Bhaktraj Shree Surakhachar – (ભક્તરાજ શ્રી સુરાખાચર)
ગુજરાતી
ભગવાન શ્રી સ્વામિનારાયણના અસંખ્ય અનુયાયી ગૃહસ્થ ભક્તોમાં એક માત્ર સુરાખાચર જ એવા ભક્ત હતા જેને શ્રીહરિએ સ્વયં પોતાના ‘‘સખાભક્ત’’ તરીકે સ્વીકાર્યા હતા. સત્સંગમાં એવા અનેક પ્રસંગો નોંધાયા છે કે જ્યારે આનંદકંદ સહજાનંદજી ઉદાસ થઈને બેઠા હોય ત્યારે આ ભક્તરાજે આવીને હાસ્યની સાથે આનંદ તરંગો ફેલાવ્યા હોય.
આ ભક્તરાજ શ્રી સુરાખાચર લોયા અને નાગડકા આ બે ગામના ગરાસદાર હતા. તેમના પત્નિનું નામ શાંતિબા હતું. પુત્રનું નામ નાથાખાચર અને પુત્રીનું નામ વલુ હતું. શરીરે પંજાબી, સ્વભાવે રમુજી, ધર્મે શૂરા, વૈરાગ્યે પૂરા અને ભક્તિથી ભરપૂર આ ભક્ત રાજથી સંપ્રદાયમાં કોણ અજાણ હોય શકે?
ભક્તરાજ સુરાખાચરના દરબારગઢમાં શ્રીહરિએ ૧૮-૧૮ વચનામૃત કહ્યા છે. શ્રીહરિએ એક અને અદ્વિતીય એવો ૧૨ મણ ઘી અને ૬૦ મણ રીંગણા સાથે શાકોત્સવ આ દરબાર ગઢમાં કર્યો છે. આ દરબાર ગઢમાં પરમહંસોની જગ્યા હતી તેનું સાક્ષી લોયાનું પ્રથમ વચનામૃત આપે છે. ચંદ્રગ્રહણની સભા, નટ રમાડ્યા, ધાન જમ્યા, રંગે રમ્યા, જેવી અનેક લીલાઓથી સુરાખાચરનો દરબારગઢ ભક્તિથી લીલોછમ રહેતો. એાજ સંપ્રદાયના પ્રત્યેક ગ્રન્થોમાં સુરાખાચરના સમર્પણના પ્રતાપે લોયાધામની લીલાઓ લખાણી છે. લખાય છે અને લખાતી રહેશે.
આસુરાખાચરનું અંતર અલબેલાની પ્રાપ્તિના કેફમાં હિલોળા લેતું. ઉદાસ શ્રીહરિ સાથે સુમશામ બેઠેલી સભામાં આવી,નિખાલસતાથી હાસ્યના ફૂલડા વેરતા ત્યારે સભાનો રંગવસંતની જેમ ખીલી ઉઠતો.સુરાખાચર બોલવાનું શરૂ કરે એટલે શ્રીહરિનો હાથરૂમાલ સાથે મુખારવિંદ પર પહોંચે અને શ્રોતાઓ પેટ પકડે એટલું હસાવતા છતાં ધર્મનિયમમાં અડગ અને જીતેન્દ્રિય હતા.
જસદણ કામ પ્રસંગે ગયેલા ત્યારે એકાંતમાં સ્ત્રીનો યોગ થવા છતાં ડગ્યા નહિ અને ત્યાંથી સીધાજ ગઢપુર આવ્યા ત્યારે મહારાજે ‘‘ઈન્દરીયા ગઢના વિજેતા’’ કહીને રાજી થઈને સોનાની મૂઠવાળી તલવાર ભેટ આપેલી.આ શૂરવીર ભક્તએ શ્રીહરિનો પત્ર મળતાં સમગ્ર ઝંખના છોડીને ફકીરી લીધેલી પણ આજ્ઞાએ કરીને પાછા લોયા આવેલાં. લોયા આવીને ર૬ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરીને આજીવન અખંડ બ્રહ્મચર્ય પાળ્યું એટલે જ એમના દરબાર ગઢમાં સંતો પરમહંસો રહેતા એટલે જ એમના દરબાર ગઢમાં શ્રીહરિ સ્વયં શાકોત્સવ કરતા, એટલે જ લોયાના વચનામૃતમાં ‘‘સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા’’ એમલખાયું છે.
English
Lord Shree Swaminarayan was a devotee of only one of the devotees of Sri Guru Swaminarayan, who was accepted by Shrihari himself as his "goodwill". There are many such occasions in Satsang that when Anandkand Sahajanandji is sitting sad, this Bhakta Raja has come and spreading fun with the laughter.
This Bhaktraj Shree Surakshahra Loya and Nagadka were fond of these two villages. His wifes name was Shantaba. The sons name was Nathakshachar and the daughters name was Valu. Who is unaware of this devotee, who is a devotee of Raja, Punjabi, Swabhav, funny, Dharma Shura, Vairagya Pura and devotion?
Bhaktraj Maharaj has called 18-18 Vachanmriti in Darbargadh in Surakkhaor. Sriharri has done Shakutsav with 12 mounds of ghee and 60 mangya brinjal in this Darbar fortress. The testimony of Lohas first Vachanamrut is given by the witness of Paramahansa in Darbar fort. Due to the presence of lunar eclipse, nat ramadia, ghaan dhyaya, dyea, and many other layas like Surakshaa, there was a lot of greenness in Darbargarh Bhakti. Leiyadhams leopard is written in the form of the dedication of Surakhkachar in every grant of the Aaj sect. Write and keep writing.
The distance of this security is to take the halo of the cemetery of attaining Albela. Whenever he came in a sitting meeting with a sad sister, she was naturally nodded like a colorful person when he was laughing at laughter. When the security started speaking, Sriharri reached with his arms and reached the corpse, and even though the listeners laughed so much that they were stubborn and religious in religion.
When Jasdan went on the occasion, when the woman was alone on a pilgrimage, the woman did not leave the yoga, and from there directly to Garhpur, Maharaj gave a gift of gold to the neck of the "Indriya fortress." Loya Loya came and fulfilled her life time by pledging Brahmacharya, she used to live forever in her Darbar fortress. Therefore, in her Darbars fortress, she used to worship herself in the Darbar Gurdwara, so that she was sitting in the court of Lord Vishnacharma in Loya.