Sadguru Shree Tadrupanand Swami – (સદ્ગુરૂ શ્રી તદ્રુપાનંદ સ્વામી)
ગુજરાતી
તદ્રુપાનંદ સ્વામીનો જન્મ ‘કરજીસણ’ ગામમાં થયો હતો. તેઓ વૈરાગ્યથી ઘરનો ત્યાગ કરી મહારાજ પાસે ત્યાગી થવા આવ્યા હતા. શ્રીજી મહારાજે તેમને દીક્ષા આપીને “તદ્રુપાનંદ” નામ રાખ્યું હતું. તેઓ મહાન શિઘ્ર કવિરાજ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા. તેઓ અખંડ સ્વામીની અનુવૃત્તિમાં રહેતા હતા. તેઓ સારા વિદ્વાન અને ધર્મનિષ્ઠ સંત હતા. તેઓમાં નિર્માનીપણું અને ઋજુતા સહજ વણાયેલી હતી.
શ્રીજી મહારાજની આજ્ઞાથી સદ્.બ્રહ્માનંદ સ્વામી વડતાલનું મંદિર કરાવતા હતા ત્યારે તદ્રુપાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞાથી આસપાસનાં ગામોમાં ઝોળી ફરવા જતા હતા. એક સમયે સ્વામી ઝોળી માગીને ચાલ્યા આવતા હતા ત્યારે પગમાં જોડા પહેરેલા નહી, બહુ તાપ પડેલો અને તૃષા પણ બહુ લાગેલી તેથી સ્વામીને ચક્કર આવ્યા અને તેઓ પૃથ્વી ઉપર પડી ગયા.
ત્યાં બાજુમાં બ્રાહ્મણનું પાણીનું એક પરબ હતું તે બ્રાહ્મણ આ સાધુને પડી ગયેલો જોઈને ત્યાં દોડી આવ્યો સ્વામીને પૂછપરછ કરીને સાફ કરેલા લોટામાં ચોખ્ખું પાણી સ્વામીને પાયું, તૃષા છીપતાં સ્વામીને શાંતિ થઈ એટલે એ બ્રાહ્મણ પોતાની છાપરીમાં સ્વામીને તેડી લાવીને પથારી કરી સુવાર્યા. સ્વામીની ખૂબ ખૂબ સુંદર સેવા કરી. સ્વામીને સારું થયું એટલે સ્વામી ત્યાંથી ચાલવા તૈયાર થયા. પવિત્ર સંતની સેવા કરવાથી તે બ્રાહ્મણની બુદ્ધિ નિર્મળ થઈ. સ્વામીને મોટા પુરૂષ જાણી તેમના ચરણમાં પડી તે રડવા લાગ્યોને કહ્યું સ્વામી! હું મહાપાપી છું. બ્રહ્મ હત્યારો છું. મે નીચ વર્ણની સ્ત્રીને મારે ઘેર રાખી હતી.
મારો ભાઈ મને સમજાવવા આવ્યો, મને ક્રોધ ચડ્યો એટલે મે તેનાં માથામાં લોઢાની કોશ મારી તેથી તેનું મૃત્યુ થયું, તેથી લોકોએ ગામની બહાર કાઢી મૂક્યો. પછી મને પણ ખૂબ પસ્તાવો થયો ને તે સ્ત્રીને પણ મેં કાઢી મૂકી છે. હવે રાત-દિવસ મારું હૃદય બળ્યા કરે છે તેથી હે સ્વામી! મે કરેલાં પાપમાંથી મુક્ત થાઉં અને મારું શ્રેય થાય એવી મારી ઉપર કૃપા કરો. સ્વામીને તેના ઉપર અતિ દયા આવી તેથી તેને પોતાની સાથે વરતાલ લઈ ગયા. ત્યાં શ્રીજીમહારાજ લક્ષ્મીનારાયણનાં મંદિર આગળ સભામાં વિરાજમાન હતા.
ત્યાં આવ્યાને તેને શ્રીહરિની મૂર્તિ માધુરી નિરખતાં તરત સમાધિ થઈ ગઈ. પછી તે વિપ્ર સમાધિમાંથી જાગૃત થયાંને હરિનું શરણું સ્વીકાર્યું અને શ્રીહરિએ તેને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત કર્યો. તે સમયે ત્યાં સભામાં વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ! જે કુપાત્ર જીવ જણાતો હોય તેને પણ સમાધિ થાય છે તેનું શું કારણછે? એા પ્રશ્નનો ઉત્તર મહારાજે વરતાલનાં ૧૪ માં વચનામૃતમાં વિસ્તારથી કર્યો છે. ત્યારબાદ તે બ્રાહ્મણ બ્રહ્માનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામીના આશીર્વાદલઈને પોતાને ઘેર ગયોને સુખી થઈ ગયો.
