Sadguru Shree Shunyatitanand Swami – (સદ્ગુરૂ શ્રી શૂન્યાતીતાનંદ સ્વામી)
ગુજરાતી
જેમણે તપ-ત્યાગ પ્રધાન પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અગણિત આત્માઓનો ઉદ્ધાર કર્યો હતો. જેમના સહવાસથી બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી પ્રભુના સાક્ષાત્કારને પામ્યાં હતા. એવા પ્રભાવશાળી અલૌકિક વ્યક્તિત્વ ધરાવનાર શૂન્યાતીતાનંદ સ્વામીનો જન્મ કયાં ગામની ધરામાં થયો હતો તેનો ઉલ્લેખ પ્રાપ્ત નથી. પરંતુ રાજા ગોપીચંદની માતાએ જેમ ગોપીચંદ રાજાને ઉપદેશ આપીને વૈરાગ્ય ચઢાવ્યો હતો તેમ શૂન્યાતીતાનંદ સ્વામીના માતુશ્રીએ સ્વામીને ઉપદેશ આપી સાધુ થવા મોકલ્યા હતાં.
એક કિંવદન્તિ એમ પણ વાંચવાને સાંભળવા મળે છે કે ખીમજી સુતારને મહારાજ શ્રીજીમહારાજ કંઠી માટે લાકડું લેવા મોકલે છે. ત્યારે ખીમજી સુતાર ભાવનગરથી બેસીને સુરત જાય છે ત્યાં વહાણમાં એક બાવો ભગવાન સ્વામિનારાયણનો દ્વેષી હોવાથી ખીમજી સુતાર પર માંત્રિક અડદના દાણા નાખે છે પરંતુ ખીમજી સુતારને શ્રીહરિનો અનન્ય આશરો હોવાથી તેમનાં પરએ દાણાની અસર થતી નથી. સુરત બંદર આવતાં બાવો ખીમજી સુતારની માફી માંગે છે. ને શ્રીહરિના આશ્રિત થાય છે. તેમનાં અંતરનાં ઊંડે પડતા પોકારો શ્રીહરિએ સાંભળ્યા ત્યારબાદ શ્રીહરિ પાસે દીક્ષા લઈને શ્રીજીમહારાજ તેમનું નામ “શૂન્યાતીતાનંદ” પાડે છે.
શૂન્યાતીતાનંદ સ્વામી નરનારાયણાનંદ સ્વામીના ભત્રીજા હતા ને નિત્યાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા.તે ઓ સત્તર વર્ષ સુધી શ્રીહરિની સેવામાં રહ્યાને મહારાજનો અખૂટ રાજીપો મેળવ્યો હતો. તે શૂન્યાતીતાનંદ સ્વામીએ સુરતમાં જઈને સત્સંગનો સારો એવો પ્રચાર કર્યો હતો. તેમણે સુરતમાં પવિત્રાનંદસ્વામીને બોલાવીને ત્યાં સુંદર શિખરબદ્ધ મંદિર કરાવ્યું હતું. તેઓ વ્યવહાર કુશળ હોવાથી તેમને સુરતનાં મહંત પણ બનાવ્યા હતા.
શ્રીજી મહારાજ અક્ષરધામ ગયા બાદ લક્ષ્મી વાડીમાં જ્યાં શ્રીજી મહારાજનો અગ્નિસંસ્કાર થયો હતો તે સ્થાને નિત્યાનંદ સ્વામીએ બનાવેલ સ્મૃતિ મંદિરનું બાંધકામ શૂન્યાતીતાનંદ સ્વામીની દેખરેખ હેઠળ કરાવ્યું હતું. તેથી તેઓ સારા વ્યવહારકુશળ, શિલ્પજ્ઞ પણ હતા.
