Sadguru Shree Sarvgnanand Swami – (સદ્ગુરુ શ્રી સર્વજ્ઞાનંદ સ્વામી)
ગુજરાતી
કચ્છની ધીંગી ધરતી પર ભૂજથી થોડે દૂર માનકૂવા નામનું રળિયામણું ગામ છે સર્વજ્ઞાનંદ સ્વામી “માનકૂવા” ગામના વતની હતા. તેમનું પૂર્વાશ્રમનું નામ મૂળજી હતું.
એકવાર શ્રીજી મહારાજ ભૂજથી માનકૂવાના માર્ગે જતા હતા. ત્યાં મૂળજીના જીગરજાન મિત્ર કૃષ્ણજીએ મૂળજીને કહ્યુંકે મૂળજી હમણાં મે ભગવાન દીઠા. આવાત સાંભળતાં જ મૂળજીના મુખ પર આનંદની સુરખી લીંપાઈ ગઈ. “કૃષ્ણજી” અને મૂળજીએ તેનાં આનંદમાં પોરસ ચડાવ્યો ને કહે તે ભગવાન દીઠા તોય તેમને મૂકીને આવ્યો? કૃષ્ણજી અને મૂળજી બંને સંઘમાં ગઢડે ગયા. મહારાજનાં દર્શન થતાં જ કૃષ્ણજી અને મૂળજીનું અંતર ઠરી ગયું. સહજાનંદ સ્વામીને ચરણે સમર્પિત થવાનો નિર્ણય લઈને બંને ભક્તો ગઢડા જ રોકાઈ ગયા અને સંઘે વિદાય લીધી. થોડા દિવસોમાં મહારાજ પર કાગળ છૂટ્યાકે અમારા દીકરાઓ પાછા મોકલી દો.
મહારાજે બંનેને બોલાવ્યા પત્રો દેખાડીને કહ્યું તમને અહિ નહીં રાખીએ બંને ઘેર જાવ. બંનેએ ઘણી વિનવણી કરી પણ મહારાજ એકના બે ન થયા. ત્યારબાદ બંને વંથલી ગામનાં સત્સંગી લાધા સુતારને ત્યાં છ મહિના સુધીનો કરી એરહ્યા,પણ પાછા ઘરે ગયા નહિ.બંનેનાં માતા-પિતાએ બધે શોધખોળ ચલાવી આખરે એક સમૈયામાં મહારાજને ભેગા થયાને પૂછ્યુંઃ ક્યાં હતા? આટલા દિવસથી તમારા માવતરતો તમને શોધે છે? મૂળજીને કૃષ્ણજી કહે “મહારાજ અમારે તમારી સાથે રહેવું છે.” શ્રીજી મહારાજ કહેઃ“તમારા માતા-પિતાના હાથે લખેલી રજાચિઠ્ઠી લાવવી પડે. બંને એમા બાપની સંમતિ માંગી પરંતુ બે માંથી કોઈ જ ફાવ્યું નહિ.
એકવાર મહારાજ માનકૂવા અદાભાઈ દરબારને ઘેર પધાર્યા. ત્યાં મહારાજે સભામાં પૂછ્યુંઃ “આજે તો સૌને ત્યાગી કરવા છે. સભામાં બધા સ્તબ્ધ બનીગયા. ત્યાં મૂળજીને કૃષ્ણજી મહારાજ પાસે આવીન ેકહેઃ “અમારે થવુ ંછે.”મહારાજ કહેઃ તમે પરમહંસ થઈ ચૂક્યા પણ પછીનું વેણ જીરવાય તેવું નો’તું. મહારાજ કહે :“તમે બંને અમારી આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં રહો.” બંનેના અંતરમાં કડાકો થયો. કસોટીની સરાણ જોરથી ફરવામાંડી હતી અને લોકોમાં પણ હાંસી થઈ.
મહારાજે બે વખત પાછા મોકલ્યા હતા. પણ એમનો વૈરાગ્ય ઓસર્યો નો’તો રતિવા સરસ થયો હતો. બંનેને વિચાર આવ્યો કે મહાદુર્લભ મનુષ્યનો દેહ મળ્યો છે તેથી હવે મહારાજની સેવા – સમાગમ કરી લઈએ આવો જોગ ફરી નહિ મળે. સંસારના બંધન આપણે આપણી જાતે જ કાપી નાખીએ. આ રીતે નક્કી કરી બંનેએ અંગ પર પ્રહાર કરી નાખ્યા.
મૂળજીને કૃષ્ણજી જાતેજ ભગવાં કપડાં રંગાવી મહારાજના પરમહંસ બની ગયા અને ગઢડા ગયા. મહારાજે બંનેને ઓળખ્યા પણ અજાણ બનીને પૂછ્યુંઃ “તમે કોના પરમહંસ છો?” બંને કહેઃ “તમારા છીએ.” મહારાજ પાર્ષદોને કહેઃ “આ બંનેને અહીંથી કાઢી મૂકો.”
પાર્ષદોએ બંનેને ધક્કા મારી દરબારની બહાર કાઢી મૂક્યા. બંને ઘેલાને સામે કાંઠે જઈને ઊંચા સાદે ભજનમાં જોડાઈ ગયા. નીરવ શાંતિમાં બંનેના સૂર અને બુલંદી માંદિલની ભાવના ઘૂંટાઈ ઘૂંટાઈને વહેતી થઈ. ષહારાજ ઢોલિયામાંથી ફડકીને બેઠા થઈ જતા. શાચા દિલના સાધુઓની તાવણી કરવાનો મહારાજના અંતરમાં રંજ હતો. પરંતુ પૂર્વના સંચિત બાળવા, બંનેને શુદ્ધ કરવા જરૂરી હતા.
