Sadguru Shree Shatanand Swami – (સદ્ગુરુ શ્રી શતાનંદ સ્વામી)
ગુજરાતી
જેમની સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્ય સેવા અજોડ છે. તે શતાનંદ સ્વામીનો જન્મ પૂર્વે જનક રાજાએ કરેલી “મિથિલા નગરી” માં વિષ્ણુદત્ત નામના બ્રાહ્મણના ઘેર થયો હતો. પિતાએ પુત્રનું નામ શતાનંદ જ રાખ્યું હતું. તેમના ઉપ નયન સંસ્કાર કર્યા પછી વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો. અલ્પકાળમાં જ વેદ વેદાંગ, ધર્મશાસ્ત્ર અને પુરાણોને ભણી ગયા. પરંતુ તેમને શાસ્ત્રાભ્યાસથી સંતોષ થતો નહિ, એમને તો પ્રભુનો સાક્ષાત્કાર કરવો હતો. પૂર્વના બલિષ્ઠ સંસ્કારોથી તેમને વૈરાગ્ય ઉત્પન્ન થયો તેથી પિતાની આજ્ઞા લઈ ગૃહત્યાગ કરી બદરીનારાયણ તપસ્યા કરવા ગયા. ત્યાં ફળફૂલ ખાઈ લે, ને આખો દિવસ નારાયણ ભગવાનનું ધ્યાન ધરે. એમની તપસ્યાથી નારાયણ પ્રસન્ન થયા. ત્યારે મુનિએ વર માંગ્યો કે કાયમ તમે મારી દૃષ્ટિ સમક્ષ રહો. તેથી તમારા ચરણની સેવા, તમારા ચરિત્રોનું ગુણગાન કરું.
પ્રભુએ કહ્યુંઃ હમણાં હું મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર પ્રગટ થયો છું, હાલમાં ગુજરાત મધ્યે પંચાલ દેશમાં ગઢડા ગામમાં રહ્યો છું. શતાનંદ યાત્રા કરતા ડભાણમાં વિષ્ણુ યજ્ઞમાં આવ્યા. ત્યાં તેમણે પરમહંસોની વચમાં બિરાજેલા મહારાજને જોયાને શ્રીહરિએ મંદ હાસ્ય કરી પ્રિય વચનથી તેમનું સ્વાગત કર્યું અને વૈષ્ણવી સાધુ દીક્ષા આપી ‘‘શતાનંદ સ્વામી’’ નામ ધારણ કરાવી મહારાજની સેવામાં જ રહ્યા.
શ્રીહરિની કૃપાથી યોગાભ્યાસ વિના તેમને સમાધિ થતી. અને ભૂત-ભવિષ્ય અને વર્તમાન કાળમાં કરેલા પોતાના ચરિત્રોનું જ્ઞાન શ્રીહરિએ તેમને આપ્યું અને હું મૈત્રેયઋષિ છું.એવું પૂર્વ જન્મનું જ્ઞાન પણ તેમને થયું. મહાપૂજામાં શતાનંદ સ્વામીને ધર્મશાસ્ત્ર ધારણ કરનાર એમ કહીને સંબોધ્યા છે. પછી તેઓ શ્રીહરિ સાથે ગઢપુર આવ્યાને ત્યાં રહીને તેમણે ‘‘સત્સંગિ જીવન’’ ‘‘સર્વમંગલ સ્તોત્ર’’, ‘‘જનમંગલસ્તોત્ર’’ આદિક ગ્રન્થો રચ્યા છે. શતાનંદ મુનિએ આ પ્રમાણે ગ્રંથોની રચના કરીને શ્રીહરિની તથા સંપ્રદાયની અમૂલ્ય સેવા કરી છે. શતાનંદ મુનિએ પોતે રચેલું ‘‘સત્સંગિજીવન’’ શાસ્ત્ર સુવ્રતમુનિ (સ્વરૂપાનંદ સ્વામી) વગેરે કેટલાંક પોતાના શિષ્યોને ભણાવ્યું. સુવ્રતમુનિએ તેનું શ્રવણ પ્રતાપ સિંહરાજાને કરાવ્યું હતું.
English
The literature of the people whose Swaminarayan sect is unique. It was born in the house of a Brahmin named Vishnudutt in "Mithila Nagari", which was made by Jana Raja before birth of Shantanand Swami. The father named his son Shatanand only. After introducing his sons education, he started his studies. In the short term, the Vedas, theology and the Puranas have gone to the Vedas. But he was not satisfied with his discipline, he had to realize the Lord. He became a vairagya with the past sacrifices of the East, so he took his fathers orders and went home to do penance. There, eat the fruitful fruit, and Narayan meditates all day long. Narayana was pleased with his penance. Then the Muni asked for the groom that you will always remain in front of my sight. So, serve your stage, praise your children.
Lord said: Now I have been manifested on earth as a human being, I am currently in Gadhda village in Panchal in Gujarat. Vishnu came to the Yagna in a straining condition of Shatanand pilgrimage. There, he saw Birajela Maharaj in the midst of Paramahansa and he made a humorous welcome and welcomed him with a beloved promise and initiated Vaishnavi Sadhu and assumed the name Shatanand Swami, remained in the service of Shri Maharaj.
With the grace of Shrihari, he was meditated without Yogyas. And the knowledge of the ghosts and their children in the past and the present day was given to them by Sriharri and I am Maitreya Rishi. Even the knowledge of their previous birth happened to them. In the Mahapooja, Shatananda addressed Swami as a teacher. After that they came to Garhpur with Sriharri and they built the "Satsangi Jeevan", "Saramangal Stotra", "Janamangalastoto" and "Adial Grantha". Shatananda Muni has thus created the scriptures and has made invaluable service to Srihari and sect. Shatanand Muni taught himself some of his disciples, "Satsangijivan" Rasveda Suvratmani (Swarupand Swami) etc., which he himself created. Suvratmuni made Pratap Singhrajana his hearing.