Sadguru Shree Purushanand Swami – (સદ્ગુરૂ શ્રી પુરુષાનંદ સ્વામી)
ગુજરાતી
જે સંત વર્યે જૂનાગઢમાં રહી ઘણી સેવા કરી હતી ને સ્વામીના આશીર્વાદે અનેક નરરત્નો જન્મ્યા હતા. તે જૂનાગઢના જોગી પુરૂષાનંદ સ્વામીનો જન્મ સંવત્ ૧૮૭૮ માં “ભાયાવદર”માં થયો હતો. તે ઓ ઔદિચ્ય બ્રાહ્મણ હતા. તેમના પિતાશ્રીનુ નામ દેવકૃષ્ણ ભાઈ હતું તથા તેમનુ પોતાનું નામ રામજી હતુ.
શ્રીજી મહારાજ એક વાર ભાયાવદર પધારેલા ત્યારે દેવકૃષ્ણભાઈએ શ્રીજી મહારાજની તથા સંતોને પોતાના ઘેર જમાડીને પૂજા કરી હતી. ત્યારે રામજીની ઉંમર નાની હતી. ત્યારે શ્રીજી મહારાજે તેમને વર્તમાન ધરાવ્યાને કંઠી બાંધી. પછી શ્રીજી મહારાજે કહ્યું કે આતો પૂર્વના મુક્ત છે તે આગળ જતા સંસારમાં રહેશે નહીં. પ્રભુમાં પ્રીત સહજ હોવાથી તેમને સંસારમાં પ્રીતન હતી. પરંતુ રામજીના બાલ્યવયમાં લગ્ન થઈ ગયા હતા છતાં પણ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી તેમની મુમુક્ષુતા અકબંધ રહી હતી. રામજીને જ્યારે સમય મળે ત્યારે વરતાલ, વડોદરા, સુરત, ઉમરેઠ વગેરે ગામમાં ગોપાળાનંદ સ્વામી સાથે ચાર ચાર માસ રહીને તેમની સમયે સમયે સેવા અને સંભાળ કરતા.ગોપાળાનંદ સ્વામીએ તેમને અષ્ટાંગ યોગ પણ શીખવ્યો હતો.
સ્વામીના સમાગમથી તેમને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમને થયું કે સંસારના ઉકળતા ચરૂ વચ્ચે રહીને મને શ્રીહરિની પ્રાપ્તિ નહીં થાય તેથી તેઓ ભાગીને જૂનાગઢ આવ્યા, પરંતુ ત્યાંથી તેમના પિતાશ્રી તેડી ગયા. ફરીથી ભાગીને ગઢડા ગયાને ત્યાંથી વરતાલ જઈને ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે મારે મારૂં જીવન શ્રી હરિના ચરણે સમર્પિત કરવું છે. ત્યારે સ્વામી કહે છે કે, પાંચ વર્ષ પછી તારી પત્ની દેહ મુકે પછી ત્યાગી થજે. સ્વામીની આજ્ઞા શિરોધાર્ય કરી રામજી ઘેર ગયાને પાંચ વર્ષ પછી સ્વામીના કહેવા પ્રમાણે તેમની પત્ની દેહ મુકી ગઈ ત્યારે તે જૂનાગઢ હતા ને ત્યાં તેમને સમાચાર મળ્યા કે મારી પત્ની મૃત્યુ પામી ત્યારે તેમના મુખમાંથી શબ્દો સર્યા કે સંસારનું સગપણ તુટ્યું હવે ભગવાન સાથે સગપણ થયું. પોતે સ્નાન કરીને સુંડલી ભરીને સંતોને સાકર વહેંચી. પત્નીની બધી જ ક્રિયા ઉકેલીને ગઢડે આવ્યાને ત્યાં તેમનું નામ શ્રીજી મહારાજે પુરૂષાનંદજી બ્રહ્મચારી થયા.
તેઓ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય થયા અને અઢાર વર્ષ સુધી સ્વામીની પાસે રહીને તેમની સેવા કરી તેથી તેમની કૃપાથી પુરૂષાનંદ સ્વામીને સમાધિ થતી અને બીજાઓને પણ સમાધિ કરાવતા. તેઓ સમર્થ અને વચન સિદ્ધ સંત હતા.
