Sadgur Shree Vasudevanand Varni – (સદ્ગુરુ શ્રી વાસુદેવાનંદ વર્ણી)
ગુજરાતી
શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞારૂપી આકરી ભઠ્ઠીમાં સિધ્ધ થયેલાં શુધ્ધ કંચનસમા, તપ-ત્યાગ પ્રધાન, પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અનેક આત્માઓનો ઉધ્ધાર કરનાર બેઠી દડીના વાસુદેવાનંદ બ્રહ્મચારી સાબરકાંઠા જીલ્લામાં મોડાસા પાસે ‘માલપર’ નામનાં ગામનાં હતા. તેમનો જન્મ ત્રવાડી મેવાડા બ્રાહ્મણ પરિવારમાં સંવત્ ૧૮પપ માં થયો. તેમનું પૂર્વાશ્રમનું નામ ‘જીવતરામ શર્મા’ હતું. યજ્ઞોપવીત સંસ્કાર પછી ભણવામાં રુચિ હોવાથી શ્રીહરિના આશ્રિત લક્ષ્મીરામ શાસ્ત્રી પાસે નાંદોલ ગામમાં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. લક્ષ્મીરામ શાસ્ત્રી શાસ્ત્રોના અધ્યાપન સાથે જીવતરામને પ્રગટ પુરૂષોત્તમનું સ્વરૂપ સમજાવતા. તેથી શ્રીહરિને વિષે તેને પ્રીત બંધાણી.
સંવત્ ૧૮૬૭માં શ્રીજી મહારાજ જેતલપુર પધાર્યા હતા. જીવતરામને મહારાજના દર્શન કરવાની ઉત્કટ લાલસા થવાથી તેઓ લક્ષ્મીરામ સાથે ગયા. પૂર્વની પ્રીત જાગી ઉઠી. જીવતરામનાં અંતરમાં મહારાજની મૂર્તિ વસી ગઈ. ત્રણ-ચાર દિવસના રોકાણ પછી લક્ષ્મીરામ શાસ્ત્રીને કહ્યું ‘‘ઘેર કહી દેજો મારી ચિંતા ન કરે’’ અને મહારાજને વિનંતી કરી. પ્રભુ! મને ત્યાગીની દીક્ષા આપો. જીવતરામની ઉત્કટ મુમુક્ષુતા, જીજ્ઞાસુતા, વૈરાગ્ય-વિવેક વગેરે ગુણો પીછાળીને શ્રીજી મહારાજે જેતલપુરમાં ત્યાગીની દીક્ષા આપી. ‘‘વાસુદેવાનંદ’’ એવું શુભ નામ પાડ્યું.
વાસુદેવાનંદ વર્ણીને નિત્યાનંદ સ્વામી ભણાવતા હતા. તેઓ નમણા અને નાજુક હોવાથી વર્ણી સૌને ગમતા. નૈષ્ઠિક બ્રહ્મચર્યનું અઠંગ પાલન કરનાર તેઓ યતિવર હતા. તેથી મહારાજ તેમને સનતકુમાર કહેતા. મહારાજે તેમનાં નિષ્કામી વર્તમાનની પ્રશંસા કરીને લોયામાં તેમની પૂજા અર્ચન કરી ચરણોદક પીધું હતું.
વાસુદેવાનંદ વર્ણી રૂપે ગુણે પૂર્ણ હતા. તેઓ કથા કરતાં ત્યારે મોટા મોટા વિદ્વાનો તથા રાજાઓ પણ મંત્રમુગ્ધ થઈને મહારાજના આશ્રિત થતા. એમની રસાળ શૈલી અને સાધુતા યુક્ત જીવનના પ્રભાવથી પ્રાંતીજના બ્રાહ્મણ હરિશંકર શુક્લ વર્તમાન ધરાવી સત્સંગી થયા હતા.
સંવત્ ૧૮૮૪ ની વૈશાખ વદ ર ના દિવસે જૂનાગઢમાં શ્રીજી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા પછિ પ્રથમ પૂજારી તરીકે ગુણાતીતાનંદ સ્વામીની વિનંતીથી વાસુદેવાનંદ વર્ણીને કર્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્ય સેવામાં વાસુદેવાનંદજીએ શ્રીજી મહારાજનાં લીલા ચરિત્રોથી ભરપુર સંસ્કૃત ગ્રંથ ‘‘સત્સંગિ ભૂષણ’’ રચ્યો છે. લાલિત્ય પૂર્ણ અને અર્થ ગાંભીર્ય યુક્ત આ ગ્રંથમાં શ્રીજી મહારાજનું સર્વ નિયંતાપણુ, સર્વાવતારીપણું ગુંથ્યું છે.
