Sadguru Shree Swarupanand Swami – (સદ્ગુરુ શ્રી સ્વરૂપાનંદ સ્વામી)
ગુજરાતી
નવખંડ ધરામાં દિવ્ય નિનાદની સાથે યમપૂરી સુધી ‘‘શ્રીસ્વામિનારાયણ મહામંત્ર’’ નો પ્રબળ પ્રતાપ બતાવનાર સંતસદ્ગુરૂવર્ય શ્રી સ્વરૂપાનંદ સ્વામી હતા.
સંપ્રદાયના ઈતિહાસના પૃષ્ઠો બોલે છે કે આ ઉદ્ધવ સંપ્રદાયના શ્રી ગણેશ થયા પછી ભારતના ખૂણે ખૂણેથી દ્વારકાની યાત્રા એ આવતા વૈરાગીઓમાંથી એક પણ મુમુક્ષુ પાછો સ્વદેશ ફર્યો ન હતો.
‘‘ પશ્ચિમમાં જીવન મુક્તા પ્રગટ થયા છે’’ એવી કર્ણ પ્રિય વાત સાંભળી કુરૂક્ષેત્રથી ઘરબાર છોડીને ચાલી નીકળેલા એક ભૂદેવ ફરતા ફરતા દ્વારકા જતાં માંગરોળ આવ્યા અને સમાધિ પ્રકરણમાં સ્વેષ્ટ શ્રીકૃષ્ણનાં દર્શન પામ્યા. આ અલખનાં દર્શન કરાવનાર સ્વયં શ્રીકૃષ્ણ છે એમ માનીને શરણાગત થઈ દીક્ષા સ્વીકારી અને પ૦૦ પરમહં સો માં પ્રથમ પંક્તિમાં બોલાતું ‘‘ સ્વરૂપાનંદ’’ નામ ધારણ કર્યુંર્ .
આ સ્વરૂપાનંદ સ્વામી અતિ સમર્થ અખંડ મૂર્તિ ધારક સંત પુરૂષ હતા, છતાં શ્રીહરિની આજ્ઞા શિરે ધરી ગામડે ગામડેફરતા.લોયા અને નાગડકા વિરાજતા શ્રીહરિનાં દર્શને આવ્યા ત્યારે સ્વામીને પૂછ્યું, કેટલાંને સત્સંગ કરાવ્યો? ત્યારે સ્વામીએ કહ્યું ‘‘યે નિંબકી નીચે મનુષ્ય દેખા હૈ’’ સ્વામીની આવાણી સાંભળી કોઈ એ કટાક્ષ કર્યો કે મનુષ્ય નથી જોયા તો કલ્યાણ ક્યાંથી કર્યું હશે? ત્યારે સ્વયં શ્રીહરિના વાક્યો સ્વરૂપાનંદ સ્વામીની ઉચ્ચ સ્થિતિના પૂર્ણદ્યોતક છે. શ્રીહરિ કહે બીજા વાતો કરે ત્યારે કલ્યાણ થાય, પણ તેમનાં દર્શને અનેકનાં કલ્યાણ થાય.
આવા સતત મૂર્તિના ધારક સંત હતા, છતાં મંડળ લઈને વિચરણ પણ કરતા અને મોટા ઉત્સવ સમૈયાઓમાં મોટી જવાબદારી પણ સંભાળતા. જેતલપુરમાં મહારૂદ્ર કર્યો ત્યારે પાકશાળાની જવાબદારી સ્વામીએ સંભાળેલી. એટલું જ નહિ યમપુરીમાં જઈને સ્વામિનારાયણ મહામંત્રનો ઘોષ કરીને નરકના કુંડ ખાલી કરાવવાનું ઐતિહાસિક કાર્ય પણ આ સમર્થ સંતે જ કરેલું. આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ નોંધે છે કે
સ્વરૂપાનંદે કીધી સમાધી, ગયા યમપુર કૃષ્ણ આરાધી।
જોયા નરકમાં પીડાતા પ્રાણી, અતિ દયા અંતરમાં આણી।
લીધું સ્વામિનારાયણ નામ, નાઠા સાંભળી દુત તમામ॥
મુક્તાનંદ સ્વામી એ પણ ગાયું છે કે
“સર્વે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગણ રે
કર ઘસી પસ્તાય, નારાયણ પ્રબળ પતાપ છે.
આવા આ વિરલસંતની બ્રાહ્મી સ્થિતિ માટે ઘણીવાર જૂનાગઢના જોગી સંતશ્રી ગુણાતીતાનંદ સ્વામી પ્રશંસાનાં ફૂલડા વેરતાં, આજે આપણે પણ એ સંતના ચરણમાં શ્રદ્ધ। સુમન અર્પણ કરી ધન્ય બનીએ…
English
Sree Swarantand Swami was the saint-guru, who showed the dominant power of "Shree Swaminarayan Mahamantra", with divine annihilation in Navkhorn.
The pages of the history of the sect say that after the Ganesha of Uddhav, one of the incoming ascetics of Dwarka traveled from the corner of India, did not return home.
"I have seen a lot of love in the west." He left the house and left the house and went to Dwarka, moving towards a moving deodor, and received a glimpse of Shri Krishna in the Samadhi chapter. It is believed that the person who has seen this eloquence accepted Srikrishna as his self, and adopted the name Swaroopanand in the first line of five hundred and seventy-five hundred.
This Swaroopanand Swami was a saint male who was a very capable Akram idol, yet Shreeharis Agnya came to the village of Shire Dhari village. When Loya and Nagadka came to the sight of Shriharri, they asked Swamiji, how many satsangs were done? Then Swamiji said, "Yeh Nimbki Below Manuishe Vis Hai". Swamis listeners heard that someone did not know whether he would have done Kalyan or not. When the self sentences of self-realization are the whole of the highest state of Swarantanand Swami. When Sri Lahiri says other things, Kalyan will happen, but his vision will benefit many.
Though such a statue was consecrated to the idol, even after taking the responsibility of discharging the duties and holding big responsibilities in the big festivals. Swamy took care of the responsibility of the royal family when Jharlpur was crowned Maharodra. Not only this, the historic task of evacuating the cemetery of hell by swearing by Swaminarayan Mahamantra in Yampuri has also been done in this capable assembly. Principal Vihari Lalji Maharaj notes that
Swaroopanand ki Kidhi Samudhi, Yama Yampur Krishna Aradhi.
Seeing the animal suffering in hell, in the heart of pity.
Swaminarayans name, all heard lying in darkness.
Muktanand Swamy also sang that
"Surveys empty the hell of hell, hungry jumpy ray
Taxes are repugnant, Narayan is a strong Patan.
For the Brahmi position of such a rare occasion, often the Jodhgadh jogi, Santashri Gunatitanand Swami, who is giving flowers to Praful Praises, today we also believe in the Sankranta stage. Be happy to offer Suman