Sadguru Shree Shivanand Swami – (સદ્ગુરુ શ્રી શિવાનંદ સ્વામી)
ગુજરાતી
શ્રીજી મહારાજની તેજના પ્રવાહરૂપ પરાવાણીને ઝીલીને અનેક મુમુક્ષુઓ દીક્ષા લઈને પાંચસો પરમહંસો થયા હતા. જે શ્રીજી મહારાજની ચોતરફ ફરતી દિવ્ય નક્ષત્ર માળાની જેમ શોભતા હતા. જે ઓએ પોતાના સદાચાર, સદાવ્રતોની આભાપ્રભાથી અનેક ને દિગ્મૂઢ કર્યા હતા. સમાજમાં સંસાર જાળથી સંતપ્ત માનવ હૈયાઓને શીતળતાનો સ્પર્શ કરાવી સાચા પરમેશ્વરની ઓળખાણ કરાવતા અને તેમના જીવનમાં નવો ભક્તિનો રંગ પૂરતા. પાંચસો પરમહંસોમાં શિવાનંદ સ્વામી પણ એક હતા.
શિવાનંદ સ્વામીનો જન્મ અને તેમના પૂર્વાશ્રમ વિશે કોઈ માહિતી પ્રાપ્ત નથી, પરંતુ શ્રીજી મહારાજે સ્વયં તેને મોટેરા કર્યા છે. ગ. પ્ર. ૭૮ માં વચનામૃતમાં નોંધાયું છે કે, “આત્માનંદસ્વામી તથા યોગાનંદસ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદસ્વામી એ ચાર જણાને રાજી થઈને હૃદયને વિષે ચરણારવિંદ દીધા અને એમ બોલ્યાં જે “જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિક જે મોટેરા છે તે ભેળા આ ચાર પણ છે, માટે એમનું કોઈએ અપમાન કરવા દેશોમાં. વચનામૃતમાં નાના શિવાનંદ સ્વામીનો પણ એક પ્રશ્ન આવે છે સંપ્રદાયનાં એક મત મુજબ ગુણાતીતાનંદ સ્વામીના નાના ભાઈ સાધુ થયાં હતા. તેમનું નામ પણ “શિવાનંદ સ્વામી”હતું.
શ્રીજી મહારાજ વરતાલમાં મોટો અન્નકૂટોત્સવ કરે છે ત્યારે ગામડે ફરતા સંતો વરતાલ પધારે છે અને ત્યાં મહારાજની પૂજા અર્ચન કરી પાંચસો પરમહંસો ક્રમશઃ શ્રીહરિની સ્તુતિ કરે છે. તેમાં શિવાનંદ સ્વામી સ્તુતિ કરતા કહે છે કે “હેનાથ! મોક્ષ મૂર્તિ એવા આપની બધી જ ક્રિયાઓ કલ્યાણ કારી છે, જય અને પરાજય પણ શ્રેયસ્કર છે. કોઈના ઉપર ખીજાવું કે રીઝાવું તે પણ શ્રેયસ્કર છે. આમ સમજીને હું આપના ચરણારવિંદને આશરે રહ્યો છું.
English
Shreeji Maharaj took the initiative of initiating the tremendous transformation of the Tarjuna with many faces, and took five hundred parmesans. Who was adorned as Shreeji Maharajs fourth rotating divine constable. Many of those who were confused by the dignity of their good deeds and sadhauts. In the society, the worldly life of the world is touched by the sincerity of the human being, and the identity of the true God, and the color of new devotion in his life is sufficient. Shivanshad Swami was also one of the five hundred Paramsaha.
There is no information about Shivanand Swamis birth and his predecessor, but Shreeji Maharaj himself has given him a lot. C. Q. In 78 Vachanamrut, it has been reported that, "Atmanand Swami and Yoganand Swami and Bhagwadanand Swami and Shivanand Swami were pleased with the four, and gave a fervor to the heart and said," Like the Mahanubhavanand Swami Adik Joe Motea, there are also four of them in the pulpit, so nobody can insult them . There is also a question of small Shivanand Swami in Vachanamrut, according to a view of the sect, the younger brother of Gunatitanand Swami was a monk. His name was also "Shivanand Swami".
When Shreeji Maharaj made a big food cooker in the Varanasi, the devotees of the village started worshiping the Vartal and worshiping the devotees there, the devotees praised Sriharri. In it Shivanand Swami praised that "Hanath! All your actions like Moksha idol are kalyan kari, jai and defeat is also Shreyaskar. It is also creditworthy to uproot someone else. By understanding this, I am about to approximate your age.