તેઓએ આ ગ્રંથનું લેખન કાર્ય કપડવંજ, શિયાણી, અમદાવાદ, વહેલાલ, પેથાપુર વગેરે જગ્યાએ રહીને કર્યું છે. વાસુદેવાનંદ વર્ણીએ હાલાર, ઝાલાવાડ, મચ્છુકાંઠો તથા ગુજરાતમાં સત્સંગ કરાવી લોકોને ભગવત્પ્રેમી કર્યા હતા. આવા શ્રીજી મહારાજની માળાના મણકા સમાન વર્ણીનો અક્ષરવાસ સંવત્ ૧૯ર૦ કારતક વદ ૧૦ ના રોજ અમદાવાદમાં થયો હતો. અમદાવાદમાં સાબરમતી નદીનાં તટે નારાયણ ઘાટ પર એમની છત્રી છે.
તેઓ ધામમાં ગયા પછી એમણે રચેલ સત્સંગિ ભૂષણ ગ્રંથની ટીકા આચાર્ય કેશવપ્રસાદજી મહારાજની આજ્ઞાથી હળવદના શાસ્ત્રી કૃપાશંકરે કરેલ. જ્યારે કૃપાશંકર શાસ્ત્રીને શ્લોકના અર્થ બેસતાં નહીં ત્યારે વાસુદેવાનંદજી વર્ણી સ્વપ્નમાં દર્શન દઈને કૃપાશંકર શાસ્ત્રીને શ્લોકોના અર્થ સ્પષ્ટ કરતા.
આવા વિદ્વત્વરેણ્ય, મહારાજના લાડકવાયા પોતાના નૈષ્ઠિક બ્રહ્મચર્યની આભા પ્રભાથી અનેકને પરમાનંદની પ્રાપ્તિ કરાવનારા વાસુદેવાનંદ વર્ણીના ચરણમાં શતશઃ પ્રણામ…
English
Shree Swaminarayan Mahaprabhus auspicious discharge of clean chants, forgiveness of devotees, devotees of devotional life, Vasudevnand Brahmachari, a seated lady of various souls, was in the village of Mallpore near Modasa in Sabarkantha district. His birth was born in the 18th century in the Trivadi Mewada Brahmin family. His predecessor was Jivatram Sharma. As a result of studying after Yajnopvit sanskar, he started studying Sanskrit in Nandol village near Lakhmram Shastri, a dependent of Sriharri. Laxmiram Shastri explaining the form of the manifestation of the manifestation of the living God with the teachings of scriptures. So, she loved her about her.
In 1867, Shreeji Maharaj came to Jaitalpur. With the desire to see Jagtaram Maharaj, he went with Laxmiram. Priyi Pratit woke up. The idol of Maharaj was vanquished in the distance of Jivatram. After three-four days of investment, Lakshmiram Shastri said, "Do not worry if I say to my house," and requesting Maharaj. Lord! Give me baptism of diarrhea. Shreeji Maharaj initiated Tyagi in Jaitalpur by overcoming the qualities of Jivatram, Mukuksuta, Jijnasuta, Vairagya and Vivek. The name Vasudevanand was named as Shubh.
Nathyanand Swami was teaching Vasudevnanda Vrani. They are very nice and fragile because they love fondling. He was a Jativar who was a strict adherent of brahmacharya. So Maharaj called him Santatkumar. Maharaj praised his inexhaustible present and drank his pooja in Loya.
Vasudevnanda was full of cows in the form of a virgin. When he narrated the story, big scholars and kings were fascinated by being enthralled by Maharaj. Brahmin Harishankar Shukla, the son of Pranti, was present at the present day with the influence of his juicy style and the life of a saintly life.
Shreeji Maharaj was the first priest in Junagadh on the occasion of Vaishak Vardh on 1884. After the request of Gunatitanand Swamy, he made Vasudevnanda Vrani. In the literature service of the Swaminarayan sect, Vasudevnandji created the Sanskrit book Satsangi Bhushan, filled with Shreeji Maharajs green personality. In this book Shabdji Maharaj has given all the prescriptions, all-roundness, in the form of a lively and meaningful word.
They have written the work of this scripture in place of Kapadvanj, Shiyani, Ahmedabad, Vaylal, Pethapur etc. Vasudevnanda Vrani had made Bhagavatmami people in Hailar, Jhalawad, Machhakandh and Gujarat satsangs. Such as Shreeji Maharajs beads of beads, Aksharvarsa Samvat 1924 was born on 10th October in Ahmedabad. In Ahmedabad, on the banks of the Sabarmati river, Narayana Ghat has an umbrella.
After going to the dhamma, he criticized Rachel Satsangi Bhushan Granth by the guidance of Acharya Keshavprasadji Maharaj, and Shastri Kripashankar of Halvad. When Shree Shraddha Shastri does not mean the meaning of the verse, please show the meaning of Shlokas by appearing in the dream of Vasudevnandji Vrani.
Such a scholarly person, Ladhavaya of Maharaj, in his stages of Vasudevnanda Varni, who received many blessings from the primal power of his own brahmacharya;