Sadguru Shree Vignananand Swami – (સદ્ગુરુ શ્રી વિજ્ઞાનાનંદ સ્વામી)
ગુજરાતી
સૌરાષ્ટ્રની રળીયામણી ભૂમિ, જે ભગવાન શ્રીકૃષ્ણની ક્રીડાભૂમિ કહેવાય. તે ભૂમિમાં પૌરાણિક અને ઐતિહાસિક મુલ્ય ધરાવતું સંસ્કૃતિનું દ્યોતક પ્રભાસ ક્ષેત્ર તીર્થ આવેલું છે.
એવા પ્રખ્યાત અને પવિત્ર તીર્થની પાસે પુનિત “પાટણ”નામનું ગામ છે. તે ગામમાં વિક્રમ સંવત્ ૧૮પ૦ મહાસુદ વસંત પંચમીના માંગલિક પર્વના પુનિત દિને શુભયોગમાં માતા ધનબાના કુખે વિજ્ઞાનાનંદ સ્વામીનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ગણેશ ભટ્ટ હતું. તેઓ સુપ્રતિષ્ઠિત વેદશાસ્ત્ર સંપન્ન ધૂરંધર વિદ્વાન હતા. તેમને બે પુત્રો તથા એક પુત્રી હતી. મોટા પુત્રનું નામ સોમેશ્વર, વચ્ચેની પુત્રી જયા ગૌરી તથા નાના પુત્રનું નામ ગોવિંદ રામ હતું અને તે ગોવિંદરામ એ જ આપણા વિજ્ઞાનાનંદ સ્વામી.
આઠ વર્ષની વયે શાસ્ત્રીયવિધિ પૂર્વક ગોવિંદરામના યજ્ઞોપવીત સંસ્કાર થયા. પૂર્વ સંસ્કારના બળે અલ્પસમયમાં કર્મકાંડ તથા વેદ શાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો. ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોવાથી સંસારમાં અલિપ્ત રહીને ઈશ્વર ભક્તિ તથા શાસ્ત્ર ચિંતનમાં સમય વ્યતીત કરતા. તેમનામાં મોક્ષોપયોગી સદ્ગુણો નૈસર્ગિક હોવાથી સંત સમાગમની તીવ્ર અભિલાષા જાગ્રત રહેતીકે પ્રભુના પ્યારા પરમહંસ કે સંત મહાત્મા મળી જાય ને ભવસાગરનો ભેટો ટળી જાય. ત્યાં ગોવિંદરામને મુક્તાનંદ સ્વામીનો ભેટો થયો.
મુક્તાનંદ સ્વામીનું સાધુતાયુક્ત વર્તનને તેમની સાથે કરેલી શાસ્ત્રચર્ચાથી ગોવિંદરામનું અંતઃકરણ પ્રભુ તરફ આકર્ષિત થયું. મુક્તાનંદ સ્વામીનો ઉપદેશ સાંભળી ધન્યતા અનુભવવા લાગ્યા. તેમના દિલમાં કાષાય વસ્ત્ર પહેરવાની અભિલાષા જાગી. સંવત્ ૧૮૭૦ ફાગણ સુદ એકાદશીના દિને મુક્તાનંદ સ્વામી સાથે ગૃહત્યાગ કરી ચાલી નીકળ્યા ને માંગરોળમાં સંવત્ ૧૮૭૧ કાર્તિક સુદ એકાદશીને દિવસે દીક્ષા લઈ ‘‘વિજ્ઞાનાનંદ સ્વામી’’ એવું શુભ નામ ધારણ કર્યું.
વિજ્ઞાનાનંદ સ્વામી પૂર્વા શ્રમથી સંસ્કૃત વિદ્યાનો સારો એવો અભ્યાસ કરીને આવ્યા હતા. ત્યાગી થયા પછી મુક્તાનંદ સ્વામી પાસે સંગીત વિદ્યાનો શાસ્ત્રીય અભ્યાસ કરી તેમાં પારંગત થયા. અનેક વાર સભામાં કીર્તન ગાઈને શ્રીજીમહારાજને પ્રસન્ન કર્યાને પ્રસાદીની વસ્તુઓ મહારાજે તેમને આપી હતી.
વિજ્ઞાનાનંદ સ્વામી વિદ્વાન, સંગીતકાર ઉપરાંત સારા લહીયા તથા કથાકાર પણ હતા. તેમણે મુક્તાનંદ સ્વામીનાં ઘણાં કીર્તનો તથા ગ્રંથો લખવા શોધવામાં તથા તેની પ્રતો બનાવવા તેમની સહાય કરતા. શ્રીજી મહારાજે તેમને સત્સંગના પ્રચાર પ્રસાર માટે જંગલી પહાડી પ્રદેશ તરીકે જાણીતા નિમાડ પ્રદેશ, ઝાંડી દેશ, જંબુસર બારા, રાજસ્થાન, મારવાડ વગેરે દેશમાં મોકલ્યા હતા. વિરોધના વંટોળ વચ્ચે રહીને સ્વામીએ ત્યાં ખૂબજ સારો સત્સંગ કરાવ્યો હતો. જેની નોંધ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણી ગ્રંથમાં લીધી છે.
