Sadguru Shree Vaikuthanand Varni – (સદ્ગુરૂ શ્રી વૈકુંઠાનંદ વર્ણી)
ગુજરાતી
ઐશ્વર્યમૂર્તિ સદ્ગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાથી રણછોડરાય અને ગોમતીજી આદિ તીર્થોને લઈને આવ્યા, વરતાલમાં રણછોડરાય પધરાવ્યા અને ધારૂ તળાવમાં ગોમતીજીમાં સ્નાન કરવાથી દ્વારકાની યાત્રાનું ફળ થશે એવુ વરદાન આપ્યું.
શ્રીહરિએ સૌ પ્રથમ તપ્તમુદ્રાઓ આપવાની પ્રથા શરૂ કરી ત્યારે તપ્તમુદ્રાઓ આપવાની પવિત્ર સેવા બ્રહ્મચારી શ્રી વૈકુંઠાનંદજીને આપેલી. તેઓની માતૃભૂમિ ભાલપ્રદેશનું “ખડોળ” ગામ હતું. તેઓએ દીક્ષા ગ્રહણ કરીને મૂળજી બ્રહ્મચારી સાથે રહીને સેવા, સમર્પણના પાઠ ભણ્યા હતા. મૂળજી બ્રહ્મચારી સાથે રહેતા પરિણામે અવાર નવાર શ્રીહરિ સેવાનો પણ અનોખો અવસર મળતો.
શ્રીહરિએ કરેલ એક અને અદ્વિતીય શાકોત્સવમાં વૈકુંઠાનંદજીએ નોંધપાત્ર સેવાઓ કરેલી. શ્રીજી મહારાજે લોયાથી કારિયાણી વસ્તાખાચરને સમાચાર આપવા મોકલેલા. રાઘવાનંદ સ્વામી અને બ્રહ્મચારી કારિયાણી ગયા ત્યાંથી વસ્તાખાચરે રીંગણાં અને મરચાંનાં મોટા મોટા ગાંસડા બાંધી આપ્યા. તે માથે ઉપાડીને લોયા આવ્યા અને શાક બનાવીને શ્રીહરિને જમાડ્યા. આવી ઉમદા સેવા ભાવના હતી.
શ્રીહરિએ સ્વધામ ગમન સમયે આચાર્ય શ્રીરઘુવીરજી મહારાજની સેવામાં રહેવા માટે આજ્ઞા કરેલી. બ્રહ્મચારીજીએ દેહના અંત સુધી આ આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરેલું.
શ્રીહરિ સ્વધામ પધાર્યા પછી એકવાર બ્રહ્મચારીજી બપોરે લક્ષ્મીવાડીએ સ્નાન કરવા જઈ રહ્યા હતા ત્યાં તો રસ્તામાં માણકીના અશ્વાર શ્રીહરિ સામા મળ્યા. બ્રહ્મચારીજીએ વંદન કરીને પૂછ્યુંઃ “હે મહારાજ! ક્યાં પધારો છો? ત્યારે મહારાજ કહે કે અમે મંદિરમાં જઈએ છીએ. બ્રહ્મચારી મહારાજ સાથે પાછા વળ્યા અને મંદિરે આવ્યા. મહારાજે મંદિરની રૂપચોકી પાસે માણકી ઉભી રાખી અને મંદિર પર ગયા. મહારાજ મંદિરમાં ગયા અને કમાડો આપ મેળે ઉઘડી ગયા અને જાળીના કમાડ પણ ઉઘડી ગયા. મહારાજ દર્શન કરીને પાછા ઘૂમ્મટમાં આવ્યા ત્યાં દરવાજા પાછા બંધ થઈ ગયા. વૈકુંઠાનંદજી આ કૌતુકમય ઘટના જોઈ રહ્યા.
આવા નાના મોટા અનેક પ્રસંગો બ્રહ્મચારીજીના જીવન કવનમાં વણાયેલા છે. આજીવન સેવાવ્રત રાખીને શ્રીહરિનો રાજીપો મેળવનાર બ્રહ્મચારીજીને વારંવાર વંદન…
English
Aishwarya Murthy Sadguru Shree Satchidanand Swami came to Dwarka with Ranchhodraya and Gomatiji shrines, showering Ranchhodrai in the Varalal and bathing in Gomatiji in Dharu lake will give blessings to Dwarkas pilgrimage.
When Srihari started the practice of giving first paternal offerings, the sacred service to give the paternal and maiden offerings to Brahmchari Shri Vaikunthanandji was given to him. Their homeland was the "Khadol" village of Bhal Pradesh. They studied the lesson of dedication, dedication, and living with Alzhiji Brahmachari after adopting initiation. As a result of living with original brahmachari, there is also a unique opportunity of Shrihari Seva.
Vaikunthanandji made significant contributions in the one and the other times of Shriharri. Shreeji Maharaj sent to Laoya to give news to Karian Vastakshatra. From Raghavanand Swami and Brahmachari Kariyan, they made big bucks of brinjal and chilli extinct. He picked it up on his head and made a saffron and filled it with sugar. Such a noble service was spirit.
Shrihari ordered the Acharya Shree Raghuvveerji Maharaj to stay in the service of Swadham Samanma. Brahmacharya has followed this order of verbatim to the end of the body.
After reaching Shrihari Swadham, once Brahmacharji was going to take bath in Laxmiwadi on the noonday, while on the way, Ashwarya Shreehari of Mani met on the way. Brahmachari ji wandaned and asked: "Hai Maharaj! Where are you? Then Maharaj says that we are going to the temple. Brahmachari returned with the Maharaj and came to the temple. Maharaj raised Mani to the temple and went to the temple. Maharaj went to the temple and the commandos opened with you and opened the jalas. When the king came back in the vault after seeing the darshan, the doors were closed back. Vaikunthanandji is seeing this casual event.
Many such small big events are woven in Brahmas life. With the help of life, you have to get the blessings of Brahmachari ji repeatedly ...