સંપ્રદાયના ઇતિહાસમાં એક તેમનો પ્રસંગ વાંચવાને સાંભળવા મળે છે કે એકવાર પુરૂષાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીના હાથથી પ્રસાદી જમવા માટે સાધુના ભંડારમાં જઈને તેમની તુંબડીનું પાણી પીધું હતું. ને પછી તેઓ “મહાપુરૂષદાસજી” સ્વામી તરીકે ઓળખાયા. તેઓ માર્કેડેય ઋષિના અવતાર હતા. તેઓ વચન સિદ્ધ અને સમર્થ સંત હતા. સ્વામીના આશીર્વાદથી રાજકવિજી ભીમજીભાઈને ત્યાં કવિરત્ન શ્રી માવદાનજી તથા ચતુરદાનજી જેવા મહા ભક્તરાજનો જન્મ થયો હતો. કવિ માવદાન ભાઈએ સ્વામીનો મહિમા વર્ણવ્યો છે કે,
જે ગોપાળ મુનીન્દ્રને ગુરૂ, ગણી સેવ્યા ગુણાતીતને,
તે સ્વામી મહાપુરૂષદાસ ગુરૂને, વદું ધરી પ્રીતને.
સ્વામીની કૃપાએ અનેક સત્સંગીઓના દુઃખ દારિદ્રય ટળી ગયાને સુખીયા થયા. સત્સંગમાં જૂનાગઢના જોગી તરીકે પ્રસિદ્ધ થયા હતા.
શ્રી હરિની તપમય અખંડ મૂર્તિ ધારનાર સંત આજીવન સત્સંગની સેવા કરી સંવત્ ૧૯૩૦ના ભાદરવા વદ-૫ ને દિવસે જૂનાગઢમાં અક્ષરવાસી થયા હતા. લાખો વંદન હો આ સંતવર્યનાં ચરણે…
English
The Sant Varave had served many times in Junagadh and many blessings were born of Swamis blessings. Jogi Mananand Swami of Junagadh was born in 1878 in "Bhiyavadar". It was O Audicya Brahman. His fathers name was Devakrishna brother and his own name was Ramji.
Shreeji Maharaj once worshiped Bhayavadra when Devakrishna worshiped Shreeji Maharaj and saints and worshiped them at his home. Then Ramjis age was small. Then Shreeji Maharaj tied him to the present. Then Shreeji Maharaj said that it is free from the east and will not remain in the worldly world. In the Lord, it was natural in nature, because of his love for worldly life. But despite his marriage to Ramjis childhood, his attachment remained unaffected by the association of Gopalanand Swami and Gunatitanand Swami. When Ramji got the time, in Vartal, Vadodara, Surat, Umreth and Gopalanand Swami lived with him for four to four months while serving and caring for him from time to time. Gopalanand Swamy also taught him as Oshtang Yoga.
Vairagya was produced by Swamis association with him. He was not able to attain Sriharri by staying in the heat of the worldly life, so he fled to Junagadh, but his father went there from there. Going back to Gadhada, I went to Varalal and talked to Gopalanand Swamiji that I have to dedicate my life to Shri Hariña Charan. Then Swamy says, after five years, your wife will die after being renounced. After five years, after Swamijis command, Ramji went to his house, according to Swamy, when his wife gave birth to his body, he was in Junagadh and there he got news that when his wife died, the words were sung from his mouth or the relationship between the world was broken and now the relationship with God happened. Shower yourself and fill the sugar with the saints. When all the actions of the wife came to Gadhde, her name was Shriji Maharaj, Mananandji Brahmachari.
He became a disciple of Gopalanand Swami and stayed with Swami for eighteen years and served him, so by his grace, he used to get samadhi and Samadhi to others. They were able and able to achieve the promise of a saint.
One can read about their event in the history of the community that once Mananand Swami drank water from his calf after going through the hands of Gopalanand Swami and Gunatitanand Swami to feed him. Then they are known as "Mahapuruashadasiji" Swami. He was the incarnation of the Marcade Rishna. They were the promise of a promise and a capable saint. From Swamis blessing, Rajkaviji Bhimjibhai was born on the birth of Maha Bhaktaraj, like the poet Shri Mavdanji and Chaturanji. The poets maternal grandfather described the glory of Swami that,
The Gopal Muni, the master of the Gopal,
It is Swamy Mahapuruushadas Guru, Vada Dhari Pritha
The grace of the Swami has become pleasurable by avoiding the suffering of many Satsangis. Jung of Junagadh was published in satsang.
Sree Satyarthi, a devotee of Lord Hanuman, who was blessed with an eternal statue, became a person in Jagdhani on June 5, 1930. Lakhs of Vandan Ho is the legend of this legend.