આવી ગયા તે વખતે નૃસિંહાનંદ સ્વામીએ મનમાં જાણ્યું જો બળદ ઉભો થાશે કે આઘુ પાછું માથું કરશે તો જીવાશે નહિ તેથી પ્રભુ સ્મરણ કર્યું અને પાળાઓ સ્વામીનું ભજન સાંભળીને દોડી આવ્યા. ને સ્વામીને બળદના શિંગડા વચ્ચેથી કાઢી લીધા. પછી સ્વામી કહે ‘‘આ બળદને અમે ધામમાં તેડી જશું. ફરી જન્મ લેવો નહીં પડે.’’
આવા પરહિતેચ્છુ નૃસિંહાનંદ સ્વામી નિર્માની, નિખાલસ, ત્યાગપ્રધાન ભાવના વાળા હતા. ઘણા કષ્ટો સહન કરીને દુર સુદૂર અંતરિયાળ પ્રદેશમાં સત્સંગ પ્રચાર પ્રસર કરતા. છેલ્લી અવસ્થામાં ગઢપુરમાં રહીને જીવન વ્યતીત કર્યું હતું.
English
One of the brightest temples of Sriharris five hundred pilgrims was a resident of Ayodhya, Nrusinhanand Swami. He used to serve Ramchandra Bhagwan in Ramji temple for twelve years, assuming the rule of Thakorji. At that time, a Vairaggi traveled to Dwarka and came to Ramji Temple. At that time, Prakruts name was revealed to the light of the temple. When he slanders, the light stops. It has been lighted four or five times and stopped.
Nirasinhanand Swami got the idea of seeing that light, which means that the name of the divine light becomes a must, then it must be God. For this, it will be in vain if it does not attain God. Nirasinhanand Swami left the service of God to other ascetics and walked there. They came to Dwarka rather than pilgrimage. There he saw Ranchhod ji and asked people, "Is there any big male here? They said that Khatri Khatri is a Satpurush in Mandvi (Kutch).
They met Khaaya Satpurush. When asked why did he take a sage Ram akhakh? He said, "I have come to you to know God for you, to receive God. Show me God for me Then he said, "I want to show that if a person wants to be a Niraka Brahman, but if he wants a realistic Brahma, then he is in the house of Gangaram Mall in Bhuj.
Then they went to the house of Gangaram Mall in Bhuj, and after seeing Darshan of Lord Shrihari, there was a Samadhi. Sri Darshan is seen in Akshardham in Samadhi. Waking up from Samadhi, he bowed down to Shriharri and said, "Maharaj! You smile My human life was successful, now make me your monk. Then Maharaj initiated him and gave him sudhu and named him "Nirasinhanand" and stayed there with Maharaj. "
Once upon a time, a fight has started in Sri Sri Singhand Swami Phaliya. At the time when he was in the bullshit of the bull, Nirasinhand Swamy came to know in the mind that if the bull would rise, then he would not have died, so Lord remembered and the bowmen ran away after listening to Lord Swaminarayan. He swept the Swami against the horns of the bull. Then Swami says, "We will go to the dump of this bull. Will not have to be born again. "
Nirasinhanand Swami was such a devotee of Goddess Nirmalas, devoted, devoted. By enduring many sorrow, they started preaching satsang in faraway remote areas. In last state, living in Gandhapur did life.