વિજ્ઞાનાનંદ સ્વામીના વિનય, વિવેક તથા અતિશય નિર્માનીપણું જોઈને વિહારીલાલજી મહારાજે તેમને હરિલીલામૃતમાં વિદ્વાનોમાં મણિરૂપ કહ્યા છે. ‘‘વિજ્ઞાનાનંદ સ્વામી વિદુષજનમણિ, હું હતો તેહ પાસ’’ (હરિલીલામૃત તેઆ ે આયુર્વેદ તથા જયો તિષના પણ સારા જાણકાર હતા.)
સત્સંગની સમજણ પૂર્વક સંપૂર્ણ સંભાળ રાખનાર અને સુયોગ્ય હોવાથી વિહારીલાલજી મહારાજે તેમને સુરત મંદિરના મહંત તરીકે નિમ્યા હતા.તે જ સમયે સુરતના સત્સંગની ખૂબ જ ખ્યાતી થઈ હતી.
છેલ્લી અવસ્થામાં સુરતમાં રહીને ધ્યાન ભજન કરતા થકા, એક જ વખત અલ્પાહાર લઈ તપશ્ચર્યામય જીવનયાપન કરીને સંવત્ ૧૯૪૧ જેઠ વદ બારસ ૧ર ના પ્રાતઃકાળમાં પ્રતાપ જણાવી સૌને ‘‘જયસ્વામિનારાયણ’’ કહી ૯૧ વર્ષની વયે અક્ષર વાસી થયા હતા.
અલબેલાની આરાધના કરી પોતાનાં જ્ઞાન પુષ્પો સમર્પણ કરી તેની ખુશ્બુને લોકહૃદય સુધી પ્રસરાવનાર પ.પૂ.સદગુરૂ વિજ્ઞાનાનંદ સ્વામીના ચરણોમાં શતશઃ પ્રણામ…
English
The aristocratic land of Saurashtra, which is the tragedy of Lord Krishna. It is situated in the heart of Dyotak Prabhas Kshetra, which has a mythological and historical value in the land.
There is a renowned "Patan" village near the famous and sacred shrine. Vishnanand Swami was born in the village of Vikram Samvat 185, Mahasud Vasant Panchami, in the month of Mangalik festival. His fathers name was Ganesh Bhatt. He was a well-known Vedic anthropomorphic scholar. He had two sons and a daughter. The name of the eldest son was Someshwar, the daughter of Jaya Gauri and the younger son was Govind Ram, and it is Govindram that is only our Vishnanand Swami.
At the age of eight years, Govindrams sacrament has become sacred. Due to pre-sanskars, he practiced ritual and Vedic literature in the long run. Being exalted by exaltation, God devoted himself to contemplation in the worldly life and spent time in meditation. As the moksha prakruti virtues are priceless in them, the intense aspiration of Saint Satsang becomes vigilant that Paramahansa or Saint Mahatma can be found in the Lord and the gifts of Bhavsagar will be avoided. There Govindraman received the welcome of Muktanand Swami.
Govindrams conscience was attracted to Lord with the scriptural explanations given to him by the liberal conduct of Muktanand Swami. Swamantranand started listening to the message of Swami. Wished to wear kashayas in his heart. On the day of Samvat 1870 Fagun Sud Ekadashi, he started his homage with Muktanand Swami and started his work on the day of Samvat 1871 Kartik Sud Ekadashi and named it Vignananand Swami.
Vigyananand Swami came from eastern labor with a good study of Sanskrit Vidya. After being renunciated, Muktanand Swami was adept in doing classical studies of music education. On several occasions, Maharaj gave them prasadi items to please Shriji Maharaj by singing kirtan in the meeting.
Vigyan Nand Swamy was a scholar, along with musicians and well-spoken librarians. He used to help him find and write many verses and texts of Muktanand Swami. Shreeji Maharaj sent him to the country, known as a mountainous region known as the mountainous region, Jhandi, Jambusar Barra, Rajasthan, Marwar etc. for the promotion of satsang. During the whirlwind of the protest, Swamiji made a very good satsang there. Nishkulanand Swami, whose name has been taken in Bhaktichintamani script.
Vishallalji Maharaj has called him Mani Vichar in the scholars of Harilalumrut by seeing Vignan Nand Swaminarayans Vinay, Vivek and excessive creation. "Vignan Nand Swami Vijushajamani, I was the pass" (Harililamrit, he was also well-versed to Ayurveda and Jio Tish).
Vihari Lalji Maharaj appointed him as Mahant of the Surat temple as he was fully observant of Satsang and kept fit. At that same time the satsang of Surat was very prominent.
In the last state of Surat, he started meditating meditation, taking one of the snacks and taking a snap of life through the penance. In 1940, Pratap was told in the Pratap of Jit Veda Baras 1, and he was called "Jaiswamiranayana" at the age of 91.
Prayers of the devotees of Al-Bala, and devotees of his knowledge to the people of the world.