બ્રહ્માનંદ સ્વામી ધામમાં ગયા પછી મૂળી મંદિરના મહંત તરીકે રહીને સ્વામીએ મૂળી મંદિરની ઘણી સેવા કરી હતી. બ્રહ્માનંદ સ્વામીએ વરતાલ, જૂનાગઢ અને મૂળીમાં શિખરબદ્ધ મંદિર કર્યા તેમાં પણ તદ્રુપાનંદ સ્વામીએ સારી સેવા કરી હતી.
તદ્રુપાનંદ સ્વામીએ મૂળીદેશમાં સત્સંગ પ્રચાર માટે કરેલી કથા વાર્તાનો સંગ્રહ કરી “તદ્રુપાનંદ સ્વામીની વાતો” આ ગ્રંથ સંપ્રદાયમાં પ્રચલિત છે. તે સ્વામીની વાતોરૂપી અમૂલ્ય પ્રસાદ અદ્યાપિપર્યંતસંતોઅનેહરિભક્તોનેસત્સંગનુંબળઆપી રહ્યો છે. તદ્રુપાનંદ સ્વામી આ જીવન શ્રીહરિની મરજીમાં પોતાનું જીવન સમર્પિત કરીને સત્સંગનો કીર્તિ ધ્વજ લહેરાવતા સંવત્ ૧૯૧૬ આસો વદ ૮ ના રોજ મૂળી ધામમાં અક્ષરવાસી થયા હતા.
English
Tadupanand Swami was born in the village Karajisan. He left home from Vairagya to renounce himself to Maharaj. Shreeji Maharaj initiated him and named him "Tadupanand". He was a disciple of the great poet Kabiraj Brahmanand Swami. They lived in the indigenous tradition. He was a good scholar and a devout saint. In them, creativity and rhythm were easily formed.
When Shreeji Maharaj was performing the temple of Lord Vardal with the command of Shriji Maharaj, Tadupanand Swami Brahmand Swamiji used to go to the villages surrounding the order. At one time, when the Swami was going for a ride, he did not wear a pair of legs, too much heat and Trishna too was too much, so Swami got dizzy and fell to the earth.
There was a parabana of Brahmana water in front of it. The Brahmin saw this sadhu falling down and ran there and inquired about Swamijis clean water in the lota cleaned, and after drinking the water, Swamiji got peace, so that Brahmin was given bed by bringing Swami to his roof. Swamys very beautiful service. Swamiji is good, so Swamy is ready to walk from there. By the service of the holy saint, the Brahmans wisdom became pure. Swamiji began to cry loudly in his stages and said, "Swamy!" Im superb. I am a Brahmin assassin. I kept a low-cast woman in my house.
My brother came to explain to me, I got angry and I killed him in his head, so he died, so people were expelled from the village. Then I too felt a lot of regret and I removed the woman too. Now night and day my heart burns, so O Lord! Please be free from the mistakes I have made and my credit is mine. Swamy was so overwhelmed that he took her along with him. There, Shreeji Maharaj was sitting in front of the temple of Lakshminarayan.
There he came to Samaritan immediately after the silhouette of Madhuri Dixit. Then he awakened from Vip Samadhi and accepted Shrees acceptance and Sri Lahiri freed him from the sin of Brahma Vaahitya. At that time, at the meeting, Vadgadias Vagmodiya Ramchandra asked Shreeji Maharaj the question which, O my majesty! What is the reason for which there is a relative life, which is also called samadhi? This question has been answered by Maharaj in the 14th Vermal of Vrittal. After that, the blessings of Brahmin Brahmanand Swami, Tadipanand Swami went to his house and became happy.
After Lord Brahmanand Swami went to Dham, Swami lived a lot with the original Mandi temple. Even Trahapanand Swami did good service in Brahmanand Swami making Shikharbuddh temple in Vertal, Junagadh and Muli.
Tadupanand Swamy presents the narrative story for satsang in Udhadesh, "Terepanand Swamis Speech" is a popular practice in the tradition. It is being said that Swaminarayan Amulya Prasad is giving the knowledge and wisdom of knowingly and spiritually. Tadipanand Swamy dedicated this life to Shree Lahiris life and devoted his life to Satsang.