મહારાજે પાર્ષદો દ્વારા મૂળજી કૃષ્ણજીને તેડી લાવવા કહ્યું. બંનેને દૂરથી આવતા જોઈને મહારાજે એકદમ દંડવત્ પ્રણામ કરી લીધા. આમાં ચાલ્યાને બંનેને ભાવ ભરીને ભેટી પડ્યા. બંનેએ મહારાજને દંડવત્ કર્યા. બીજે દિવસે વિધિવત્ દીક્ષા આપી એકનું નામ “સર્વજ્ઞાનાનંદ” નામ પાડ્યું અને બીજાનું નામ “ઘનશ્યામાનંદ” નામ પાડ્યું તેઓ આ જીવન જૂનાગઢ રહ્યા.
સર્વજ્ઞાનાનંદ સ્વામીની વ્યવહાર કુશળતા ધર્મપરાયણતા જોઈને શ્રીજીમહારાજે તેમને અમદાવાદ મંદિરના પ્રથમ મહંત કર્યા હતા. સર્વજ્ઞાનાનંદ સ્વામીનાં ૬૦ શિષ્યો હતા પરંતુ તેઓ પોતાના શિષ્યોને છોડીને વરતાલમાં ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા જતા આટલી બધી મુમુક્ષતા તેમનામાં હતી.
અતિશય શ્રદ્ધા, મુમુક્ષુતા અને નિશ્ચયની ત્રિવેણીમાં સ્નાન કરવું હોય ત્યારે સર્વ જ્ઞાનાનંદ સ્વામીનું ચરિત્ર મુમુક્ષુઓ હૃદયપૂર્વક સંભારે તો તે પવિત્ર થાય. માટે લાખો વંદન હો આવા સંત વર્યનાં ચરણે.
English
Swaminarayan Swami was a native of the village of "Mankovacha", a small village named Mankhukva, a little away from Bhuj on the low land of Kutch. His predecessors name was original.
Once upon a time Shreeji Maharaj used to go from Bhuj to Mahakumbh. There, Jigarjan Mitra, the friend of Raduji, said to Muluji that Muliji is now Lord Detha. Anand was delighted to hear the voice of Mulaji. "Krishnaji" and Muljji used to enjoy their pleasure and say that God had placed them with them, even though they still had him? Both Krishna and Nathji got confined to the union. Only after seeing Darshan of Lord Maharaj, the distance between Krishna and Muluji got settled. By taking the decision to devote Sahajanand Swami to the feet, the two devotees stopped at Gadhada and the Sangh decided to leave. In a few days, send our sons back from the paper on Maharaj.
Maharaj showed the letters to both of them and told them not to leave you here. Both of them made many prayers but Maharaj was not one to two. After that, the two Vasanthi villages brought the Satsang to Sutara for six months there, but did not go back home. Both parents ran everywhere. Finally, in a Samaiah, Maharaj asked, where were they? Have your parents searched for you from these days? Shreeji Maharaj says, "Maharaj, we have to live with you." Shreeji Maharaj says: "You have to bring a written letter written by your parents. Both of them demanded the fathers consent, but none of the two cheated.
Once upon a time, Maharaj Mankova went to Adabhai Darbars house. There, Maharaj asked in the meeting: "Today all have to renounce all. All the meetings were made in the meeting. There, Raduji came to Krishnaji Maharaj. He said, "We will come." Maharaj says: You have become a Paramahansa, but you will not be able to survive the next life. Maharaj says: "Both of you stay in the home of the house according to our command." The test was filled with loud noise and people also laughed.
Maharaj sent back twice. But his vairagya oasheyas did not get better. Both of them thought that the body of a great man has been found, so now the service of Maharaj will not be restored. We will cut off the bondage of worldly life by ourselves. By doing so, both of them hit the limb.
Raduji Krishnas self and Gods clothes became the Paramahansa of Lord Rama and became Gadhada. Maharaj recognized both of them, but they were unaware and asked, "Whose are you?" They both say, "You are." Maharaj tells Parsodh: "Put these two out here."
Parsodo throws both of them out of my court. Both the villagers went to the front and joined them in the high praises. Both the tone of the silence and the boogie bend over the spirit of the heart. Satyagraha was being thrown out of the dragon There was a consolation in the distance of Maharaj to seer the heart of the devotees. But the cumulative burning of the East was necessary to cleanse both.
Maharaj asked Prabhadra to bring Radha Krishnaji to him. Seeing the two coming away from the distance, Maharaj was completely condemned. In this, they embarked on paying the price to both of them. Both of them shivered Maharaj. On the next day, Vidyavit initiated the name of one named "Sarvagnanand" and named the name of "Ghanshyamanand", they lived in Junagadh.
Shreeji Maharaj made him the first mahant of the Ahmedabad temple after observing the behavioral discipline of Sarvagnanand Swami. Sarvagnananand Swamy had 60 disciples, but he left his disciples and went to Gopalanand Swami to accompany Gopalanand Swami.
If you want to take bath in Triveni for excessive faith, liberation, and nischaya, then if the memoirs of Gnananand Swami thinks of the persons heart, then it is sacred. For millions of Vandan Ho such saints,