સ્વામી વચન સિદ્ધ હોવાથી તેમણે ઘણા ભક્તોનાં દુઃખો દૂર કર્યાં હતાં. જ્યારે સુરતમાં મંદિર કરવા માટે લખણી શરૂ કરી ત્યારે ત્યાંના દયારામ ખત્રી ખૂબજ સેવા ભાવી ભક્ત, તે દરરોજ ચાર આનાં કમાઈને કુટુંબનું પોષણ કરતા તેવી એમની દુર્બળ સ્થિતિ હતી, છતાં પણ મંદિરની સેવામાં એકસો રૂપિયા લખાવ્યા. પછી એમને ચિંતા થઈ કે હું ક્યાંથી લાવીને આપીશ. રાત્રે ઊંઘન આવી પછી પોતાના મિત્ર ધીરજ રામભાઈને વાત કરી. તેમણે સો રૂપિયા આપ્યા. આ વાત સ્વામીને જાણ થઈ ત્યારે તેમના ઉપર અતિ પ્રસન્ન થયા. પછી સ્વામીએ ફરીથી ધીરજ રામને પાસે એક સો રૂપિયા દયારામને અપાવ્યાને કહ્યું કે, આ સો રૂપિયાનો વેપાર કરો તેથી સુખી થશો. ને સ્વામીના આશીર્વાદથી ખૂબ જ સુખી થઈ ગયા.
આવા સત્સંગના પરમહિતૈષી, ભક્તોનું દુઃખ દૂર કરનારા શૂન્યાતીતાનંદ સ્વામી સંવત્ ૧૯૩૧ના માગશર સુદ ૧૦ ને દિવસે સુરતમાં જ પાંચ ભૌતિક દેહનો ત્યાગ કરીને મૂર્તિના સુખે સુખીયા થયા હતા.
English
The minister who saved the devotional service saved many souls to lead a charitable life of devotion. By whose cohorts, he attained Brahmavastha and attained the Lords revelation. There is no mention of Shunyatitanand Swamy who had such an impressive supernatural personality in the village. But like the mother of Raja Gopichand, he taught Vaagyagra to the king of Gopichand, Shunishtanand Swamijis mother taught him to be a saint and taught him.
It is also heard to read a tradition that Maharaj Shreeji Maharaj sends Khaita to take wood for Kanti. When Khimjee sittar sits in Bhavnagar to sit in Bhavnagar, a barrage in the vessel is disgusting to Lord Swaminarayan, because Khimji is throwing the seeds of mud of udder on the quill, but Khimji is not unique to Shrimali as the unique refuge of Shreehari. Bajwa Khimji apologizes to Surat for coming to the port of Surat. He is dependent on Sriharina. Shreeji Maharaj gave his name "Shunnessatanand" after taking his initiation from Srihari after the deep shouting of his distance.
Shunyatantanand Swami was the nephew of Naranarayananand Swami and was the chief disciple of Nityanand Swami. He remained in the service of Shri Lahiri for seventeen years, got Maharshis untimely rajas. Shunnatantanand Swami went to Surat and did a good job of satsang. He called Swarantanand Swami in Surat and built a beautiful shrine there. Since he was skilled in dealing, he also made him the chief of Surat.
After Shreeji Maharaj went to Akshardham, in the Lakshmi Wadi, where Shreeji Maharaj was cremated, Nityanand Swami constructed the Smruti temple under the supervision of Shunnessatanand Swami. So he was also a good pragmatic, sculptor.
As the Swami promised, he removed the suffering of many devotees. When the writing started for the temple in Surat, Dayaram Khatri, a very service-oriented devotee of that time, earned four rupees each day and had a weak condition of nourishing his family, even though he wrote a hundred rupees in the service of the temple. Then they were worried about where I would bring them. After sleeping at night, he talked to his friend Dhiraj Rambhai. He gave a hundred rupees. When this information was received by Swamiji, he was very pleased with them. Then Swamiji again gave a hundred rupees to Dayaram to Dhiraj Ram, and said, "Thank you for doing this hundred rupee business." The blessings of Swami are very happy.
On the day of the death of Shunneetanand Swamy Sankrant of 1931, the devotees of Satsang, the devotees of Satsang, were blessed with happiness by sacrificing five physical souls in Surat.