Sadguru Shree Sachchidanand Swami – (સદ્ગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી)
ગુજરાતી
ઐશ્વર્યમૂર્તિ હોવા છતાં ગઢપુર રાધાવાડીએ રહીને ખેતી કરીને નિત્ય મહારાજને નવા નવા પુષ્પહારની સેવા કરનાર પ્રેમ મૂર્તિ સચ્ચિદાનંદ સ્વામી જામનગર પાસેના ‘‘મોડા’’ ગામના વતની અને જ્ઞાતિએ વાઘેલા ક્ષત્રિય હતા. કદાવર કાયા, પડછંદા પણ સાંભળવા ગમે તેવો ઘેરો અવાજ, પૂરા પાંચ હાથ ઉંચા આ સંતવર્યનું મૂળનામ ‘‘દાજીભાઈ’’ હતું છતાં સૌ પરિવાર જનો સહિત ગ્રામ જનો ‘મોટાભાઈ’ ના હુલામણા નામથી બોલાવતા.
સદ્ગુરૂ સચ્ચિદાનંદ સ્વામીને જગતની તમામ સિદ્ધિઓ ઐશ્વર્યો હાથ જોડીને હજૂર રહેતા છતાં સ્વામી ભક્ત પ્રેમ આગળ ઐશ્વર્યોને તુચ્છ ગણતાં અને પ્રભુ પ્રેમમાં પાગલ રહેતા. પરિવારજનોને આ પ્રેમની મસ્તી ગમતી નહીં તેથી જડભરત જેવી પરમહંસ દશામાં વર્તતા.આ મોટાભાઈને તેમણે પગમાં બેડીઓ પહેરાવીને ઓરડામાં ગોંધવાનો નિષ્ફળ પ્રયત્ન કરેલો. મહારાજે દર્શન દઈને, બેડીઓ તોડીને ગઢપુર લઈ જઈને દીક્ષા આપી “સચ્ચિદાનંદ” સ્વામી નામ પાડ્યું. ત્યારથી સ્વામી ત્રણે અવસ્થામાં અખંડને અખંડ મહારાજની મૂર્તિ દેખતા. તેમનાથી વિયોગ જરા પણ સહન ન થતો.રૂંવાડે રૂંવાડે લોહીના ટશિયા આવી જતા. મહારાજ જો એમને ‘‘આવોસચ્ચિદાનંદ’’ એમ પ્રેમથી બોલાવે તો બ્રહ્માંડ ડોલી ઉઠે એવા ઠેકડા મારે, મારા મહારાજે મને મારા નામથી-પ્રેમથી બોલાવ્યો.
સચ્ચિદાનંદ સ્વામીના પ્રેમની બલિહારી.શ્રીજી મહારાજે તેમને પૂછ્યુ : તમને મારા પ્રત્યે પ્રેમ કેવો ?”ત્યારે પ્રેમમૂર્તિ સચ્ચિદાનંદ સ્વામી જવાબ આપતા કહે કે “આપ આ દરબારમાં કોઈ ભક્તના હાથમાં ઘણ આપી કોઈપણ કારણ વિના તે ઘણ વડે મારા ઢીંચણ કે ઘુંટણને ભંગાવી નંખાવો કે દવાન કરાવો તો પણ તમારો કે તમારા ભક્તનો અવગુણ ન આવે. અહીંના સંતો ભક્તોનાં જમેલ પતરાળાંમાંથી એંઠા દાણા વીણી ખાઉં પણ બહાર ન જાઉં કારણકે તમારા વગર બીજો કોઈ ભગવાન નથી. મારે મારા કલ્યાણની ગરજ છે.
રાધાવાડીએ રહીને સેવા કરતા છતાં તેમની અનેક ઐશ્વર્ય લીલાઓ પ્રસિદ્ધ છે. અરે ! એકવાર તો શ્રીજી મહારાજ અને શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ પાસેથી નિરાશ થઈને પાછા ફરેલા ભક્તો ને રાજી કરવા સ્વામીએ ઈન્દ્રને તતડાવીને વરસાદ કરાવેલો..કાળની સાથે પણ ટક્કર લીધેલી. મરકીને પોતાના શરીરમાં પ્રવેશ આપીને અતિશય અગ્નિ પ્રદિપ્ત કરીને હાથ જોડાવેલા. ગઢપુરમાં શેરડીના વાડ પર અલમસ્ત બાવાઓની સામે કાચા સૂતરના તાંતણે સીંચોડો ચલાવીને બાવાઓ નેદિગ્મૂઢ કરેલા.
