Shree Rampratapji Maharaj – (શ્રી રામપ્રતાપજી મહારાજ)
ગુજરાતી
ભગવાન શ્રીસ્વામિનારાયણના મોટા બંધુશ્રી રામપ્રતાપજીભાઈ કીર્તન સમ્રાટ હતા. અસંખ્ય કીર્તનો કંઠસ્થ કરી ગદ્ગદ્ કંઠે ગાન કરી ગોવિંદને રીઝવતા. શરીરે ઉંચા, સ્વભાવે ઉગ્ર છતાં પરમકૃપાળુ હતા. ધર્મદેવના મોટા પુત્ર એવા શ્રી રામપ્રતાપ ભાઈનો જન્મ વિ.સં.૧૮૧૮ શ્રાવણ સુદ અષ્ટમીના દિવસે છપૈયાધામમાં થયેલો.
જેમ રાજાધિરાજ પધારતા હોય ત્યારે પ્રથમ છડીદાર આવે છે. તેમ પૂર્ણ પુરૂષોતમ શ્રીહરિ પધારી રહ્યા હતા ત્યારે તેમના છડી દાર તરીકે સાક્ષાત્ શેષનારાયણ શ્રીરામપ્રતાપજી સ્વરૂપે પધાર્યા હતા. તેમનું બાળપણ વધુ પડતું મામાને ઘેર વીત્યું હતું. તેમનાં લગ્ન છપૈયાથી પશ્ચિમ દિશામાં ત્રણ યોજન દુર આવેલ તરગામના વિદ્વાન્ બ્રાહ્મણ બળદેવ પ્રસાદજીનાં સુપુત્રી સુવાસિની સાથે થયાં હતાં. જે સુવાસિની બાઈએ બાળપ્રભુ શ્રીઘનશ્યામને માતૃસ્નેહની સાથેસાથે અનેકવિધ લાડલડાવ્યા હતા. ‘‘શ્રીઘનશ્યામલીલામૃતસાગર’’ માં મોટાભાઈ અને ભાભીના અનેક પ્રસંગોને ચિત્રાત્મક શૈલીમાં વર્ણવવામાં આવ્યા છે.
શ્રી રામપ્રતાપજી શ્રીહરિના મોટાભાઈ હતા અને ૧૯ વર્ષ મોટા હતા. ધર્મદેવ સ્વધામ સિધાવ્યા એટલે બાળપ્રભુ શ્રીઘનશ્યામમહારાજે તેમને પિતાના સ્થાને માન્યા હતા. એ અપાર સ્નેહ અને અતૂટ લાગણીઓ હોવા છતાં શ્રીહરિએ ૧૧ વર્ષ બાળલીલાઓ દ્વારા સુખ આપીને અચાનક વનની વાટ લીધી. ટયાર પછી ર૮ ર૮વર્ષ પછી લોયાધામમાં શાકોત્સવ પ્રસંગે સૌપ્રથમ ભેટ થઈ. ત્યાર બાદ પુત્ર પરિવાર સાથે વરતાલમાં આવ્યા અને નિત્ય મહારાજની સાથે રહેતાં. વરતાલમાં આજે પણ રામપ્રતાપજીનો બંગલો મોજુદ છે.ગઢપુરમાં પણ અયોધ્યાવાસીની જાયગા તરીકે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી
શ્રીજી સ્વધામ ગમન બાદ તેમણે શેષ જીવન અમદાવાદમાં વીતાવેલું, છતાં જ્યારે વરતાલ આવે ત્યારે સ્વયં શ્રીહરિકૃષ્ણ મહારાજ મોટાભાઈ આવ્યાછે. એમ જાણી તેમને પોતાનો હાર પહેરાવતા, આનાથી ઊંચી ભક્તિની સિદ્ધિ કંઈ હોઈ શકે? મોટા ભાઈ હતા એટલે કોઈ વાર શ્રીહરિને વઢતા પણ ખરા, ઠપકો પણ આપતા. પણ તે તેમની માનુષી લીલા હતી. તેમની પ્રેમગંગાનો અસ્ખલિત પ્રવાહ શ્રીહરિમાં વહેતો. તેમના પુત્રશ્રી અયોધ્યાપ્રસાદજી અમદાવાદ શ્રી નરનારાયણદેવ પીઠના પ્રથમ પીઠાધિપતિ પદે બેતાલીસ વર્ષ સુધી રહેલા.
English
Lord Shree Swaminarayans elder Bandhusri Ram Pratapajibhai Kirtan was the emperor. Gavgad keenly remembered countless songs and praised Govind. The body was high, but it was hot, but it was parmatakapura. Shree Ram Pratap Bhat was born to Dharmadevs eldest son, V. 1818 Shravan Sud Ashtami was born on Chhapayyadham.
As soon as the king-king is in power, the first receiver comes. When the entire man Saramshi was staying in his house, his chest was as a serial in the form of Shakshatra Shisharnarayan Shriram Pratapaji. His childhood spent much of his mothers house. His marriage was with Chavapaiya, along with the legendary Suvasini of the legendary scholar Brahmin Bhaldev Prasadji who came from the three directions in the west. Suvasinis daughter had a lot of laughter with her childhood friend Shringhanasamy along with Mother Krishna. In Shreeghansyamyallilamritasagar, many of the elder brothers and sisters of Bhabhi have been described in a panoramic style.
Shree Ram Pratapaji was the elder brother of Shree Hari and was 19 years older. Dharmadev Swadhama Siddhavya means that the child-brother Shringhanshyamamaharaj accepted him as Father. Despite his deep affection and unwavering emotions, Shrihari gave happiness to 11 years of childhood and gave sudden happiness to the forest. After 8 to 8 years, after the Taya, the first festival was held on the occasion of Shakotsav in Loyadham. After that, the son came to Varatal with the family and stayed with Nitya Maharaj. Ram Pratapguns bungalow is still in Varanasi today. A special arrangement has been made for the Ayodhyas Jaigaon in Gadhpur.
After living with Shreeji Swadham, he spent the rest of his life in Ahmedabad, even when he came to Vadtal, Sri Sri Rishi Shree Maharaj came to his elder brother. Knowing him wearing his necklace, can this be the highest devotional achievement? He was a big brother and sometimes he used to reprimand Shrihari, but he also gave reproach. But it was his humble green. The fluid flow of their love guru flows to Shrihari. His son-in-law Ayodhyaspradji stayed for thirty-two years in the post of first patron of the post of Shree Naranayana Dev Peth.