Sadguru Shree Vyapkanand Swami – (સદ્ગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી)
ગુજરાતી
વિશ્વના ખૂણે ખૂણે નવખંડ ધરતીમાં ગૂંજતા ‘‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર’’ નો સર્વપ્રથમ જપ કરનાર ઉત્તર ભારતના “ઝરણાપરણા” ગામના નિવાસી શીતળ દાસ વિપ્ર હતા. આ શીતળદાસ એ જ આપણા સમર્થ સંતવર્ય શ્રી વ્યાપકાનંદ સ્વામી.
એકલશૃંગી ઋષિના વંશી અને ઈશ્વરના અંશી આ પ્રગટ પિપાસુના આત્મામાં હરિ મિલનની તલપ જાગેલી. તેથી જ ઘરબાર છોડી વૈરાગીનો વેષ લઈને અલખની ઝાંખી કરવા તીર્થ યાત્રા કરતા કરતા દ્વારકા જતા હતા. ત્યાં હજારો કિલોમીટરની યાત્રાનો થાક ઉતરી જાય એવા સમાચાર મળ્યા.‘‘ફરેણીમાં વિરાજતા રામાનંદ સ્વામી સાક્ષાત્ ઈશ્વર છે.’’ કાનમાં અમૃત રેડાયું. પગમાં જોમ આવી ગયું, જટ દઈને ફરેણી પહોંચ્યા પણ કારમો આઘાત લાગ્યો.ઉતાવળા પગે આવવા છતાં તે ૧૪ દિવસ મોડા પડેલા..
નવયુવક સહજાનંદ સ્વામીનાં દર્શન કરીને નિરાશ વદને પાછા વળવા વિચારતાં શીતળદાસને તેમણે જ આશા બંધાવી, રામાનંદ સ્વામીનાં દર્શન માટે. ‘‘સુણી બોલિયા સુંદર શ્યામ, રટો સ્વામિનારાયણ નામ’’ નામ રટી ને સ્વેષ્ટના દર્શન કરી શીતળદાસ ધન્ય બનેલા. રામાનંદ સ્વામીએ પણ પોતાનું દાસત્વ અને શ્રીહરિનું સર્વોપરિપણું કહેલું તે વૈરાગીએ આવીને સભાને કહ્યું,
‘‘પછી સાધુ તે શીતળદાસે, લીધી દીક્ષા મહાપ્રભુ પાસે।
નામ વ્યાપકાનંદ વરિષ્ઠ,થયા પરમ સમાધિનિષ્ઠ॥
એના પૂર્વના સુકૃતોએ ભાગ્યનો દરવાજો ખખડાવ્યો. ધડાધડ એક પછી એક યોગ સિદ્ધિઓ હાંસલ કરતા ગયા અને પરમ સમર્થ સંત બની ગયા; તેનું મૂળ ઘણી મહેનતે મળેલા પ્રગટ પ્રભુની તેને ભારોભાર ખુમારી હતી.
આ વ્યાપકાનંદ સ્વામીએ જ બોટાદના દરબારશ્રીહમીર ખાચરની ઘોડી જીવતી કરેલી. લખનૌના વેણીરામને મુસલમાન બાદશાહે એક કરોડ રૂપિયા દંડ કર્યો. અને ન ભરી શકે તો મુસલમાન થવા ફરમાન કર્યું. તે આત્મઘાત કરવા તૈયાર થાય છે ત્યાં વ્યાપકાનંદ સ્વામીનાં દર્શન થયાં. તેમણે વેણી રામને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો મહિમાં સમજાવી આશ્રિત કર્યા. તેમનો દંડ સ્વયં શ્રીજી મહારાજ ભરી ગયાં. એા સમર્થ સંત વર્ય એ ભૂમા પુરૂષના લોકમાં જઈને શ્રીહરિના આ બ્રહ્માંડમાં આગમનના એંધાણ આપેલા. આ ઐશ્વર્ય સિદ્ધ સંતે જેને ઘેર જમવા ગયેલા એવા બ્રાહ્મણના મૃત પુત્રના કાનમાં ‘‘સ્વામિનારાયણ’’ મહામંત્ર કહીને જીવતો કરેલો.
કોટિ કોટિ વંદન આ સમર્થ સંતનાં ચરણે…
English
Shantil Das Wip, a resident of ZarnaParana village of North India, who was the first to offer "Shree Swaminarayan Mahamantra", knocking on the corner of the world at the corner of the world. This Shitalandas is our only Shree Vishalanand Swami.
There is no doubt about the existence of God in this world. That is why Dwarka used to go to the shrine to leave the house and take a vairagiri cloak to make an overview. There is news of thousands of kilometers of pilgrimage coming down. "Vrata Rajan Ramanand Swami is a true God." Amrit poured in the ears. The power of the feet came, the jats reached the hurricane, but the shocks were shocked. Even after coming to the foot, it was 14 days late.
Thinking of returning disappointed with Navuvak Sahajanand Swamis vision, he created hope for Shitalandas, Ramanand Swamis darshan. Shantil Das, blessed by the name Rani Swaminarayan Naam, Rani Swaminarayan Naam, Suni Baliya Sundar Shyam Ramanand Swami, who also called his slavery and sovereignty of Srihari, came to Vairagiri and told the meeting,
Then the sadhu took it to Shitaladas, with the initiation Mahaprabhu,
The name is broadly based on the name of God, the Supreme Being.
The East of the East pronounced the door of fate. Dhadadhad went on achieving one yoga achievement and became the most capable saint; It was a fervent affair of Lord Pratap, who had found many hard work.
This Bhaav Sundan Swami survived the darsharihimir khatchar ka Ghot of Botad. The Muslim ruler punished one crore rupees for the wannar of Lucknow. And if he can not fulfill his duty to become a Muslim. When he is ready to commit suicide, there is Darshan of Bhaastanand Swami. He used to explain Vani Ram in the month of Lord Swaminarayan. Shreeji Maharaj himself filled the penalty. This capable saint went to the people of the hungry men and offered the arrival of Srihari in this universe. This Aishwarya Sadh Sanstha, living in the ears of the dead son of Brahmin, who had eaten at home, said, "Swaminarayan" as a Mahamantra.
Cotti Cotti Vandan is one of the powerful saints.