આવાં અનેક ઐશ્વર્યો બતાવેલાં.. પણ મોટાઈ વધારવા નહિ. તેમના મન ઈન્દ્રિયો તો ત્રણે અવસ્થામાં મહારાજમાં જ લીન રહેતા.શ્રીજી મહારાજ ધરમપુર ગયેલા ત્યારે સ્વામીને સાથેનો’ તાલઈ ગયા. પણ નિત્ય થાળની પ્રસાદી આપતાને સ્વામી જમતા. ઠક્કર હરજી આ વાત માનવા તૈયાર ન હતા પણ સ્વામીએ કહ્યું : આ જેમને મહારાજે દહીં-ભાતનો થાળ આપ્યો તે હું જમ્યો છું. આમ કહીને ઉલ્ટી કરી બતાવી ત્યારે માન્યું અને જમાડવાનો આગ્રહ છોડ્યો.
આમ, સ્વામીને સદા શ્રીહરિનો સંબંધ હતો. જ્યારે શ્રીહરિ ધામમાં જવા તૈયાર થયા ત્યારે સ્વામી સ્વયં પોતાના ઐશ્વર્યથી નાડી પ્રાણ સંકેલીને મહારાજની પહેલાં અક્ષરધામમાં પહોંચી ગયેલા. આવા સમર્થ સંતનાં ચરણે કોટિ કોટિ વંદન…
English
Despite being the Aishwarya-Goddess, Gadhpur Radhwadi was a Kshatriya of Vaghela by the native and caste of the village "Moda", near Jamnagar, the idol of Lord Murthy Sachchidanand Swami, who served Nitya Maharaj with new flowers. The gigantic work, the shadow of the shadow, the sound of the whole five hands high, the original name of this saints name was Dajibhai, but all the families were called by the name of the Grambhai by the name of the hood.
Though Sadguru Sachchidanand Swami is able to reach all the achievements of the world with Aishwarya Rai, Swami Bhakta is considered to be inferior to Aishwarya on love and to remain mad in Lord Prem. The family members do not like the love of this love, so they behave in such a way that they are like a hard-hearted person. The elder tried to put the sticks in the foot and tried to break into the room. Maharaj darshan, by breaking the bars and taking Gadppur and initiating the name "Satchinand" Swami named. Since then, Swamy has seen the statue of Akhand Maharaj in the three states of the Akhand. They did not even tolerate the dissonance from them. If Maharaj calls him "Aasoschichandananda" with love, then the universe will be destroyed, my lord called me with love by my name.
Lord Shivaji Maharaj asked him: "How do you love me?" When Premchumrti Satchidanand Swami responded, "If you give me a devotees hand in the court, without any reason, he should break my knees or dhunana But you or your devotee does not have any problem. I can not even go out of the food collected by the devotees of saints, because there is no other God without you. I have no need for my welfare.
Despite his service to Radhavadi, many of his Aishwarya leo is famous. Hey! Once upon a time, Lord Swaminarayan, who was sent to Shreeji Maharaj and Shri Gopalanand Swami, to give his resignation to the devotees who returned to the country. The pestilence penetrated into the body by prodding a fire. Gadhpur, on the sugar cane fence, bavo nadigmunded by the trick of raw cotton in front of the Almas Baavas.
Many such Aishwaryas were shown .. But not to increase the mataai. His mind senses remained lonely in Maharaj in three stages. When Shriji Maharaj went to Dharampur then he went to Talai with Swami. But also, he is the owner of giving food to the thali. Thakkar Hariji was not ready to believe this, but Swamy said, "Maharaj, I have eaten the one who gave it to Dahi-Bhat." When you say vomiting and leave the insistence of saying it.
Thus, Lord Swaminarayan always had a relationship with Shri Lahiri. When Swarishi got ready to go to the Dham, Swami reached the Akshardham before his grandfather Nadi Pran Sanglani before his grandfather. Such a powerful saint is worshiped by God.