Sadguru Shree Pragnanand Swami – (સદ્ગુરુ શ્રી પ્રજ્ઞાનંદ સ્વામી)
ગુજરાતી
મહારાજના વિરાટ નભો મંડળમાં અનેક તેજસ્વી નક્ષત્ર મંડળો શોભતાં હતાં. તેમાં નિત્યાનંદ સ્વામીના મંડળમાં અનેક તેજસ્વી ગ્રહ તારલાઓ હતા. જેમાંના પ્રજ્ઞાનંદ સ્વામીએ નિઃસ્વાર્થ, ઉદાર હૈયાથી કઈંક પામર અને ક્રુર સ્વભાવના માનવી ઓને પુણ્યાત્માં બનાવી ભગવદનુરાગી બનાવ્યા હતા.
પ્રજ્ઞાનંદ સ્વામી મેંથાણ ગામના હતા. મેંથાણ ગામમાં દુર્વાસાના શાપથી અનેક મુનિઓ પ્રગટ થયા હતા. મેંથાણ ગામમાંથી ૧૩ નંદસંતો બન્યા હતા. તેથી મહારાજને પણ મેંથાણ ગામના ભક્તો પ્રત્યે ખૂબજ સ્નેહ હતો.
એક સમયે શ્રીહરી મેંથાણ પધાર્યા. ત્યાં હરજી પટેલ નામના શ્રીહરિના પ્રેમી ભક્ત રહેતા. તેમને જીવરાજભાઈ તથા પીતાંબરભાઈ નામના બે પુત્રો હતા ને તેમાં પીતાંબરભાઈ ગૃહસ્થ હતા. તેથી તેમને એક પુત્ર હતો. પરંતુ પીતાંબરભાઈ વૈરાગ્યનો વા લાગતા તેઓ સંસારમાંથી અલિપ્ત થઈને મહારાજને સમર્પિત થયા. તેથી શ્રીજી મહારાજે તેમનું ‘‘પીતાંબરાનંદ’’ એવું શુભ નામ પાડીને ભગવદ્ દીક્ષા આપી. સમય જતાં તેમનાં પુત્રને પણ સાધુ થવાની અદમ્ય અભિલાષા જાગી તેથી તેઓએ શ્રીહરિ પાસે જઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે મહારાજ કહે ‘‘સિંહના તો સિંહ જ હોય ને’’ મહારાજે તેમને સ્વીકાર્યાને દીક્ષા આપી ‘‘પ્રજ્ઞાનંદ સ્વામી’’ નામ પાડ્યું.
તેઓ નિત્યાનંદ સ્વામીના શિષ્ય થયા હતા. તદ્રુપાનંદ સ્વામીની વાતોેેમાં ઉલ્લેખ છે કે “પ્રજ્ઞાનંદ સ્વામીએે શ્રીજી મહારાજના દર્શન મૂળીપુરમાં કર્યા હતા. પ્રજ્ઞાનંદ સ્વામી, નિઃસ્વાદાનંદ સ્વામી તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી ત્રણેય ભાઈઓ થતા હતા. તેમાં પ્રજ્ઞાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીના શિષ્યથઈને વડતાલમાં રહેતા હતા અને નિઃસ્વાદાનંદ તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી ગઢપુરમાં રહેતા અને ત્યાં કોઠારની સેવા નિષ્કામ ભાવે કરતા. તેમને એક હજાર કીર્તન કંઠસ્થ હતા.
પ્રજ્ઞાનંદ સ્વામી નિર્માની, નિખાલસ સંત હતા. તેમણે સત્સંગ પ્રચાર પ્રસારમાં ચંદનની જેમ પોતાનું જીવન ઘસી નાખ્યું હતું. આ જીવન મહારાજની આજ્ઞા પાળીને પ્રભુની પ્રસન્નતા મેળવી હતી. પ્રજ્ઞાનંદ સ્વામી વિષે વધારે માહિતી ન મળતી હોવાથી આટલો ઉલ્લેખ અહીં કર્યો છે.
English
Many brilliant constellations were decorated in the Virat Nabhos Mandal of Maharaj. In it there were many bright planets in Nityanand Swamis congregation. Of which Prabhagan Swami had made Bhagvaduduragi, selfless, liberal, and some kind of cruel nature, made humans worshiped.
Pragyan Swami was from the village of Kainthan. Many monkeys were exposed with the curse of mischief in Menthan village. 13 nandasantras were formed from Manthan village. Therefore, Maharaj was very affectionate towards the devotees of Methan village.
At one time, Shrihari Mightan came. There lived a lover of Shriharri, named Hariji Patel. He had two sons named Jivrajbhai and Pethubarbhai, and Piyansabrhai was a gentleman in them. So he had a son. But they were immersed from the worldly life and were devoted to Maharaj. So Shreeji Maharaj gave a good name to his "Pithabarand" and gave him the divine initiation. In time, his son also felt invincible desire to become a monk, so when he expressed his wish to go to Shrihari, Maharaj said, "If a lion has a lion," then Maharaj accepted him by adopting "Prabhagan Swami".
He became a disciple of Nityanand Swami. It is mentioned in the words of Tadipanand Swami that "Prabhagan Swami had done Shreeji Maharajs Darshan Mulipur. Prabhagan Swami, Niswashanand Swami and Trigunatitanand Swami were all three brothers. In it, Prabhagan Swaminarayan lived in the headship of Nityanand Swamy and Niswandanand and Trigunatantanand Swamy lived in Garhpur and spent their lives in the service of the barn. He had a thousand kirtan memorabilia.
Prabhagan Swami was a devout saint. He spurned his life like Chandan in the satsang propaganda campaign. This life was enjoyed by the blessings of Lord Maharaj. Since there is no information about Prajnand Swami, there is a mention here.